આજે ત્રીજું નોરતું: માં ચંદ્રઘંટા પૂજનથી થાય છે ઉત્તમ સ્વસ્થ્યનું પ્રદાન

આદ્યશક્તિની આરાધનાનો સર્વશ્રેષ્ઠ સમય નવ નોરતા નું આદિકાળથી રહેલું મહત્ત્વ આજે પણ અક્ષર: સનાતન પર્વ
યોગી પુરુષો સદેવ જેનું ચિંતન કર્યા કરે છે તોફાન જેના પ્રકાશથી સમસ્ત વિશ્વ જ્યોતિર્મય થઈ રહ્યો છે તે જગત વ્યાપી જગત જનની માં જગદંબાને દુર્ગા નું રૂપ માનવામાં આવે છે. આ વર્ષે નવરાત્રિના તહેવારો મા રોગચાળાના પગલે જાહેરમાં મેળાવડા અને સાર્વજનિક ગરબીના આયોજનો ને બદલે માં અંબાના આધ્યાત્મક ગરબા અને પૂજન અર્ચન સાથે આમ જોવા જઈએ તો ખરા અર્થમાં સાત્વિક નવરાત્રિની ઉજવણી થઈ રહી છે. સનાતન ધર્મમાં દુર્ગા સપ્તશતી દુર્ગા માં એ ભગવાન શિવની શક્તિ ગણવામાં આવે છે પુરાણો અનુસાર માતાનું સ્વરૂપ તથા કાર્યો અને તેમના નામો પણ અનેક છે દુર્ગા મા યુદ્ધના સમયના રૂપનું નામ છે. જ્યારે કોપાયમાન સ્વરૂપમાં કાલિકા ગણવામાં આવે છે.

જ્યારે ગૃહસ્થ જીવનમાં મા ભવાની તરીકે પૂજવામાં આવે છે. દેવીનું નામ દુર્ગા માતાજીના નામકરણ પાછળ પણ એક વ્યાપક પ્રમાણમાં મોટી વાતો રહેલી છે. નવરાત્રિના પર્વ સના ત નભારતીય સંસ્કૃતિના માનવજીવનમાં શક્તિના પ્રતીક સમાન ગણવામાં આવે છે આજે ત્રીજું નોરતું મા અંબાના ચંદ્રઘંટા સ્વરૂપ નિ સ્તુતિનું મહાત્મ્ય રહેલું છે. ત્રીજા નોરતે ચંદ્રઘંટાની પૂજન અર્ચનથી ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે પુરાણ પ્રસિદ્ધ સનાતન ધર્મ ની ધરોહર સંપૂર્ણપણે આધ્યાત્મિક ની સાથે સાથે સામાજિક કર્મનિષ્ઠ સાથે જોડાયેલી છે.

Navratri Puja 2022 : જાણો નવરાત્રી ક્યારે શરૂ થાય છે?-INDIA NEWS GUJARAT - India News Gujarat

પુરાણ કથાઓમાં એ વ્યાપક પ્રમાણમાં એવા સ્પષ્ટ પ્રમાણ મળે છે કે ધર્મશાસ્ત્રોના દરેક તહેવારો અનુષ્ઠાનો અને ભક્તિ સ્તુતિ પૃથ્વીલોક સામાજિક કલ્યાણ નો મર્મ રહેલો હોય છે મા દુર્ગા સંબંધીની કથાઓ વાસ્તવમાં આ પ્રતીકાત્મક છે તેનું મુખ્ય તાત્પર્ય એ રહ્યું છે કે જ્યારે જ્યારે ધર્મનો નાશ થતો દેખાય છે ત્યારે ત્યારે અધર્મનો સંહાર કરવા માટે આદ્ય શક્તિ નો અવતાર અવશ્ય થાય છે મહિષાસુર નામનો દાનવ દરેક વ્યક્તિના અંતરના ઊંડાણમાં ભરાયો છે જ્યારે જ્યારે તે ઉગ્ર રૂપ ધારણ કરે છે ત્યારે તેનો સંહાર કરવો અતિ આવશ્યક હોય છે મહિસાસુર વધ તેમજ જો પૌરાણિક કથાઓમાં આસુરી વૃત્તિ પર સાત્વિક શક્તિનો વિજય દર્શાવતો હોય તો આજના જમાનામાં પણ નવરાત્રિની નવ માતાજીની સ્તુતિ દરેક ધર્મપ્રેમી માટે અનિવાર્ય ગણાય નોરતામાં દુર્ગા માતાના ૯ સ્વરૂપોની નવરાત્રી દરમિયાન ઉપાસના કરવામાં આવે છે.

આ દિવ્ય માનવજીવનમાં શક્તિ ભક્તિ સુખ-સમૃદ્ધિ લાવે છે જેને જગત ને જન્મ આપ્યો છે તે જગતની અંબા એટલે કે જગદંબા સૃષ્ટિના પ્રારંભથી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી દ્વારા ઇન્દ્રિયો બ્રહ્માંડ આદિ ઉત્પન્ન થયા ત્યારે જગદંબાએ જુદા જુદા રૂપ ધારણ કરી આ પ્રગટ થયા એટલે તો માર્કંડ ઋષિ દુર્ગા સપ્ત રાશિમાં દુર્ગા ના ગુણગાન ગાયા છે. જે આ નવરાત્રિમાં ભક્તો માના મંદિરમાં એકત્રિત થઈ સીવન ગાય છે.

આજે ત્રીજા નોરતે માતાજીના ચંદ્રઘંટા રૂપ ની સ્તુતિ કરવામાં આવે છે ત્યારે સમગ્ર વિશ્વમાં ક્યારે રોગચાળાની મહામારી થી માનવ સમાજ પીડિત બન્યો છે તેવા સમયમાં અનેક નાના-મોટા ધાર્મિક કાર્યક્રમાં મેં એક યા બીજા પ્રકારે મુલતવી રાખવામાં આવ્યા છે અથવા તો બંધ કરી દેવામાં આવ્યા છે તેવા સમયમાં ભારત નહીં સમગ્ર સનાતન ધર્મ સૃષ્ટિ માટે શક્તિના સંચય અને અધર્મ સામે ધર્મના વિજય માટે શક્તિ પ્રાપ્તિ માટેના અવસર એવા નવરાત્રી મહોત્સવની મા અંબાની સ્તુતિ અવિરત પણે ચાલુ રહેશે આજે ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાને રીઝવવા થી આરોગ્યપ્રદ જીવન પ્રાપ્ત થાય છે માનવ સમાજ પર જ્યારે જ્યારે આપત્તિ અને દુ:ખના અવસરો આવે છે ત્યારે મા દુર્ગાના નવ સ્વરૂપો તેમાંથી ઉગારે છે. આજે ત્રીજા નોરતે માં ચંદ્રઘંટાની સ્તુતિ સ્વાસ્થ્ય કલ્યાણ અને સમાજને નિરોગી પણ નું વરદાન આપે છે. માતાજીના નવે નવ રૂપના અલગ-અલગ રૂપ તેના મહત્વ અને સનાતન ધર્મના ધરોહર ગણવામાં આવે છે આજના આધુનિક યુગમાં પણ વેદ પુરાણ અને સનાતન ધર્મના આધાર સત્ય અક્ષરસ ધર્મ ધરોહર ગણાય છે.