Abtak Media Google News

મેષ (Aries):

આજે ધનલાભ થઈ શકે છે. તમારા નજીકના કોઈ વ્યક્તિની મદદ કરીને તમને સુખનો અનુભવ થશે. વિદ્યાર્થીઓને પણ પ્રતિયોગિતાને લગતી પરીક્ષામાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. અન્ય લોકોની આલોચનામાં ભાગીદાર ન રહો, તેનાથી તમારા સંબંધ ખરાબ થઈ શકે છે. સામાન્ય વાતે પણ મિત્રો સાથે વિવાદ થવાની શક્યતાઓ છે.

વૃષભ ( Taurus)

આજનો દિવસ આર્થિક સ્થિતિને વધારે સારી બનાવવામાં પસાર થશે. પરિવારમાં મોજ-મસ્તી અને સુખમય વાતાવરણ રહેશે. સંબંધોને સારા જાળવી રાખવામાં તમારું ખાસ યોગદાન રહેશે. યુવાઓ પોતાના કામના નવા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કોશિશ કરશે. બાળકોની ગતિવિધિઓ ઉપર નજર રાખો. તેમનું યોગ્ય માર્ગદર્શન કરવું તમારી જવાબદારી છે. કોઈપણ પ્રકારની યાત્રાને ટાળો તો સારું રહેશે કેમ કે તેમાં સમય ખરાબ થવા સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં.

મિથુન (Gemini):

તમે તમારી પારિવારિક અને વ્યવસાયિક જવાબદારીઓને યોગ્ય રીતે અંજામ આપી શકો છો. યશ કીર્તિ અને માન-સન્માનમાં વધારો થઈ શકે છે. અભ્યાસને લગતા કાર્યોમાં રસ રહેશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમે આગળ વધીને ભાગ લેશો. ભાઈ-બહેન સાથે સંબંધ થોડા ખરાબ થઈ શકે છે. પરંતુ પરિસ્થિતિ એટલી પણ નકારાત્મક નથી કે તમે પોઝિટિવિટી શોધી ન શકો. પરંતુ વાણી અને ગુસ્સા ઉપર કાબૂ રાખો નહીંતર તમારું કામ ખરાબ થઈ શકે છે.

કર્ક (Cancer):

આત્મવિશ્વાસ અને મનોબળ દ્વારા તમે કોઈ નવી સફળતા પ્રાપ્ત કરી શકો છો. કોઈ પ્રભાવશાળી વ્યક્તિત્વ સાથે તમારી મુલાકાત ધન પ્રાપ્તિના નવા રસ્તો ખોલી શકે છે. મનોરંજનને લગતા કાર્યોમાં વધારે ખર્ચ થવાના કારણે બજેટ ખરાબ થઈ શકે છે. એટલે તમારી ઇચ્છાઓ ઉપર કંટ્રોલ રાખો. નહીંતર વિવાદ થવાની શક્યતાઓ છે.

સિંહ (Leo):

આ સમય પ્રતિષ્ઠા વર્ધક છે. ભાગ્ય તમને સહયોગ કરી રહ્યું છે. ખાસ વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે છે. તમે તમારી વાતો દ્વારા તમામ વિઘ્નો પાર કરીને આગળ વધી શકો છો. ધ્યાન રાખો કે ક્યારેક વધારે વિચારવાથી સફળતા હાથમાંથી સરકી શકે છે. અટવાયેલાં સરકારી કાર્યોને પૂર્ણ કરતી સમયે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. બાળકોને લઈને તણાવ રહેશે

કન્યા (Virgo):

અભ્યાસ કરી રહેલાં જાતકો માટે સફળતાદાયક સમય છે. એટલે અકાગ્ર રહો. તમારી ઊર્જા અને શક્તિ વધારવા માટે સારા સાહિત્ય અને આધ્યાત્મિક કાર્યોમાં રસ લો. તેનાથી તમારા વ્યક્તિત્વમાં આશ્ચર્યજનક ફેરફાર આવી શકે છે. ઘરમાં કોઈ વાતને લઈને ક્લેશની સ્થિતિ બની શકે છે. ક્યારેક તમારો જિદ્દી સ્વભાવ અન્ય લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. એટલે સ્વભાવમાં થોડું લચીલાપણું જાળવી રાખો.

