Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. તમારી સફળતાનો ભરપૂર ઉપયોગ કરો. વ્યવસાયમાં તમારી કાર્ય પ્રણાલીમાં જે પરિવર્તન આવ્યું છે, તેમાં ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. થોડો સમય બાળકો તથા ઘરની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં પસાર થશે. આજે તમારી કોઇ વિશેષ યોગ્યતા અને આવડત લોકો સામે આવશે. ઘરમાં મહેમાનો આવવાથી વાતાવરણ સુખમય રહેશે.

વૃષભ રાશિફળ (Taurus):

થોડા મહત્ત્વપૂર્ણ કામ બની જવાથી રાહત અનુભવ થશે. વ્યવસાયમાં કોઇ અનુભવી વ્યક્તિનો સહયોગ અને સલાહથી અનેક અટવાયેલી ગતિવિધિઓ ફરીથી શરૂ થશે. તમારો આત્મવિશ્વાસ અને આત્મબળ પણ વધશે. આ સમયે રાજનૈતિક સંબંધોને વધાર મજબૂત કરો. પતિ-પત્નીના ઉત્તમ સંબંધ જળવાયેલાં રહેશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા ભાગ્યમાં વધારો કરશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે. ઘરમાં કોઇ માંગલિક આયોજનને લગતા કાર્યો સંપન્ન થઇ શકે છે.

મિથુન રાશિફળ (Gemini):

સમાજ અને પરિવારમાં તમારું માન-સન્માન વધશે. ભાઇઓ સાથે ચાલી રહેલો કોઇ વિવાદ પણ પૂર્ણ થશે તથા સંબંધ ફરી મધુર થઇ જશે. વધારે ભાવુકતા પણ નુકસાનદાયી સાબિત થઇ શકે છે. આ સમયે કોઇપણ નિર્ણય પ્રેક્ટિકલ થઇને લો. પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે. આજે તમારું ધ્યાન કોઈ ખાસ કામને પૂર્ણ કરવામાં રહેશે અને તેમાં તમે સફળ પણ થઈ જશો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ થોડો સમય પસાર કરવાથી તમને સુકૂન મળી શકે છે.

કર્ક રાશિફળ (Cancer):

વ્યવસાયિક ક્ષેત્રમાં થોડા મામલાઓ ગુંચવાઇ શકે છે. સંબંધીઓ તથા પાડોસીઓ સાથે સંબંધોમાં વધારે મધુરતા આવશે. બાળક પક્ષ તરફથી પણ સંતોષજનક સમાચાર મળી શકે છે. જો તમે તમારા દરેક કામને પ્રેક્ટિકલ રીતે પૂર્ણ કરવાની કોશિશ કરશો તો અવશ્ય જ સફળતા મળશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે.

સિંહ રાશિફળ (Leo):

વ્યવસાય કે નોકરીને લગતો કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય જાતે જ લો. તમારી સમજદારી દ્વારા લેવામા આવેલ નિર્ણય તમારી આર્થિક સ્થિતિને વધારે સારી કરી શકે છે. નજીકના મિત્ર કે સંબંધીઓના ઘરે મહેમાન બનીને જવાનો અવસર મળશે. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે. છેલ્લાં થોડા સમયથી વ્યવસાયિક સ્થળમાં કરેલાં ફેરફારથી આ સમયે સારું પરિણામ મળશે. તમને સફળતા ચોક્કસ મળશે.

કન્યા રાશિફળ (Virgo):

મિત્રો અને પરિવારના લોકો સાથે થોડા મનોરંજનને લગતા પ્રોગ્રામ બનશે. જો ઘરમાં રિનોવેશનને લગતી થોડી યોજના બની રહી છે તો તેને શરૂ કરવાનો યોગ્ય સમય છે. આ સમયે ફાયાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પણ પોઝિટિવ પરિણામ મળશે. પ્રેમ સંબંધને પારિવારિક સ્વીકૃતિ મળી શકે છે. કોઇપણ ડીલ કે લેવડ-દેવડને લગતા કાર્યોમાં વધારે સાવધાની રાખો. આજે તમે તમારી દિનચર્યા તથા વ્યવહારમાં થોડું પરિવર્તન લાવશો. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.

