Abtak Media Google News

મહાત્મા ગાંધીજીની આજે જન્મજયંતિ છે, સો હજાર વર્ષ મહાત્મા ગાંધી જેવા મહામાનવ જન્મે છે, તેઓ સત્ય અને અહિંસાના પૂજારી હતા, એમના રોમે રોમમાં શ્રી રામ હતા

તેઓ કહેતા કે કોઈ મારા એક હજાર ટૂકડા કરી નાખે તો એ દરેક ટુકડામાંથી રામ…રામ…રામ..નો ધ્વનિ સંભળાશે….

“વૈષ્ણવજન તો તેને કહીએ’ એ બાપુએ અપનાવેલું અને આખા વિશ્ર્વને ચરણે ધરેલું ભજન…

બાપુ પગથી માથા સુધી વૈષ્ણવજન હતા.

વૈષ્ણવતાની વાટ વડે જ તેમણે જનજનમાં અજવાળાં રેલાવ્યાં હતા.

સસંગ્રામમાં જોડી તેમણે સુકલકડી કાયાને લોખંડી આત્મબળ તેમજ પ્રબળ ઈચ્છા શકિત વડે અભેધ બનાવી અને તેત્રીસ કરોડથી વધુ આબાલવૃધ્ધ નરનારીઓને તેમના વચને યાહોમ કરવા પ્રેરી…

એક એવો તબકકો આવ્યો કે, કવિઓ, લેખકો, સાહિત્ય સ્વામીઓ અને વતન પરસ્ત લોક સેવકો એમની કલમો સાથે યુધ્ધ ચઢયા.

‘કોને પગલે પગલે ચાલી જાય છે વણઝાર?

કોના સાદે શહીદ થાવા આવે નર ને નાર ?’

આમ હિન્દુસ્તાનના ખૂણેખૂણે શુરાતન ભીના નાદ જાગ્યા !

હિન્દુઓ, મુલીમો, મંદિરો, મસ્જીદો સંપ્રદાયોના લોકો એક અવાજે નીકળી પડયા તમામ ધર્મો અને શ્રીમંતો લડયા, ગરીબો પણ લડયા વંદે માતરમના ઘોષ સાથે આખો દેશ અહિંસક યુધ્ધે ચડયો. અંગ્રેજી રાજે જુલ્મો આચરવામાં કાંઈ બાકી ન રાખ્યું હેવાનિયત દાખવી, બેઈમાની દાખવી, હલકટાઈનો પણ આશરો લીધો. કપટબાજી, પ્રપંચો, બર્બરતા અને હીન કાવાદાવા…. ધરપકડો, આકરી કેદ, બેહુદી સજા, ફાંસી..!

આજના ભારતની સૌથી મોટી સમસ્યાએ છેકે આપણા રાજકારણીઓ ધનને જ પરમેશ્ર્વર માનવા લાગ્યા છે. ઉદ્યોગપતિઓ વિદ્વાવાનો અને કથાકારો પણ ધનને પરમેશ્ર્વર ગણે છે. કેળવણી સંસ્થાઓ દેવત વગરની બની છે. અને ધનિકોની દાસી બની છે. ધન ભેગુ કરવાનો જ હેતુ શિક્ષણ સંસ્થાઓ અને નકલખોરોએ અપનાવ્યો છે. બધે જ આ હાલત છે. છેક મંદિરો અને આશ્રમો સુધી છે.

ધર્મ પુરૂષો, સંતપુરૂષો, મોક્ષની અને નર્ક સ્વર્ગ બક્ષવાના રસ્તા બતાવે છે. તેમણે સમાજની ગરીબાઈ દૂર કરવાના ઉપાયો બતાવીને તેને સિધ્ધ કરવામાં જોડાવું પડશે આત્મોન્નતિ મહત્વની છે. તે કબુલ પર માતુભૂમિની ઉન્નતિ પણ જરૂરી છષ. હજુ ભૂલો સુધારી લેવાની જરૂર છે. પાપ ભીના વ્યાપારો બંધ કરી દેવાની તક છે. ધનના ઢગલા ઉપર બેસીને એમ કહ્યે જવું કે હજુ વધારે જોઈએ એ અસામાજીક અને અધાર્મિક માનસીકતા છે. એક હાથે કમાવું અને હજાર હાથે આપવું એ જ આપણી કમજોરી દૂર કરવાનો અને આત્મોન્નતિનું સુખ પામવાનો માર્ગ છે.

કહેનારે સાચુ કહ્યું છે કે ઉપદેશ આપવનો અને સાચ-જૂઠ અને શાસન ચલાવતા રાજનેતાને નહિ પણ રાજકીય કાવાદાવાવગરની યુનિવર્સિટીઓ અને ભજન સંસ્કૃતિમાં નિષ્પાપ પ્રબુધ્ધોને હોવો જોઈએ.

