Abtak Media Google News

અવાજની દુનિયાના બેતાજ બાદશાહ મોહમ્મદ રફીનો આજે 93મો જન્મદિવસ છે. આજના ખાસ દિવસે ગુગલે ડૂડલ બનાવીને તેમને યાદ કર્યા છે. તેમની એક તસવીર શેર કરવામાં આવી છે. જેમાં તે ગીત રેકોર્ડ કરતા દેખાય છે. રફીને 6 વખત સર્વશ્રેષ્ઠ ગાયક તરીકે ફિલ્મફેર પુરસ્કારથી નવાઝવામાં આવ્યા છે. તેમનો જન્મ 24 ડિસેમ્બર 1924ના રોજ અમૃતસર નજીક કોટલા સુલ્તાન સિંહમાં થયો હતો. એક સમયની વાત છે ત્યારે મોહમ્મદ રફી ફિલ્મ નિર્માતા-નિર્દેશક જે.ઓમ પ્રકાશની ફિલ્મના એક ગીતના રેકોર્ડિંગ માટે મોડી સાંજ સુધી રોકાયા હતા ત્યારે ગીતની ચાર લાઈન બાકી હતી. પછી વાત એમ થઈ કે આવતીકાલે આ ગીતને પૂરુ કરી દેવામાં આવશે. ત્યારબાદ રફી સીડીઓથી નીચે ઉતર્યા અને ગાડીમાં જઈને બેસી ગયા. પરંતુ તે પાછા આવ્યા અને નિર્માતા-નિર્દેશકને કહ્યું કે ગીતની ચાર જ લાઈન બાકી છે. તો આજે જ પૂરુ કરી લઈએ. એ ગીત ફિલ્મ ‘આસપાસ’નું હતુ. ફિલ્મનું મ્યુઝિક એલ.પીનું અને લિરિક્સ આનંદ બખ્સીના હતા. આ ઘટના બાદ તે ઘરે જતા રહ્યા. તે દિવસ 30 જુલાઈ 1980નો હતો. સુરીલા અવાજના બાદશાહને તે રાત્રે એટેક આવ્યો અને હિંદી ફિલ્મ સંગીતનો અણમોલ રતન દુનિયાને છોડીને જતા રહ્યા. અન્નુ કપૂરે પોતાના રેડિયો શો સુહાના સફરમાં આ કિસ્સો ખાસ સંભળાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.