Abtak Media Google News

તા ૧૪.૬.૨૦૨૪ શુક્રવાર ,સંવંત ૨૦૮૦ જેઠ સુદ આઠમ , ઉત્તરાફાલ્ગુની   નક્ષત્ર ,સિદ્ધિ  યોગ,  વિષ્ટિ     કરણ આજે સવારે ૧૧.૫૪ સુધી   જન્મેલાંની ચંદ્રરાશિ   સિંહ (મ,ટ)  ત્યારબાદ કન્યા (પ,ઠ,ણ) રહેશે.


મેષ (અ,લ,ઈ) : સીધી સરળ વાતથી કાર્ય નહિ બને  એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.


વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. લાગણીના સંબંધોમાં સારું રહે.


મિથુન (ક,છ,ઘ) : તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો,  જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.


કર્ક (ડ,હ)  : ગણતરીપૂર્વકના સાહસ થી લાભ થશે, નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.


સિંહ (મ,ટ) :  બેન્ક વીમા વિગેરે કાર્ય કરીશ શકો, આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.


કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવા વિચારોથી લાભ થાય ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.  


તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય. અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.


વૃશ્ચિક (ન ,ય) : જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.


ધન (ધ,ભ,ફ,ઢ ):વેપારી વર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.


મકર (ખ,જ) : ગુરુકૃપા થી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.


કુંભ (ગ ,સ,શ) : બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.    


મીન (દ,ચ,ઝ,થ): પ્રણયમાર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય, વિવાહયોગ્ય મિત્રો માટે સારી  વાત આવી શકે છે,સુંદર દિવસ.


—-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી ૭૯૯૦૫૦૦૨૮૨

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.