સ્વચ્છંદી ઉપદેશ આપનારાઓનાં તો આજે એંઠવાશિયા ફાટી નીકળ્યા છે. અને ગમે ત્યારે ગમે તે બાબતમાં પોતાનો અભદ્ર ધોકો પછાડીને ન્યાય તોળ્યા કરવાની આજે લોકોને ટેવ પડવા લાગી છે.

માતૃભૂમિની સ્વતંત્રતા, ધાર્મિકતા અને સંસ્કૃતિ નહી ટકે, તો છેલ્લે શું ટકશે એમ વિચારવું શુ મહત્વનું નથી?

આ સવાલો કથાકારો માટે પણ છે !…

સંઘર્ષનું રાજકારણ આપણા દેશને પારાવાર નુકશાન પહોચાડી ચૂકયું છે. આ દેશની એકતાને અને રાજકીય આબરૂને એણે તોડીફોડી છે. લોકપાલને સાંકળતા છેલ્લા બનાવોએ દેશની સંસદીય લોકશાહીની સામે પણ સવાલો ઉભા કર્યા છે. ભ્રષ્ટાચારતો જશે કે નહી જાય. પરંતુ રાજકીય ખુન્નસ અને અંટસ આ દેશના વિદેશી લાભોને હાની પહોચાડે એટલી હદે વકરશે, અને ભ્રષ્ટાચારને એની આષ લઈને ટકી રહેવાની તક મળશે.

એક કહેવત છે કે, જો સતાધીશ સાવધાન થઈને જો અપરાધીને દેવા યોગ્ય દંડ દે નહી તો બળવાન માણસો તવંગર લોકો ગરીબોનો નાશ કરવામાં કશુ જ બાકી રાખે નહી.

હમણા સુધી આપણા દેશમાં અને આપણા સમાજમાં આ વાત સાચી પડી છે. બળવાન માણસોને ગરીબોની ઘોર ઉપેક્ષા કરવા માટે ઉચિત દંડ આપણો સમાજ આપી શકયો નથી ગરીબોને કોઈ અધિકાર જ ન હોય એમ સહુ કોઈ વર્ત્યા છે.

આ પથ્વી જો ગ્રહણની ભૂમિકાને બદલે ત્યાગની ભૂમિકા ઉપર રચાઈ હોત તો અત્યારે જે તકરારો, લડાઈઓ, કાવાદાવાઓ અને યુધ્ધો આપણી આસપાસ જોવા મળે છે તે ન જોવા મળત અને માનવીઓ માનવી બનીને સુખેથી રહેતા હોત !

પણ એથી ઉલ્ટું આપણે ત્યાં પ્રવર્તે છે હવે એવો સવાલ ઉઠે છે કે, દાંડીકૂચ દ્વારા મહાત્મા ગાંધીએ દેશને સ્વરાજ અપાવ્યું છે. હવે રામરાજય માટેની કુચ કયારે ? કોણ કરાવશે?

ગાંધીજી સદેહે નથી વિચારધારા દ્વારા આખા વિશ્વ

When-Do-We-Live-A-Heart-Day-But-Healthy-Heart
when-do-we-live-a-heart-day-but-healthy-heart

માં મોજુદ છે.

મહાત્મા ગાંધી ચકોર રાજનેતા હતા. દૂરંદેશી રાજપુરૂષ હતા. તેમણે સત્ય અને અહિંસાને અમોધ શસ્ત્ર બનાવ્યા અને આખી દુનિયા ઉપર રાજકરનાર અંગ્રેજી સલ્તલતને હટાવી.

તેમણે અંગ્રેજી સલ્તનત સામે અને પરાધિનતા (ગુલાબી) સામે અહિંસક લડાઈ કરી પણ એમ કહેતાં કહેતા કે મારી લડાઈ અંગ્રેજી પ્રજા સામે નથી એના પ્રત્યે મને કશોજ ધિકકાર નથી. પ્રેમ અને બંધુભાવનાથી ચઢિયાતી કોઈ ચીજ નથી.

ગાંધીજીએ એમ કહેલું જ કે, જો મને કો, મારી નહિ નાખે તો હું સવાસો વર્ષ જીવવાનો છું અને મારૂ રામરાજયનું વચન પાળવા માટે હું મારી જીવનયાત્રા સમેટાય ત્યાં સુધી તપ કરીશ.

તેઓ એમ પણ કહેતા કે, એકબાજુ સૈનિકોની ફોજ હોય અને એની સામે રામધૂન કરતી ફોજ હોય તો રામધૂન કરતી ફોજ સશસ્ત્રસૈનિકોની ફોજને પરાજિત કરી શકે…

પરંતુ આજના આપણા રાજપુરૂષો, રાજકારણીઓ અને રાજકર્તાઓએ આપણી સંસ્કૃતિને, આપણી સભ્યતાને અને ગાંધી વિચારધારાને નેવે મૂકી દીધા છે. અને ગાંધીજીની પ્રતિમાઓને વાર તહેવારે ફૂલહાર કરવા સિવાય તેમના આદર્શોની લગીરે પરવા કરતા નથી.

