Abtak Media Google News

ભારતની પ્રથમ રાજ્યસભાની બેઠક

રાજ્ય સભાની પ્રથમ બેઠક ૧૩ મે ૧૯૫૨માં યોજાઇ હતી. રાજ્યસભા, કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ અથવા ઉપલા ગૃહ તરીકે પણ જાણીતી છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. રાજયસભાનાનું ક્યારેય વિસર્જન થતું નથી અને તેના એક તૃતિયાંશસભ્યો દર બે વર્ષે ચૂંટાય છે.

854252 Rajyasabha Pti 073119

સભ્યોની મુદત છ વર્ષની હોય છે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના ૨૫૦ સભ્યો છે, જેમાંથી ૧૨ સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા સમાજ સેવા, શિક્ષણ, સાહિત્ય, સંગીત, કલા, વિજ્ઞાન વગેરે ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન બદલ કરે છે.

રાજ્યસભાના અદયક્ષ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ બને છે. ડો. રાધાકૃષ્ણન રાજ્યસભાના પ્રથમ અદયક્ષ હતા.રાજ્યસભાના હાલના અદયક્ષ વૈક્યાં નાયડુ હતા.

Rajya Sabha

ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન રાજયસભાના ઉપાધયક્ષ કરે છે. રાજયસભાના હાલના ઉપાધયક્ષ હરિવંશ નારાયણસિહ છે રાજ્યસભાના સભ્ય બનવા માટે 30 વર્ષની ઉમર હોવી જોઈએ.

રાજયસભાની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી બે વખત મળવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.