Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

તમને આજે ક્ષેત્રમાં ટેક્નિકલ જ્ઞાન અને અનુભવનો લાભ મળશે. તમને ધર્મમાં રસ રહેશે. કોઈ જૂના મિત્ર અને સંબંધીનો સંપર્ક કરી શકો છે. સ્વાસ્થ્યની બાબતમાં તમારે જાગ્રત રહેવું પડશે. સંક્રમણનો સમય ચાલુ છે, સંયમ રાખો અને પરિવાર સાથે રહો. સંતુલિત ભોજન લો. આર્થિક મામલામાં આજનો દિવસ તમારી તરફેણમાં રહેશે. કોઈ યોગ્ય નિર્ણય પણ મળી શકશે.

વૃષભ રાશિફળ (Taurus):

આજે તમારું રોકાયેલુ કામ ચાલશે, તમારા ભાઈ-બહેનો સાથે સહયોગ અને સંકલન રહેશે. કોઈ રસિક કામ હાથમાં આવતા તમે આનંદિત થશો. આર્થિક મામલામાં તમે ચિંતિત છો. તમને સલાહ આપવામાં આવે છે કે કોઈ પણ જોખમી કાર્યમાં ભાગ ના લેવો, રોકાણની બાબતમાં સાવધાની રાખવી. આજે આ રાશિના લોકો માટે આજનો દિવસ માનસિક ગૂંચવળવાળો દિવસ બની શકે છે. તમારે વિવિધ કાર્યો અને યોજનાઓમાં સામેલ થવું પડી શકે છે.

મિથુન રાશિફળ (Gemini):

આજનો દિવસ સામાન્ય રહેશે. પારિવારિક જીવનનો આનંદ માણી શકશો, જીવનસાથીનો સહયોગ મળશે. જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવે તો સુખ પ્રાપ્ત થશે. સાથીઓ અને મિત્રોનો સહયોગ મળશે. ધર્મ અને શુભ કાર્ય પણ તમારા હાથમાં આવી શકે છે. વિદ્યાર્થીઓને વાંચન અને લેખનમાં રસ હશે. આજે આ રાશિના લોકોનું મનોબળ વધુ રહેશે. વિદ્યાર્થીઓએ ભણવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, મન ટેક્નિકલ ચીજો તરફ વધુ આગળ વધશે. આર્થિક મામલામાં ઉદ્યોગપતિઓ માટે આજનો દિવસ સારો છે.

કર્ક રાશિફળ (Cancer):

આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયક રહેશે, તમારી મહેનત સફળતાનો આધાર બનશે, નસીબથી વધુ અપેક્ષા ના રાખો. તમે કેટલીક જૂની બાબતો વિશે વિચારશો. આ રાશિના કેટલાક લોકો, આર્થિક મુદ્દાઓ અને સ્વાસ્થ્ય માટે ચિંતિત હોઈ શકે છે. કાર્યક્ષેત્રમાં દિવસ સામાન્ય રહેશે. આજે તમારા જ્ઞાનનો વિકાસ થશે. કાર્યસ્થળમાં પરિસ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ માર્કેટિંગ અને વેચાણથી સંબંધિત લોકો પર લક્ષ્ય દબાણ રહેશે. ધંધામાં લાભ વધશે. બાળકોના શિક્ષણ અંગે ચિંતા રહેશે.

સિંહ રાશિફળ (Leo):

આજનો દિવસ આ રાશિના લોકો માટે ઉતાર-ચઢાવથી ભરપૂર રહેશે. આજે ઉતાવળમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ના લેશો, નુકસાન થઈ શકે છે. નાના કામ પણ આજે મુશ્કેલી આપશે. ધંધામાં લાભ સામાન્ય રહેશે. આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, બેદરકારીથી બચો. દિવસની શરૂઆત રોમાંસથી થશે, પરંતુ વધારે પડતું ખાવાનું ટાળો. કાર્યક્ષેત્રમાં ભૂતકાળના અધૂરા કામ અને લક્ષ્ય પર દબાણ રહેશે.

કન્યા રાશિફળ (Virgo):

આ રાશિના લોકો માટે ક્ષેત્રમાં જવાબદારીઓનું દબાણ રહેશે, પરંતુ અધિકારીઓનો સહયોગ રહેશે. જો તમે કોઈ નવું કાર્ય અથવા યોજના શરૂ કરવાનું વિચારી રહ્યાં છો, તો આગળ વધો. આર્થિક મામલામાં દિવસ સામાન્ય રહેશે. પારિવારિક જીવનમાં તમને પિતા અને અનુભવી લોકોનો સહયોગ મળશે.