વિદેશી નેતાએ ભારતની મુલાકાતે આવે ત્યારે ગાંધીજીના સમાધિસ્થળ ‘રાજઘાટ’ પર તેમને શ્રધ્ધાંજલી આપવા જાય છે. પણ આપણા નેતાઓએ તેમની રાજનીતિમાં કયાંય ગાંધીવાદને સામેલ કરેલ નથી.

જયારે ગાંધીજીને તેમની ક્રૂર હત્યા બાદ જમુના નદીને કાંઠે અગ્નિ સંસ્કાર કરાયો ત્યારે કોને ખબર હતી કે દેશના આ રાષ્ટ્રપિતાને આપણો દેશ આટલી હદે વિસ્મરી જશે!

જો આપણા દેશને આજની સમગ્રતયા બેહાલીમાંથી ‘રામરાજય’માં પરિવર્તિત કરવો હશે તો ગાંધી વિચારધારાને સજીવન કરીને તેનો પ્રમાણિકપણે તથા પવિત્રતાપૂર્વક અમલ કરવો જ પડશે. એમની જન્મજયંતીના આ અવસરે આપણા રાજકર્તાઓને એમના આદર્શોને વિલંબ વિના અમલી બનાવવાની ફરજ પાડવી પડશે, અથવા તો ઘરભેગા કરવા પડશે!

જાણીતા લોક કવિ શ્રી દુલા ભાયા કાગએ લખેલા આ કાવ્યમાં આખે આખા ગાંધી બાપુનું સૂક્ષ્મ દર્શન થઈ જાય છે

ચોગરદમ અંધારાની માતાના મનમાં
એક દીવડો સળગાવી બેઠો વાણિયો:
દધિ સાતેને તળિયે હિમાલયને હૈયે,
હુતાશન સળગાવી બેઠો વાણિયો. ચોગરદમ…
સ્મશાને મુડદાઓને કાને કંઈ કીધું,
કંઈ મુડદાં જગાડી બોઠો વાણિયો:
હરિજનની નાવડલી નોધારીને તારી,
હંકારી નાવિક બનેલ વાણિયો. ચોગરદમ…
મદ સત્તાને બડીએ ભાંભરતાને ધોળ્યાં.
એક ધોળ્યો હાલ્યો ન એક વાણિયો:
જે ત્રાજવડે પૃથ્વી પાતાળોને તોળ્યાં.
ત્યાં તોળ્યો તોળાણો નઈ વાણિયો. ચોગરદમ…
અધઢાંકયો ઉભો જઈ સમ્રાટોને મ્હેલે.
પગ રોપી અંગદ સમાન વાણિયો.:
નિજ જનને કંકાસેથી કાયો, દિલ રોયો,
મુખ હસિયો આગું વિચારી વાણિયો. ચોગરદમ…
નિષ્ઠુરતાની માતાને સામે મળવા ગ્યો.
ત્યાં માખણ થઈને મળેલ વાણિયો;
નવ દાખે કોમળતા યમદૂતોને મળતાં.
શત વજો જેવો કઠોર વાણિયો. ચોગરદમ…
શત ધારા ચિકકરતી ગંગાજીને ઝીલવા,
ધરી મસ્તક ઉભો અડોલ વાણિયો ;
જટાજૂટમા ભરમાણી વિષ્ણુપદી મુંઝાણી.
અકળાણી એવો અધોર વાણિયો. ચોગરદમ…
ખખડયો નહિ ઘણ ઘાવે એરણ પર ખડખડતો,
યમદ્રારો ખખડાવી બેઠો વાણિયો;
સુત મહાદેવ કસ્તૂરબાને જયારે સળગાવ્યાં.
ખખડી ગ્યો એ ખોખડધજ વાણિયો. ચોગરદમ…
કાલિંદીને કિનારે યમુનાજીને આરે.
સૌ વારે, કુદી પડેલ વાણિયો;
વિષઘરનાં વિષ હરિયાં મણિધરની,
ફણિ પર નાચ્યો નિઠુર વાણિયો. ચોગરદમ
‘કાગ’ હિંસાને ગોળે જગ ઢોળે જળ રકતો ત્યાં,
અણહિંસક ખેલે અખાડે વાણિયો;
ગણ ભુતોના ભભકયા ઉતાવળથી ભ્રખવા,
ત્યાં ભરખી ગ્યો ભૂતાવળને વાણિયો, ચોગરદમ….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.