Abtak MediaAbtak Media
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
  • National
  • Politics
  • Crime News
  • Sports
What's Hot
Today's Horoscope

આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગમતી વ્યક્તિથી મુલાકાત થાય

Rajkot: Neighbor woman threatened old man in Palm City

રાજકોટ : પામસિટીમાં વૃધ્ધને પાડોશી મહિલાએ ધમકી દીધી

162 years old Kothara Tirtha is being renovated

162 વર્ષ પ્રાચીન કોઠારા તીર્થનું થઈ રહ્યું છે ર્જીણોધ્ધાર

Facebook YouTube Instagram X (Twitter)
Trending
  • આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગમતી વ્યક્તિથી મુલાકાત થાય
  • રાજકોટ : પામસિટીમાં વૃધ્ધને પાડોશી મહિલાએ ધમકી દીધી
  • 162 વર્ષ પ્રાચીન કોઠારા તીર્થનું થઈ રહ્યું છે ર્જીણોધ્ધાર
  • GPSCની ચાર પ્રિલીમ પરીક્ષા વહીવટી કારણોસર મૌકૂફ
  • પૃથ્વીને ઠંડી પડતું રહસ્યમય ખનીજ મળી આવ્યું…
  • ખેલ સહાયકની આન્સર કીના 15 પ્રશ્નો સામે વિધાર્થીઓએ વાંધા ઉઠાવ્યા
  • ભારતીય કલા સંસ્કૃતિનો વૈશ્વિક “દબદબો” યોગ પછી ગુજરાતી ગરબાને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ
  • લોકસભાની ચૂંટણીમાં તમામ મતદાન મથકો ઉપરથી વેબકાસ્ટિંગ થાય તેવી શકયતા
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Facebook YouTube Instagram X (Twitter) WhatsApp
Abtak MediaAbtak Media
Live TV E-PAPER
Thursday, 7 December, 2023
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મોદી મેજીક!

    04/12/2023
    The popularity of 'AAP' MLA Chaitar Vasava has boosted the BJP

    ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતાથી ભાજપ ફફડી ઉઠ્યું છે

    30/11/2023
    BCCI only Indo-Pak. Black market of match tickets: Congress alleges

    BCCI જ ભારત-પાક. મેચની ટિકિટનું કાળા બજાર કરાવે છે: કોંગ્રેસનો આક્ષેપ

    13/10/2023
    By the grace of Dwarkadhish, Maulesbhai Ukani in politics?

    દ્વારકાધીશની કૃપાથી મૌલેશભાઇ ઉકાણી રાજનીતિમાં ?

    13/10/2023
    Shakitsinh Gohil in Bhavnagar for the first time after becoming the Congress state president: a huge applause rally

    કોંગ્રેસ પ્રદેશ અઘ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર શકિતસિંહ ગોહિલ ભાવનગરમાં: વિશાળ અભિવાદન રેલી

    11/10/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook X (Twitter) Instagram
Live TV
E-PAPER
Abtak MediaAbtak Media
You are at:Home»Dharmik News»Astrology»આજનું રાશિફળ: આજે આ રાશિના જાતકોએ આરોગ્ય બાબતે કાળજી રાખવી
Astrology

આજનું રાશિફળ: આજે આ રાશિના જાતકોએ આરોગ્ય બાબતે કાળજી રાખવી

By Abtak Media19/11/20224 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

મેષ રાશિફળ (Aries):

આજે બપોર પહેલા કોઇ સારા સમાચાર મળી શકે છે. કામના સ્થળે સહયોગીઓની મદદ મળશે, ટીમવર્કથી તમારું કામ સમયસર પૂરુ થશે. લેવડ-દેવડ અને વેપારમાં નુકસાન થઇ શકે છે. આરોગ્ય બાબતે કાળજી રાખવાની જરુર છે, બેદરકારી ના રાખતાં. કામના સ્થળે સાનૂકુળ પરિસ્થિતિ રહેશે. વેપારમાં લાભના સંજોગ છે. પરંતુ આજે વ્યવહાર પર ખાસ ધ્યાન આપજો, કોઇને સાથે અણબનાવ બનવાની આશંકા છે.

