Abtak Media Google News

તા. ૯.૫.૨૦૨૩ મંગળવાર,

સંવંત ૨૦૭૯ વૈશાખ વદ ચોથ,

નક્ષત્ર: મૂળ

યોગ: સિદ્ધ

કરણ: કૌલવ

આજે જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,મહત્વના કાર્ય સ્વર બાજુ કરવા.

વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,દિવસ મધ્યમ રહે.

મિથુન (ક,છ,ઘ) : ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો,દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

કર્ક (ડ,હ) : શત્રુઓથી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે,અંગત લોકોમાં મતભેદ રહી શકે .

સિંહ (મ,ટ) : સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.

કન્યા (પ,ઠ,ણ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.

તુલા (ર,ત) : નોકરિયાતવર્ગને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્ય માં લાભ મેળવી શકો.

વૃશ્ચિક (ન,ય) : આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): મિત્રોની મદદ મળી રહે,કામકાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.

મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું,વધુ વિશ્વાસે ના ચાલવું.

કુંભ (ગ,સ,શ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.

મીન (દ,ચ,ઝ,થ): નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો,આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.

 

-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણ
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.