Abtak Media Google News

મેષ રાશિફળ:  આજે તમને ધંધામાં સતત લાભ થવાની સંભાવના રહેશે. તે જ સમયે વ્યાવસાયિક ભાગીદારો સાથે મુશ્કેલી થવાની સંભાવના પણ રહેશે. સાંજથી રાત સુધી નજીકમાં મુસાફરી થવાની સંભાવના છે. કાર્યરત લોકો માટે અચાનક મોટી ખુશીની સંભાવના છે. બધા કાર્યોમાં સફળ થવા માટે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. જો ભાગ્યના ભરોસે રહેશો તો સારી તક ગુમાવી શકો છો.

વૃષભ રાશિફળ:  આજે કોઈ બાબતે વધારે માનસિક તણાવ રહેશે. તમને બાળક તરફથી ચિંતા થઈ શકે છે. આ સિવાય કફના લીધે શારીરિક પીડા થવાની સંભાવના રહેશે. તેમ છતાં વ્યવસાયમાં નફો મળશે અને તમારી પત્નીના સંપૂર્ણ સહકારથી તમારું મનોબળ વધશે. આજે શુભ ખર્ચ અને ખ્યાતિમાં વધારો થશે. આજે તમને દરેક જગ્યાએ અને ચારેય બાજુ વિજય પ્રાપ્ત થશે. કોઈ જૂના મિત્ર સાથેની મુલાકાત આજે તમારા ચહેરા પર સ્મિત લાવશે.

મિથુન રાશિફળ:  આજે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. દુશ્મનોનું મનોબળ ઘટશે. સારી લોકો સાથે મિલાપ વધશે. વેપારીઓ અને ભાગીદારો તરફથી પણ વ્યવસાયમાં સારું વાતાવરણ રહેશે. સાંજથી મોડી રાત સુધી અચાનક મહેમાનોના આગમનને કારણે ખર્ચ વધુ થઈ શકે છે. આજે તમને શુભ પરિણામ મળી શકે છે. તમારી ઈચ્છા આજે પૂરી થઈ શકે છે. સંતાનો તરફથી પણ જે ચિંતાઓ રહી હતી તે આજે ઉકેલાશે તેવી અપેક્ષા છે.

કર્ક રાશિફળ:  :  સંબંધીઓ તરફથી પણ તમને સારા સમાચાર મળી શકે છે. આજે તમને નાણાકીય લાભ થવાની સંભાવના છે. શરીરની તકલીફની અસર માનસિક અવસ્થા ઉપર રહી શકે છે. તમને મોટી શારીરિક પીડા થશે નહીં. છતાંય નાની વાતોની અસર પણ ઊંડી થઇ શકે છે. કોઇ વાતને વધારે મહત્ત્વ આપશો નહીં. આજે શારીરિક અને આર્થિક શક્તિ પ્રાપ્ત થશે. સારી ગુણવત્તાવાળા લોકો સાથે વધતા જોડાણને લીધે અધિકારીઓ તમારી તરફેણમાં રહેશે.

સિંહ રાશિફળ:  આજે તમને તમારા પ્રિયજનો અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે.  જો ફાયનાન્સને લઇને તમારી પાસે કોઈ યોજના છે તો તેના અંગે સમજી-વિચારીને કાર્ય કરો. તમારી સાથે દગાબાજી પણ થઈ શકે છે. સંયુક્ત પરિવારમાં નાની-મોટી વાતોને લઇને થોડો તણાવ રહી શકે છે. આજે તમારા પ્રિયજનો અને સંબંધીઓને શારીરિક પીડા થઈ શકે છે. બિનજરૂરી વિવાદોથી આજે દૂર રહો. સાંજથી મોડી રાત સુધી તમને પરિવારના સભ્યો સાથે મુસાફરીનો આનંદ મળશે.

કન્યા રાશિફળ:  આજે તમારે સંયમનું પાલન કરવું જોઈએ. કોઈ બાબતે ભાઈ-બહેનો સાથે તણાવ થઈ શકે છે. વ્યવસાયમાં સાથીઓ સાથે સંકલનના અભાવે તમે અસ્વસ્થતા અનુભવો છો. વિરોધીઓ પણ આજે સક્રિય રહેશે, તેથી સાવધાન રહેવું. બીજા પર વધારે પડતો ભરોસો કરવાનું ટાળો. આર્થિક વ્યવહારમાં સાવચેત રહેવું. આજે અચાનક મોટી માત્રામાં આર્થિક લાભ થવાની સંભાવના રહેશે. તમને પ્રિયજનોનું ઇચ્છિત સુખ અને ટેકો મળશે.