વૃષભ રાશિફળ (Taurus):

આજે આપનો દિવસ મિશ્રણભર્યો રહેશે. બપોર સુધી આકરી મહેનત કરવી પડશે. સાંજ સુધી લાભની તકો મળશે. સાંજના સમયે કામમાંથી સમય કાઢીને પાર્ટી કરી શકો છો. મિત્રો અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે. કોઇ ખાસ કામની ચિંતા હળવી બનશે. આજે ગુસ્સો વધારે આવશે તો અંકુશ જાળવી રાખજો. કેટલાક લોકોને આળસ આવશે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ખાસ ધ્યાન આપવું

મિથુન રાશિફળ (Gemini):

આજે તમારો દિવસ સારો વિતશે. તમારા સંબંધીઓ સાથે જૂના વિવાદોને દૂર કરવાની તક આપશે. ગુસ્સો આવી શકે છે, તો દિવસ દરમિયાન વાણી પર અંકુશ રાખવો જરુરી છે, નહીં તો પરિવારમાં વિવાદ વધશે. આજે એવો વિચાર આવી શકે છે જેના અમલ પર તમને ફાયદો થઇ શકે છે. આજે આ રાશિના લોકોએ આજે ટીમવર્કમાં કામ કરવું જોઇએ, જેથી સારા પરિણામ મળશે. વાતચીત દરમિયાન નવો આઇડિયા આવી શકે છે. મિત્ર માટે પ્રેઝન્ટ ખરીદતી વખતે ખર્ચ પર ધ્યાન આપવું.

કર્ક રાશિફળ (Cancer):

ભાવુકતામાં ખર્ચો વધે નહીં એની ખાસ કાળજી લેજો. તમને પ્રાપ્ત થઈ રહેલી જાણકારી અને ઈન્ફોર્મેશન પર ધ્યાન આપીને આગળની યોજનાઓ બનાવવાની જરૂર છે. મનમાં પેદા થઈ રહેલાં વિચારો પર ધ્યાન જરૂર આપો. કોઈ મહત્વપૂર્ણ વાતનો ઉકેલ આવતો જણાશે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કામ આગળ વધારજો. આજે આપ દિવસ દરમિયાન વ્યસ્ત રહેશો.

સિંહ રાશિફળ (Leo):

આજનો દિવસ શુભ રહેશે. કામનું પ્રેશર રહેશે, વ્યસ્ત રહેશો. બુદ્ધિ અને સમજશક્તિથી કરેલા કામથી આજે લાભ થશે. જૂની અડચણનો અંત આવી શકે છે. બીજાને સહાય કરશો તો તમને પણ મદદ મળશે. નાણાંકીય બાબતે અનુભવી લોકોની સલાહ લેવી હિતાવહ રહેશે. આજનો દિવસ મંગળમય રહેશે. શુભ દિવસનો લાભ ઉઠાવવો જોઇએ. કામના સ્થળે તાલમેલથી કામ કરવું અને સહ કર્મચારીઓ સાથે વિવાદમાં ઉતરતાં બચવું. આજે અનેક ઇચ્છાઓ પૂરી થશે.

કન્યા રાશિફળ (Virgo):

પ્રયત્ન કરવાથી જરુરી કામ પૂર્ણ થશે. કોઇ યોજનામાં સફળતા મળશે. કોઇ મિત્રની મદદથી છેલ્લાં થોડા સમયતી ચાલી રહેલી ચિંતા અને પરેશાનીઓથી રાહત મળી શકે છે. તમારી દિનચર્યા તથા વિચારશૈલીમાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. આ સમયે કોઇ પ્રકારની યાત્રાને ટાળો તો સારું રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસ પર ધ્યાન આપે. વેપાર અર્થે નવી ટેકનિક ફાયદામાં રહેશે.

તુલા રાશિફળ (Libra):

આજે જીવનમાં કંઇક ખાસ અનુભવ થશે, પરંતુ જોખમવાળા કામમાં ધ્યાન આપવું જરુરી છે. પરિવારમાં વિરોધીઓ છે તો આજે સાચવીને રહેવું. આજે એક સમયે એક જ કામ કરવાનો દિવસ છે, એકથી વધારે કામ તમને નુકસાન કરી શકે છે. આજનો દિવસ હળવો રહેશે. ઉતાવળમાં કામ કરતાં નુકસાન પહોંચી શકે છે. પ્રયત્ન કરતાં રહેશો તો અટકેલુ કામ પૂર્ણ થશે. બહાર નકામા ખર્ચા કર્યા વગર ઘરે પરિવાર સાથે સમય વિતાવજો, કારણ કે તમારો ખર્ચ વધારે છે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

મહેનતથી કામ કરતાં રહેશો તો સફળતા જરુર મળશે. ઘર-પરિવાર તથા સંબંધીઓ સાથે સુખમય સમય પસાર થશે. તમે તમારા વ્યવહાર કુશળતા તથા સમજદારી દ્વારા આર્થિક તથા વ્યવસાયિક મામલે સફળતા પ્રાપ્ત કરવામાં પણ સક્ષમ રહેશો. ઘરના સભ્યોને ઓનલાઇન શોપિંગ કરાવવામાં સુખ અનુભવ થશે. વધારે પ્રેક્ટિકલ થઇ જવું પણ થોડા સંબંધોમાં વિવાદ ઊભો કરી શકે છે. તમારા સ્વભાવમાં ભાવુકતા અને કોમળતા પણ જાળવી રાખો. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે.

