Abtak Media Google News

 નવ-નવ દિવસ ર્માં જગદંબાની આરાધના કર્યા બાદ આજે ભકિતભાવ પૂર્વક ગરબાનું વિસર્જન કરાશે: પૌરાણિક કથા અનુસાર નવરાત્રીના દસમાં દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કરતા દર વર્ષની પરંપરા મુજબ દશેરા ઉજવાય છે

અબતક,રાજકોટ

નવ-નવ દિવસ ર્માં જગદંબાની આરાધના કર્યા બાદ આજે લોકો વિજયા દશમીનો પર્વ મનાવશે. આસુરી શકિત પર વિજય મેળવ્યાનો પર્વ એટલે વિજયાદશમી. આજે સૌરાષ્ટ્રભર માં ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજાશે. કારણ કે આ દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કરીને પૃથ્વીને તેના અત્યાચારોમાંથી મુકત કરી હતી.દશેરા હિન્દુઓનો ખાસ તહેવાર છે. સાથે વિજયાદશમીએ ઠેર ઠેર શસ્ત્રપુજન પણ કરવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર નવરાત્રીની શરૂઆત શ્રી રામે કરી હતી.

સૌરાષ્ટ્રભરમાં શસ્ત્રપુજન અને આતશબાજી સાથે રાવણદહનના ભવ્ય આયોજનો: ઉત્સવપ્રેમીઓ ફાફડા જલેબી આરોગી વિજયોત્સવ મનાવ્યો

ભગવાન રામે માતા દૂર્ગાના નવરૂપોની પૂજા કરી હતી. શ્રી રામે માતા સીતાને બચાવવા અને અધર્મી રાવણનો નાશ કરવા ઘણા દિવસ રાવણ સાથે યુધ્ધ કર્યું હતુ.આ પછી ર્માં દુર્ગાના આર્શીવાદથી ભગવાન શ્રી રામે નવરાત્રીના દસમા દિવસે રાવણને હર્ણો હતો. ત્યારથી આ પરંપરા દર વર્ષે ઉજવવામાં આવે છે. નાના-મોટા શહેરો ગામડાઓમાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું અનિષ્ટના પ્રતિક તરીકે દહન કરવામાં આવે છે. અને વિજયોત્સવ મનાવવામાં આવે છે. અને લોકો ફાફડા-જલેબી આરોગી આનંદની અનુભુતિ કરે છે

આ ઉપરાંત નવ-નવ નોરતા ગરબાનું પૂજન-અર્ચના કર્યા બાદ આજે ગરબાનું ભકિતભાવપૂર્વક વિસર્જન કરવામાં આવશે. વિજયા દશમી અગાઉ ફરસાણ-મીઠાઈની દુકાનોમાં લોકોની ભીડ જામે છે. ખાસ કરીને ખાવાના શોખીન સૌરાષ્ટ્રવાસીઓ આજ સવારથી ફાફડા-જલેબી સહિતની મીઠાઈઓ આરોગવા દુકાનોમાં ઉમટયા હતા.

આજે રાવણદહન સાથે વિજયાદશમી ઉજવાશે. ત્યારે રાજકોટ શહરેનાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાં રાવણના પુતળા દહનનું ભવ્ય આયોજન કરાયું છે. સાથે સાંજના સમયે આતશબાજી નો કાર્યક્રમ પણ યોજાશે. જે નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટશે.સવારના સમયે આરએસએસ દ્વારા, અકાલી હિન્દુ સેના દ્વારા રાજકોટ શહેરના પોલીસ હેડ કવાર્ટર, પેલેસ ખાતે સહિતના સ્થળોએ વિધિવત શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.