Abtak Media Google News

Table of Contents

તા. ૩૧.૫.૨૦૨૪ શુક્રવાર ,સંવંત ૨૦૮૦ વૈશાખ વદ આઠમ , શતતારા   નક્ષત્ર , વિષ્કુમ્ભ  યોગ, તૈતિલ     કરણ આજે રાત્રે

૧૧.૦૯ સુધી    જન્મેલાંની ચંદ્રરાશિ   કુંભ (ગ ,સ,શ) ત્યારબાદ મીન (દ ,ચ ,ઝ ,થ)  રહેશે.


મેષ (અ,લ,ઈ) : મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.


વૃષભ (બ,વ,ઉ) : ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.


મિથુન (ક,છ,ઘ) : સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક દિવસ.


કર્ક (ડ,હ): તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો, પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.


સિંહ (મ,ટ) : અટવાયેલા કાર્ય પૂર્ણ થાય, કોર્ટ કચેરીમાં સારું રહે, ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે
આવે.

કન્યા (પ,ઠ,ણ) : લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ  થાય ,અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.


તુલા (ર,ત) : સવાર બાજુ દોડધામ રહે,સાંજ ખુશનુમા વીતે,ઈચ્છીત પરિણામ મેળવી શકો, શુભ દિન.


વૃશ્ચિક (ન,ય) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય, વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે!.


ધન (ધ,ભ,ફ,ઢ): આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો, સત્સંગથી સંશયો દૂર થાય , શુભ દિન.


મકર (ખ,જ) : વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે .


કુંભ (ગ,સ,શ ) : તમે તમારી જાત સાથે રહી શકો,શોખ અને આનંદની બાબતો કરી શકો, મનોમંથન કરી શકો.


મીન (દ,ચ,ઝ,થ): સવાર બાજુ થોડી કામગીરી રહે,  તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય,અંતરાયો દૂર થાય.


—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી ૭૯૯૦૫૦૦૨૮૨

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.