તુલા રાશિફળ:  આર્થિક મામલામાં તમારા માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેશે. તમે ઇચ્છો તો પણ રોકાણ કરી શકો છો. દિવસ થોડો વ્યસ્ત રહેશે, તેમ છતાં તમે કાર્યથી સંતુષ્ટ થશો. ધંધામાં લાભની સ્થિતિ સારી રહેશે. જો તમારા પૈસા ક્યાંક અટક્યા છે તો તે મળવાની સંભાવના રહેશે. આજે તમારે સંયમનું પાલન કરવું જોઈએ. કોઈ બાબતે ભાઈ-બહેનો સાથે તણાવ થઈ શકે છે. વ્યવસાયમાં સાથીઓ સાથે સંકલનના અભાવે તમે અસ્વસ્થતા અનુભવો છો. વિરોધીઓ પણ આજે સક્રિય રહેશે, તેથી સાવધાન રહેવું. બીજા પર વધારે પડતો ભરોસો કરવાનું ટાળો. આર્થિક વ્યવહારમાં સાવચેત રહેવું. આજે અચાનક મોટી માત્રામાં આર્થિક લાભ થવાની સંભાવના રહેશે. તમને પ્રિયજનોનું ઇચ્છિત સુખ અને ટેકો મળશે.

વૃશ્ચિક રાશિફળ:  સાંજથી રાત સુધી શુભ કાર્યોમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળશે. ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું, નહીં તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. તમારું વ્યક્તિત્વ તમારી રાશિ પ્રમાણે જ રહેશે. નિડર થઇને પરિસ્થિતિનો સામનો કરી શકશો. ભાવનાત્મક રૂપથી બધા સાથે જોડાયેલાં રહેવા છતાં પણ આજે તમે એકાંતમાં રહેવાનું પસંદ કરશો. નવી આશા સાથે કરેલાં કામને યશ મળશે.

ધન રાશિફળ:  શુભ ખર્ચ સાથે તમારી ખ્યાતિ વધશે. કોઈપણ અધૂરા કામ પણ આજે પૂરા થઈ શકે છે. આજે દિનચર્યામાં થોડી નવીનતા લાવવાની કોશિશ કરો. જેમાં પરિવારના લોકોનો સહયોગ રહેશે. સંપત્તિને લગતો વિવાદ કોઈની દખલ દ્વારા ઉકેલાઈ શકે છે. ઘરના કોઈ શભ્યના લગ્નને લગતી તૈયારીઓની પ્લાનિંગ પણ થશે.

મકર રાશિફળ: શ્રેષ્ઠ માર્ગોથી પર્યાપ્ત આવક થશે. પરંતુ ખર્ચ આવકના પ્રમાણમાં વધુ રહેશે. રાત્રે કોઈ આધ્યાત્મિક સભામાં જવાની તક મળશે. કામમાં મન ન લગાવવું અને કામ અંગે ચિંતા બંને વિષયો તમને વ્યસ્ત કરી શકે છે. કામને ધીમે-ધીમે શરૂ કરો, તમને પ્રેરણા મળશે. જીવનમાં આવી રહેલાં ફેરફાર તમને પોઝિટિવ બનાવી રહ્યા છે. છતાંય ભવિષ્ય સાથે જોડાયેલી ચિંતા રહેશે.

કુંભ રાશિફળ:  માનસિક તણાવથી બચવા માટે ધૈર્ય અને નમ્રતાથી કાર્ય કરો. જો તમે નોકરી કરો છો તો આજે તમારા કામ અને અધિકારોમાં વધારો થશે. જેને કારણે આસપાસના અન્ય સાથીદારોમાં વધતી કડવાશને કારણે મુશ્કેલી આવી શકે છે. તમારી આંતરિક શક્તિઓનો અનુભવ કરો. તેનાથી તમારી માનસિક સ્થિતિ ખૂબ જ પોઝિટિવ રહેશે. કોઈ પ્રિય વ્યક્તિના ઘરમાં આવવાથી બધા લોકોને સુખ મળી શકે છે. બાળકોની સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં પણ સમય પસાર થઈ શકે છે.

મીન રાશિફળ:  તમારા જ લોકો તમારી સાથે ઇર્ષ્યાની ભાવના રાખવાથી તમારા અવગુણ અને ગેરસમજ ઊભા કરી શકે છે. આજે તમે સંતાન પક્ષને લઈને ચિંતિત રહેશો. બાળકની શારીરિક પીડાને કારણે તમે પરેશાન થશો. સ્થળ પરિવર્તનનો સંદર્ભ મજબૂત અને સ્થાપિત થશે. નાણાકીય લાભ થશે, પરંતુ લાભ કરતાં વધારે ખર્ચને કારણે ઉદાસ રહેશો. દુશ્મન તમારા પર પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન કરશે, સાવચેત રહો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.