તુલા રાશિફળ (Libra):

કોઈપણ મહત્વપૂર્ણ વસ્તુની ખરીદી માટે તૈયાર થઈ શકો છો, પરંતુ બજેટ અને સંજોગોનો વિચાર કરવાથી હમણાં મૂડ બદલાઈ શકે છે. આ સમયે સંબંધીઓને લગતા થોડા વાદ-વિવાદ ઊભા થઈ શકે છે. દરેક સમસ્યાનું સમાધાન ખૂબ જ વ્યવહાર કુશળ રીતે કરો. ગુસ્સા અને આવેશથી પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. આજનો દિવસ તમારા માટે પ્રોત્સાહક છે. મોટા ભાઈ-બહેનોનો સહયોગ મળશે. તમે આજે સાહસ અને જોખમી કાર્યમાં પણ હાથ મિલાવી શકો છો. વેચાણ માર્કેટિંગ કરનારા લોકો આજે તેમના લક્ષ્યાંક વિશે વિચારશીલ રહેશે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

નોકરીમાં તમારા અનુરૂપ કામ ચાલશે. કોઈ ને કોઈ કારણસર તમે તમારા મનનો બોજ વધારતા જોવા મળે છે. જે પણ નકારાત્મક વિચારો આવી રહ્યા છે, તમારે તેને દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે. લોકો સાથે ચર્ચા કરીને પરિસ્થિતિના અન્ય પાસાઓને જાણવાનું શક્ય બનશે. તમારા મનમાં આવતા વિચારોને જ સત્ય ન માનીને પરિસ્થિતિને જાણવાનો પ્રયાસ કરો.

ધન રાશિફળ (Sagittarius):

ઘર વપરાશની વસ્તુઓ માટે ખરીદી કરી શકો છો. ભક્તિ અને અધ્યાત્મમાં રસ લેશો. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી તમારી મહેનત અને લગનથી વધારે લાભ પ્રાપ્ત થવાનો છે. કોઇ પારિવારિક સમસ્યામાં પણ તમારી હાજરી અને સલાહથી યોગ્ય સમાધાન મળી શકશે. વિદ્યાર્થીઓનું ધ્યાન પણ નવી-નવી જાણકારીઓને પ્રાપ્ત કરવામાં લાગશે.

મકર રાશિફળ (Capricorn):

ઘણા દિવસોથી અટકેલા કામ થોડા પ્રયત્નોથી પૂર્ણ થશે. તમને અનુભવી અને વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે. જે બાબતો તમને તણાવનું કારણ બની રહી હતી, તેને ઉકેલવાનો માર્ગ મળવાને કારણે તમે તમારા માનસિક સ્વભાવથી શાંતિ અને ઉકેલ અનુભવશો. જીવનના દરેક પાસાઓને કેવી રીતે સંતુલિત કરવું અને તમારી ઈચ્છા અનુસાર કાર્યને કેવી રીતે આગળ વધારવું તેના પર તમારું સંપૂર્ણ નિયંત્રણ હશે.

કુંભ રાશિફળ (Aquarius):

આર્થિક વ્યવહાર અને ધંધા માટે દિવસ સાનુકૂળ રહેશે. આજે લેખનમાં અને સર્જનાત્મક કાર્યોમાં પણ રુચિ રહેશે. વાણી ઉપર સંયમ રાખવો તમારા હિતમાં રહેશે. જૂની નકારાત્મક વાતોને આજ ઉપર હાવી થવા દેશો નહીં. તમારા વ્યવહારને પોઝિટિવ જાળવી રાખવા માટે મેડિટેશન કરો. બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખો તથા તેમની સાથે થોડો સમય પસાર કરો.

મીન રાશિફળ (Pisces):

કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની આર્થિક રૂપથી મદદ પણ કરવી પડી શકે છે. આવું કરવાથી તમને સુકૂન જ મળશે. જો તમે રોકાણ કરવા માગતા હો તો આજનો દિવસ સારો રહેશે. પારિવારિક જીવનમાં સુસંગતતા રહેશે, પરંતુ તમારે વાણી અને વર્તન પર સંયમ રાખવો પડશે. ઘર નિર્માણના કામ સાથે સંકળાયેલા લોકો માટે દિવસ ફાયદાકારક છે. આજે કોઈ નજીકના સંબંધી સાથે પ્રોપર્ટીને લગતા મામલે ગંભીર અને લાભદાયક ચર્ચા-વિચારણાં થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.