Abtak Media Google News

મેષઃ-

રાજનીતિ તથા કોર્ટને લગતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. જમીનને લગતા અટવાયેલાં કાર્યો પણ આગળ વધવાની શક્યતા છે. ધાર્મિક કાર્યોમાં રસ રહેશે તથા થોડું નવું કામ કરવામાં તમારો રસ રહેશે.ખર્ચ વધારે રહી શકે છે. આવકના સાધનમાં ઘટાડો આવવાના કારણે થોડો તણાવ રહી શકે છે. તમે જે કાર્યને કરવા ઇચ્છો છો તેમાં વિધ્ન આવવાથી મન નિરાશ રહી શકે છે. તમારી કોઈ ગુપ્ત વાત પણ ઉજાગર થઈ શકે છે.

વૃષભઃ-

રાજનીતિના ક્ષેત્રમાં વર્ચસ્વ પરાક્રમ વધશે. નવા-નવા લોકો સાથે સંપર્ક પણ સ્થાપિત થશે. મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિને પણ તમે સહજતા અને સરળતા સાથે સાચવી લેશો. ઘરના વડીલ વ્યક્તિની દેખરેખમાં પણ તમારો મુખ્ય સહયોગ રહેશે.કોઈ નજીકના સંબંધી પાસેથી કોઈ દુઃખદ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. જેના કારણે મન નિરાશ રહી શકે છે. કોઈ વારસાગત જમીનનો વિવાદ પણ અચાનક સામે આવી શકે છે.

મિથુનઃ-

પરિવારના સહયોગથી અટવાયેલાં કાર્યો પૂર્ણ થશે. સામાજિક જીવનમાં માન-સન્માન પણ વધશે. અન્ય લોકોની ભાવનાઓનું સન્માન કરવાથી લોકોનો તમારા પ્રત્યે વિશ્વાસ વધી શકે છે.ઉતાવળમાં લીધેલાં નિર્ણય બદલવા પડી શકે છે. એટલે કોઈપણ યોજના સમજી-વિચારીને લેશો તો યોગ્ય રહેશે. માતા-પિતાની ઇચ્છાઓને ઇગ્નોર ન કરો. તેમને યોગ્ય સન્માન આપો. વ્યવસાયિક સ્થિતિ સારી રહી શકે છે.

કર્કઃ-

દિવસ લાભકારી રહી શકે છે. મુશ્કેલમાં મુશ્કેલ સવાલનો પણ જવાબ તમે સરળતાથી આપી શકો છો. સમયની ગતિ તમારા પક્ષમાં છે. તેનો સદુપયોગ કરવો તમારી ક્ષમતા ઉપર નિર્ભર કરે છે. મિત્રો સાથે પણ સુખમય સમય પસાર થઈ શકે છે.કોઈપણ બહારના વ્યક્તિ સાથે અંતર જાળવી રાખો. તમે કોઈ ષડયંત્રનો શિકાર બની શકો છો. રોજિંદાના ઉપયોગની વસ્તુઓ ખરાબ થવાથી સુધાર કાર્યોમાં રૂપિયા ખર્ચ થઈ શકે છે.આજે કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અધૂરા પડેલાં કાર્યો ઝડપથી પૂર્ણ થઈ શકે છે.

સિંહઃ-

સમય માનસિક શાંતિ અને સંતોષદાયી છે. સંતાનના અનુકૂળ લગ્ન થવાથી મન પ્રસન્ન રહી શકે છે. ભાઈઓ સાથે પણ સંબંધોમાં મધુરતા વધશે. લાભાદાયી યાત્રા થઈ શકે છે. વૈભવને લગતી વસ્તુઓની ખરીદદારી શક્ય છે.દેવાથી છુટકારો મેળવવા માટે કોશિશ વધારે કરવી પડશે. મકાન કે દુકાનના નિર્માણ કાર્યો ઉપર ખર્ચ વધી શકે છે. જેના કારણે બજેટ ખરાબ થઈ શકે છે. કોઈ પ્રિય મિત્રની પરેશાનીના કારણે તમે પણ ડિસ્ટર્બ રહી શકો છો.વેપારને લગતી થોડી લાભદાયી યોજનાઓ બની શકે છે.

કન્યાઃ-

તમે આકરી મહેનત અને પરિશ્રમ દ્વારા તે બધું જ પ્રાપ્ત કરશો જેની તમને ઇચ્છા હતી. સફળતા અને ભાગ્ય ઉન્નતિના રસ્તા પ્રબળ થઈ શકે છે. તેનો ઉપયોગ કરવો તમારી ક્ષમતા ઉપર નિર્ભર કરે છે. યુવાઓ પણ કોઈ સફળતા પ્રાપ્ત કરવાથી તણાવમુક્ત રહી શકે છે.તમારા ગુસ્સાને કંટ્રોલમાં રાખો તથા ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. આ સમયે હાથમાં રૂપિયા આવતા-આવતા કોઈ જગ્યાએ અટકી જશે. જેના કારણે મન નિરાશ રહી શકે છે. બેચેનીના કારણે કામમાં પણ કોઈ પ્રકારની બેદરકારી રહી શકે છે.વેપારને લગતા કોઈ રોકાણ વગેરે મામલાઓમાં સાવધાની રાખશો તો સારું રહેશે.