તુલા રાશિફળ (Libra):

પરિવારના સભ્યોને તેમની પોતાની રીતે કામ કરવા દો તથા તેમનો સહયોગ કરો. રોકાણને લગતા મામલે વધારે ધ્યાન કેન્દ્રિત રાખો. કોઇને રૂપિયા ઉધાર આપતા પહેલાં તેને ક્યારે પાછા આપવા છે તે નક્કી કરી લો. કેમ કે બ્લોક થઈ શકે છે. બાળકના કરિયરને લગતું કોઈ કામ ન બનવાથી તણાવ રહી શકે છે. તેમનું આત્મબળ જાળવી રાખવામાં તમારો સહયોગ જરૂરી છે. કાર્યક્ષેત્રમાં વ્યવસાયિક ગતિવિધિઓ થોડી ધીમી રહેશે. આજનો દિવસ મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવા માટે ખૂબ જ સર્વોત્તમ રહેશે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

આ સમય ગ્રહ ગોચર તમારા માટે થોડી સફળતા પ્રદાન કરી રહ્યું છે. બાળકો દ્વારા કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખયમ વાતાવરણ રહેશે. તમારું મોટાભાગનું ધ્યાન ભૌતિક સુખ સાથે જોડાયેલી વસ્તુઓ પર રહેશે, જેના કારણે તમારા માટે નાણાકીય બાજુને મજબૂત બનાવવું શક્ય બનશે. પરિસ્થિતિ તમારા માટે થોડી મુશ્કેલી અનુભવી રહી છે, પરંતુ તમારા વિચારોને નિયંત્રણમાં રાખીને કેટલીક બાબતોમાં સમાધાન કરવાની જરૂર પડશે. અત્યારે ભલે તમે સમાધાનને કારણે દુઃખી થઈ રહ્યા હોવ, પરંતુ ટૂંક સમયમાં જ પરિસ્થિતિ તમારા પક્ષમાં થઈ જશે.

ધન રાશિફળ (Sagittarius):

જીવનસાથી સાથે કોઇ વાતને લઇને હળવો વિવાદ થઇ શકે છે. સમય સાથે કરેલાં કાર્યોના યોગ્ય પરિણામ પણ તમને પ્રાપ્ત થશે. એટલે તમારી ઊર્જાને યોગ્ય દિશામાં લગાવો. કોઇ અપરિચિત વ્યક્તિ સાથે મુલાકાત તમને એક નવી દિશા પ્રદાન કરશે. ધર્મ-કર્મને લગતા કાર્યો અને સમાજસેવી સંસ્થાના સહયોગમાં તમારો સમય પસાર થશે અને તેનાથી તમને આત્મિક સુકૂન મળી શકે છે.

મકર રાશિફળ (Capricorn):

પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. વ્યવસાયિક સ્થળે તમારું માન-સન્માન અને વર્ચસ્વ રહેશે. અંગત જીવનમાં સંપૂર્ણ સંતુલન અનુભવવાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે કુટુંબ સંબંધિત જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવવાનો પ્રયાસ કરી શકશો. તમે તમારી આસપાસના લોકોને તમારી ક્ષમતા મુજબ મદદ કરી શકશો. તમારો સાથ તેમના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

કુંભ રાશિફળ (Aquarius):

તમે તમારા કાર્યક્ષેત્રમાં જે નવી નીતિઓ અને યોજનાઓ બનાવી છે, તેના ઉપર સંપૂર્ણ મહેનત કરો. તમારી કાર્યકુશળતા પણ વધશે. મનમાં ઉદભવતી ઈચ્છાઓ અને વર્તમાન સંબંધિત પરિસ્થિતિ વચ્ચે સંતુલન બનાવીને તમે નિર્ણય લઈને આગળ વધવાનો પ્રયાસ કરશો. તમને પ્રાપ્ત થયેલી મહત્વપૂર્ણ માહિતીની ચર્ચા કરવા માટે તમે અત્યારે તૈયાર ન પણ હોઈ શકો. પરંતુ તમને જે માહિતી મળી રહી છે તેનાથી તમારા માટે અનેક અવરોધોનો ઉકેલ શોધવાનું શક્ય બનશે.

મીન રાશિફળ (Pisces):

ઘરના વડીલ વ્યક્તિઓની સલાહથી સમસ્યાઓનું સમાધાન મળી શકશે. પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી અવ્યવસ્થાને દૂર કરવા માટે તમે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ પણ બનાવશો અને તેનાં સફળ પણ રહેશો. ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે. પારિવારિક તથા વ્યવસાયિક ગતિવિધિઓમાં સંતુલન જાળવી રાખવાથી સુખમય વાતાવરણ બની રહેશે. આ સમયે આર્થિક લાભને લગતી સારી શક્યતાઓ બની રહી છે. વિદ્યાર્થીઓ પણ પોતાના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત રાખે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.