તુલા (Libra):

ઘરમાં મહેમાનો આવી શકે છે. જેના કારણે તમે દૈનિક કાર્યક્રમમાં પણ પરિવર્તન કરશો અને તમારી ઇચ્છા અને રસ પ્રમાણે દિવસ પસાર થશે. લોકો વચ્ચે કોઈની પણ આલોચના કે નિંદા કરશો નહીં. તેનાથી તેમની છાપ ખરાબ થઈ શકે છે. કોઈ અપ્રિય કે અશુભ સમાચારના કારણે પરેશાન રહી શકો છો. આર્થિક મામલે સાવધાની જાળવી રાખવી.

વૃશ્ચિક (Scorpio):

આજે તમે તમારી યોજનાઓને શરૂ કરશો. જેમાં રચનાત્મક કાર્યો મુખ્ય રહેશે. આજે તમે તમારા સ્વભાવમાં પોઝિટિવ પરિવર્તન લાવી રહ્યા છો તેના કારણે પરિવાર અને સંબંધીઓ વચ્ચે તમારી છાપ જળવાયેલી રહેશે. ઘરમાં કોઈ વડીલના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. હોસ્પિટલના ચક્કર પણ ખાવા પડી શકે છે. ઘરમાં વધારે ડિસિપ્લિન જાળવી રાખવી પારિવારિક લોકો માટે પરેશાની ઊભી કરી શકે છે.

ધન (Sagittarius):

આજે સમય જ્ઞાનવર્ધક અને મહત્ત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરવામાં પસાર થશે. કોઈ પ્રેરક વ્યક્તિ સાથે મુલાકાત થશે. માનસિક શાંતિ રહેશે. દૈનિક અને રોજિંદા કાર્યો પણ યથાવત ચાલતા રહેશે. તમારા વ્યક્તિગત મામલાઓને આજે ઇગ્નોર ન કરો. તમારા ઉપર કોઈ લાંછન લાગી શકે છે. તમને ભાવનાત્મક સપોર્ટની પણ જરૂરિયાત રહેશે. સરકારી મામલે પણ પરેશાની ઊભી થઈ શકે છે.

મકર (Capricorn):

આજે તમે તમારી અંદર એક અદભૂત ઊર્જા અને ઉત્સાહ અનુભવ કરશો. તમને કોઈ મહત્ત્વપૂર્ણ તક મળી શકે છે જેનો તમે આજે પૂર્ણ લાભ ઉઠાવવામાં સક્ષમ રહેશો. ઘણાં સમયથી અટવાયેલું ધન પણ આજે તમને મળી શકે છે. તમારી સામે અનેક પડકાર આવીને ઊભા રહેશે. જો તેનો સામનો કરશો તો તમને જીત મળી શકે છે. પરંતુ જો થોડા પણ પાછળ ઘસસો તો મોટું નુકસાન થઈ શકે છે. મન ક્યારેક નિરાશ રહી શકે છે.

કુંભ (Aquarious):

આજનો દિવસ લાભકારી છે. સમય સુખમાં પસાર થશે તથા દિલ ખોલીને પોતાના પરિવાર ઉપર ખર્ચ કરશો. અન્ય લોકોની નજરમાં તમારી છાપ વધારે સુધરશે અને સંબંધો પણ મજબૂત બનશે. મહેમાનોની અવર-જવર વધારે રહેવાથી તમે પરેશાન રહેશો. ભાઈ-બહેનો વચ્ચે મતભેદ વધવાની શક્યતા છે તેનું કારણ તમારા ગુસ્સા ઉપર કાબૂ ન રાખવાનું રહેશે. આ વાતોની અસર તમારી ઊંઘ ઉપર પણ પડશે.

મીન (Pisces):

ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. તમે જે કામ વિચારશો તેને પૂર્ણ કરીને જ રહેશો. ઊર્જાવાન અનુભવ કરશો તથા પરિવારના સભ્યો પ્રત્યે તેમની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં પણ તમારો સમય પસાર થશે. તમારી યોજનાઓને યોગ્ય રીતે શરૂ કરવા માટે તમારા વિચારોમાં નકારાત્મકતા ઊભી થવા દેશો નહીં. સાથે જ વાણી અને ગુસ્સા ઉપર પણ નિયંત્રણ રાખો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.