તુલાઃ-

તમારી યોગ્યતા અને ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરો. કોઈપણ વિઘ્નની ચિંતા કર્યા વિના તમે આગળ વધી શકો છો. ઘરમાં મહેમાનોની અવર-જવર રહી શકે છે. જેથી પરિવારના લોકોમાં સુખમય સમય પસાર થઈ શકે છે.કોઈ મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઈ જવા કે ચોરી થવાની શક્યતા છે. જેના કારણે થોડા કામ અધૂરા રહી શકે છે. નકારાત્મકતા પણ હાવી થઈ શકે છે. સાથે જ મહેમાનોની અવર-જવર પણ તમારા માટે મહત્ત્વપૂર્ણ કાર્યમાં વિઘ્ન લાવી શકે છે.

વૃશ્ચિકઃ-

આજે લોક કલ્યાણ અને સમાજ સેવાના કાર્યોમાં ધન ખર્ચ થઈ શકે છે. આવું કરવાથી તમને સુખ મળી શકે છે. તમારા કોઈ લક્ષ્યની પ્રાપ્તિ પણ આજે શક્ય છે. નજીકના સંબંધી કે મિત્રની મદદ કરવામાં તમારો સમય પસાર થશેઆ વાતનું પણ ધ્યાન રાખો કે તમે કોઈ ષડયંત્રનો શિકાર બની શકો છો. તમારા રૂપિયા અચાનક કોઈ જગ્યાએ ફસાઈ શકે છે જેના કારણે તમારો મૂડ ખરાબ થઈ શકે છે. કાર્યોમાં થોડા વિઘ્ન કે પરેશાની પણ આવી શકે છે.કામકાજના મામલે તમારા વિરોધીઓથી સાવધાન રહો

ધનઃ-

આજે વધારેમાં વધારે સમય ઘરમાં જ પસાર થશે. તમારી અંદર એક વિશેષ આકર્ષણ શક્તિ રહેશે. જેના કારણે તમારો અન્ય લોકો સાથે સંબંધ વધારે મધુર બનશે. સમય માન અને પ્રતિષ્ઠા વર્ધક છે.ઘરમાં કોઈ વ્યક્તિના સગાઈને લગતા કોઈ નિર્ણય લેવામાં પહેલાં તેના ઉપર સારી દેખરેખ કરો કેમ કે કોઈ પ્રકારનો દગો મળી શકે છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે નહીં.કાર્યક્ષેત્રમાં ઘણાં સમયથી જે મંદી ચાલી રહી હતી, આજે આશાની કોઈ નવી કિરણ જોવા મળી શકે છે.

મકરઃ-

સંપત્તિને લગતો વિવાદ કોઈની દખલ દ્વારા ઉકેલાઈ શકે છે. જેથી મનમાં સંતોષ રહેશે. આર્થિક સ્થિતિઓ પહેલાં કરતા વધારે સારી રહશે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ પણ આયોજિક થઈ શકે છે.ખોટા કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો, જેના કારણે તમારા અને તમારા પરિવાર માટે સમય મળી શકશે નહીં. વાહનને લગતું કોઈ નુકસાન થવાની શક્યતા છે. કોઈ નજીકના મિત્રને રૂપિયા ઉધાર આપવા પડી શકે છે.કોઈ રાજનેતા કે અધિકારી સાથે મુલાકાત તમારા ભાગ્યને બળ પ્રદાન કરી શકે છે.

કુંભઃ-

કાર્યક્ષેત્રમાં પાર્ટનર સાથે ચાલી રહેલાં વિવાદ અને ગેરસમજનો અંત આવી શકે છે. આજનો સમય અનુકૂળ છે. બેંક રોકાણ જેવી આર્થિક ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો. અચાનક જ કોઈ જૂના મિત્રના મળવાથી તમે પ્રસન્ન રહેશો. સમય ખૂબ જ શાંતિદાયક છે. તેનો ભરપૂર ઉપયોગ કરોપરિવારના કોઈ સભ્યનું નબળું સ્વાસ્થ્ય ચિંતા કરાવી શકે છે. ભાઈઓ સાથે પણ મનમુટાવની સ્થિતિ રહી શકે છે. એટલે થોડો સમય સાવધાનીપૂર્વક પસાર કરો. દરેક કાર્યને ગંભીરતાથી લેવું.કામકાજમાં નવી તકનીક અને હુનરનો ઉપયોગ કરો જેથી ઉત્પાદન ક્ષમતા વધી શકે છે.

મીનઃ-

સંતાનના અભ્યાસ કે લગ્નને લગતી વાતો આગળ વધશે. ધર્મ અને અધ્યાત્મિક કાર્યોમાં પણ સમય પસાર થશે. તમારા સારા સ્વભાવના કારણે લોકો તમારું સન્માન કરશે. આર્થિક પક્ષ સારો રહેશે.યુવાઓ ઇચ્છાપૂર્તિ માટે થોડી ખરાબ રીતનો ઉપયોગ કરી શકે છે. જેના કારણે તેઓ મુશ્કેલીમાં પડી શકે છે. એટલે નકારાત્મક ગતિવિધિઓથી દૂર રહો. કરિયરને લગતી વાતોમાં પણ સાવધાની જાળવવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.