ધન રાશિફળ (Sagittarius):

સાંજ સુધી લાભ થશે, મહેનતની કામ કરતા રહેજો. રોમાંસ મામલે આજનો દિવસ સારો છે, કેટલાક બિન જરુરી ખર્ચા આવશે. જે કામમાં ધાર્યા કરતાં વધુ સમય લાગી રહ્યો છે, તેની ચિંતા થશે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. થોડા દિવસોમાં મહત્વપૂર્ણ સમચાર મળવાથી ઘણી હદે તમને રાહત મળશે. સમસ્યાનો નિકાલ આવવામાં હજી સમય લાગશે. હાલ પોતાની અંદર સુધારો લાવો નકારાત્મક પહેલૂને ઓળખવાનો પ્રયાસ કરો.

મકર રાશિફળ (Capricorn):

સાંજ સુધી આ રાશિના લોકોને સારા સમાચાર મળી શકે છે. આજે રોકાણ કરવાનું વિચારી રહ્યો છો તો દિવસ શ્રેષ્ઠ છે. કામકાજ અંગે કાળજી રાખીને આગળ વધજો. બુદ્ધિ અને અનુભવને આધારે કામમાં પરિસ્થિતિઓ સાનૂકુળ બની રહેશે. સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમાઓ વધશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઈ સમસ્યાનું સમાધાન શોધવાથી રાહત મળશે. કોઈપણ મોટાં રોકાણ માટે સમય ઉત્તમ છે.

કુંભ રાશિફળ (Aquarius):

કામ અંગે પણ ખાસ તકેદારી રાખવી. કોઇ વાતને લઇને આજે ઉચાટ રહ્યા કરે. સાંજનો સમય પરિવાર સાથે વિતાવવાથી ખુશી મળશે. તમારા નજીકના મિત્ર અને સંબંધીઓ સાથે સંબંધોમાં ખટાસ આવવા દેશો નહીં. ક્યારેક મન પ્રમાણે કામ ન થવાથી અસહજ અનુભ કરશો. તમારી મનઃસ્થિતિ ઉપર કાબૂ રાખો. ખર્ચ કરતી સમયે તમારા બજેટનું ધ્યાન પણ રાખવું.

મીન રાશિફળ (Pisces):

પારિવારિક જીવનમાં જીવનસાથી સાથે સુમેળભર્યા સંબંધો રહેશે. આજે કોઇપણ કામ કરતાં પહેલા વિચારીને આગળ વધવુ હિતાવહ રહેશે. કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે.

abtak astrology astrology daily horoscope DHARMIK dharmik news hindu Horoscope Today's horoscope future today's zodiac zodiac
Share. Facebook Twitter WhatsApp
Previous Articleરવિવારે ઉત્પત્તિ એકાદશી: બે રીતે કરી શકાય વ્રત પરંતુ આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી
Next Article જામનગર LCBને મળી મોટી સફળતા: લાખોના મુદ્દામાલ સાથે 2 શખ્સને પકડી પાડયા
Abtak Media
  • Website

Related Posts

Today's Horoscope

આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગમતી વ્યક્તિથી મુલાકાત થાય

07/12/2023
162 years old Kothara Tirtha is being renovated

162 વર્ષ પ્રાચીન કોઠારા તીર્થનું થઈ રહ્યું છે ર્જીણોધ્ધાર

06/12/2023

માતા પાર્વતીએ એવું શું કર્યું કે દરિયાનું પાણી ખારું થઈ ગયું..?

06/12/2023
Add A Comment

Comments are closed.

Top Posts
Today's Horoscope

આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગમતી વ્યક્તિથી મુલાકાત થાય

07/12/2023
Rajkot: Neighbor woman threatened old man in Palm City

રાજકોટ : પામસિટીમાં વૃધ્ધને પાડોશી મહિલાએ ધમકી દીધી

06/12/2023
162 years old Kothara Tirtha is being renovated

162 વર્ષ પ્રાચીન કોઠારા તીર્થનું થઈ રહ્યું છે ર્જીણોધ્ધાર

06/12/2023
GPSC four prelim exams postponed due to administrative reasons

GPSCની ચાર પ્રિલીમ પરીક્ષા વહીવટી કારણોસર મૌકૂફ

06/12/2023

પૃથ્વીને ઠંડી પડતું રહસ્યમય ખનીજ મળી આવ્યું…

06/12/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021
business | modi

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks
Today's Horoscope

આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગમતી વ્યક્તિથી મુલાકાત થાય

Rajkot: Neighbor woman threatened old man in Palm City

રાજકોટ : પામસિટીમાં વૃધ્ધને પાડોશી મહિલાએ ધમકી દીધી

162 years old Kothara Tirtha is being renovated

162 વર્ષ પ્રાચીન કોઠારા તીર્થનું થઈ રહ્યું છે ર્જીણોધ્ધાર

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.