Abtak Media Google News

તા. ૩.૨.૨૦૨૩ શુક્રવાર

સંવંત ૨૦૭૯ મહા સુદ તેરસ

નક્ષત્ર : પુનર્વસુ  

યોગ : વિસકુમ્ભ   

કરણ : ગર    

આજે બપોરે ૨.૦૧ સુધી જન્મેલાંની  ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) રહેશે.


મેષ(અ,લ,ઈ):
પ્રોપર્ટી અંગે યોગ્ય  નિર્ણય લઇ શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.

વૃષભ(બ,વ,ઉ): નવા કાર્યમાં આગળ વધી શકો, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.

મિથુન(ક,છ,ઘ): ભાગીદારી માં કાળજી રાખવી પડે , આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.

કર્ક(ડ,હ): તમારા ખુદ માટે સમય કાઢી શકો, તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

સિંહ(મ,ટ): કેટલાક એવા બનાવ બને કે દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા અને ઉશ્કેરાટ રહે,સાંજ ખુશનુમા વીતે.

કન્યા(પ,ઠ,ણ): ગણતરી વિનાના સાહસ ના કરવા સલાહ છે આવક કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.  

તુલા(ર,ત): અગાઉ ના સમયમાં તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, કર્મના સિદ્ધાંતને સમજી શકો , શુભ દિન.

વૃશ્ચિક(ન,ય): ઇષ્ટદેવની આરાધનાથી લાભ થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.

ધન(ધ,ભ,ફ,ઢ ): દિવસ દરમિયાન દોડધામ રહે, સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,અંગત મિત્રો સાથે મતભેદ દૂર કરી શકો.

મકર(ખ,જ): જાહેરજીવનમાં ધ્યાન આપી શકો, આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.

કુંભ(ગ,સ,શ):હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું, વ્યક્તિગત દેખરેખથી કામ કરવું.    

મીન(દ,ચ,ઝ,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિથી વાતચીત થાય, મનની વાત વ્યક્ત કરી શકો.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.