Abtak Media Google News

મેષ રાશીફળ – આ રાશિના જાતકોએ આજે યાત્રા કરવાથી બચવું. નવા આર્થિક કરાર અંતિમ રૂપ લેશે અને ધન તમારી તરફ આવી શકે છે. આજના દિવસ દરમિયાન જો તમે તમારી ચીજવસ્તુનું ધ્યાન રાખશો નહીં તો ચોરી અથવા ખોવાઈ જવાની સંભાવના છે. આજે વ્યવસાયિક મામલાને પતાવવા માટે પોતાની હોશિયારી અને પ્રભાવનો ઉપયોગ કરો.

વૃષભ રાશીફળ – આજના દિવસ દરમિયાન તબિયતને લઈ પરેશાનીની સમસ્યા આવી શકે છે. પ્રાપ્ત થયેલું ધન તમારી ઈચ્છા અનુસાર, નહીં મળે. આ રાશિના લોકોએ દિવસ દરમિયાન સમજદારીપૂર્વક પગલા ભરવા તથા દિલના બદલે દિમાગની નિર્ણય લેવા હિતકારી રહેશે. તમારા જીવનસાથીના કારણે તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે.

મિથુન રાશીફળ – આજનો દિવસ તમારે માટે ઉર્જા ભર્યો રહેશે. જોકે, ધન તમારા હાથમાંથી સરળતાથી સરકી જશે તેથી ખર્ચ કરવામાં કાબૂ રાખવો. આ રાશિના લોકોને બધી જ સમસ્યામાં મિત્રો અને પરિવાર તરફથી સારો સહયોગ મલશે. તમારા કારણે આજે ઓફિસમાં મોટુ નુકશાન થઈ શકે છે, જેથી શાંતીથી વિચારી કામ કરવું.

કર્ક રાશીફળ – તમને કામના મોર્ચે પરેશાની આવી શકે છે, કેમ કે, આજે તમારું સ્વાસ્થ્ય સાથે નહીં આપે, જેથી જરૂરી કામ અધુરૂ છોડવું પડી શકે છે. આજે તમામ કાર્ય ધૈર્ય અને હોશિયારીથી કામ લેવું. નવો આર્થિક કરાર કરવાથી આર્થિક વૃદ્ધિ થઈ શકે છે. તમારા વ્યાવહારિક જીવનમાં બહારના લોકોના હસ્તક્ષેપના કારણે જીવનસાથી સાથે તણાવ વધી શકે છે. ઓફિસમાં તમારા કામ પર કોઈ અન્ય વ્યક્તિ નુકશાન પહોંચાડી શકે છે તેથી સાવધાની રાખવી.

સિંહ રાશીફળ – આજે તમે માનસીક રીતે પરેશાન રહી શકો છો. આજે તમે સારા પૈસા કમાઈ શકશો, પરંતુ ખર્ચ વધવાથી બચત કરવાનું મુશ્કેલ થશે. તમારા બાળકો સાથે અથવા ઓછો અનુભવી લોકો સાથે ધૈર્યથી કામ લેવું. આજે કાર્યક્ષેત્રમાં વાદ-વિવાદમાં પડવાથી દુર રહેવું.


કન્યા રાશીફળ – આજે વારંવાર કામમાં તમારી ઘરના તમામ દખલગીરી તમારા ભાઈના ગુસ્સાનું કારણ બની શકે છે. જ્યાં સુધી તમને કોઈ પુછે નહીં ત્યાં સુધી કોઈ સલાહ આપવી નહીં. આજે શાંત રહો અને બધા જ લોકો સાથે ઈમાનદાર રહો. આજના દિવસ દરમિયાન મનોરંજનના સાધનો પર વધારે ખર્ચ કરવો નહીં. પોતાની પત્ની કે પ્રેમિકાની ગેર જરૂરી માંગ પુરી ન કરવી. પરોપકાર અને સામાજિક કાર્ય આજે તમને આકર્ષિત કરી શકે છે.

તુલા રાશીફળ – તમારી બેજવાબદારી પૂર્ણ વ્યવહારના કારણે તમે તમારા પરિવારની ભાવનાને ઠેસ પહોંચાડી શકો છો. એટલે આજે કઈ પણ બોલતા પહેલા બે વખત વિચારો, કેમ બોલવાને કારણે તમારા પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે. તમારી મનોકામના પ્રાર્થનાથી પુરી થશે અને સૌભાગ્ય તમારી તરફ પ્રયાણ કરશે. ગપ્પેબાજી તથા ખોટી અફવાહોથી દુર રહેવું. સફળતા માટે સ્વપ્ન જોવા ખરાબ વસ્તુ નથી, પરંતુ હંમેશા સપનામાં રહેવું નુકસાનકારક થઈ શકે છે.

વૃશ્ચિક રાશીફળ – આજના દિવસ દરમિયાન કામનો બોજો તણાવરૂપ સાબિત થઈ શકે છે. આજનો દિવસ રોકાણ કરવા માટે શુભ નથી તેથી રોકાણ માટેનો નિર્ણય કોઈ અન્ય દિવસ પર છોડી દેવો. વિવાહ પ્રસ્તાવ માટે સારો સમય છે, કેમ કે, તમારો પ્રેમ જીવનભરના સાથમાં બદલાઈ શકે છે. પોતાની ખાસીયત અને યોજનાઓ પર ફરી વિચારવાનો સમય છે.

ધન રાશીફળ – આ રાશિના લોકોને યોગ અને ધ્યાન બેડોળ અથવા માનસીક રીતે તંદુરસ્ત રાખવા મદદગાર સાબિત થઈ શકે છે. આજે તમે સારા પૈસા કમાઈ શકો છો. પરંતુ ખર્ચ વધારવાથી બચત કરવી મુશ્કેલ થશે. તમારો પ્રતિસ્પર્ધી સ્વભાવ તમને જીત અપાવવામાં સહયોગ આપશે. આ રાશિના લોકોનું સ્વાસ્થ્ય અને જીવનસાથીમો મિજાજ દિવસને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકશે.

મકર રાશીફળ – જો પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરવી હોય તો વાસી કે તળેલી વસ્તુ ખાવી નહીં. પોતાના ખર્ચાઓ પર કાબુ રાખવો. સંપત્તિને લઈ વિવાદ થઈ શકે છે. સંભવ હોય તો ઠંડા દિમાગથી પતાવવાની કોશિશ કરવી. કાયદાકીય દખલ ફાયદાકારક નહી રહે. બસ એક-એક પગલું સમજી વિચારીને ભરવાથી સફળતા જરૂર મળશે.

કુંભ રાશીફળ – આજના દિવસે આરામ કરવો જરૂરી સાબિત થશે, કેમ કે, તમે હાલના દિવસોમાં ભારે માનસીક દબાણમાંથી પસાર થઈ રહ્યા છો. તમારી ગેર યથાર્થવાદી યોજનાઓ તમારા ધનને ઓછુ કરી શકે છે. તમારો આત્મવિશ્વાસ તમારા વ્યવસાયિક જિંદગીમાં ખાસ અસર છોડશે.

મીન રાશીફળ – મોજ મસ્તીની યાત્રાઓ અને સામાજિક પ્રસંગ તમને ખુશ રાખશે. ખર્ચાઓ પર કાબુ રાખવાની કોશિશ કરો, અને માત્ર જરૂરી વસ્તુ જ ખરીદો. તમે કામકાજમાં વ્યસ્ત રહેશો, પરિવાર અને મિત્રો માટે સમય નહીં નીકાળી શકો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.