Abtak Media Google News

તા. ૩૧.૫.૨૦૨૩  બુધવાર

સંવંત ૨૦૭૯  જેઠ સુદ અગિયારસ

ભીમ અગિયારસ

નક્ષત્ર: હસ્ત

યોગ: વ્યતિપાત  

કરણ: બવ

આજે સાંજે ૬.૩૦ સુધી   જન્મેલાંની ચંદ્રરાશિ  કન્યા (પ ,ઠ ,ણ) ત્યારબાદ તુલા (ર,ત) રહેશે.

મેષ (અ,લ,ઈ): તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,જાહેરજીવનમાં સારું રહે. એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.

વૃષભ (બ,વ,ઉ): કામકાજમાં  વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે,બેચેની જેવું લાગ્યા કરે , મધ્યમ દિવસ.

મિથુન (ક,છ,ઘ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.

કર્ક (ડ,હ): તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.સ્ત્રીવર્ગને સારું રહે. વેપારીવર્ગને મધ્યમ.

સિંહ (મ,ટ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો. ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.

કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,લોકો તમારી સલાહ માને અને આદર આપે , આગળ વધી શકો.

તુલા (ર,ત) :  તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,કલા સંસ્કૃતિમાં રસ લઇ શકો ,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

વૃશ્ચિક (ન ,ય ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

મકર (ખ ,જ ) : કામકાજ માં સફળતા મળે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.

કુંભ (ગ ,સ,શ ): અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.

મીન (દ ,ચ ,ઝ ,થ): માનસિક ટેન્શન રહ્યા કરે,કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.

 

ભારત વિશ્વગુરુ તરીકે સમગ્ર વિશ્વ સામે આવશે

 કેટલીક ઘટનાઓ તવારીખમાં લખવામાં આવે છે અને એવો જ અધ્યાય આપણી લોકશાહીના લલાટ પર લખવામાં આવ્યો છે અને નવા સંસદભવનનું ઉદ્ઘાટન થવા પામ્યું છે. ૨૮ મે રવિવારે અનેક સુંદર યોગ વચ્ચે આ અપ્રતિમ સંસદભવનનું ઉદ્ઘાટન થવા પામ્યું છે ત્યારે તે વખતની જન્મકુંડળી જોઈએ તો સિંહાસનની રાશિ સિંહમાં જ ચંદ્ર છે અને ચંદ્રેશ સૂર્ય દશમભાવમાં સ્થિત છે જે સબળ સાશનનું નિર્માણ કરે છે.

ભાગ્યમાં બુધ ગુરુ રાહુની યુતિ છે જે સંઘર્ષ પછી ભારતવર્ષની સફળતા સૂચવે છે ચાંડાલ યોગ અને બારમે મંગળ આગામી દિવસોમાં કેટલાક કડક પગલાંનું સૂચન કરે છે અને ભારતવર્ષ સામે બહાર થી આવી રહેલા પડકારો પણ સૂચવે છે પરંતુ ધર્મસ્થાનમાં જ ગુરુ મહારાજ હોવા થી ભારત વિશ્વગુરુ તરીકે સમગ્ર વિશ્વ સામે આવશે તેમાં શંકાને સ્થાન નથી.

વળી કેન્દ્રમાં શનિ સ્વગૃહી શશયોગનું નિર્માણ કરે છે જે ભવિષ્યની રાજનીતિને રાષ્ટ્રલક્ષી બનાવે છે અને દેશહિતમાં ઘણું સારું કાર્ય થતું પણ જોવા મળશે અને દેશવાસીઓ દેશપ્રેમથી આગળ વધતા જોવા મળશે. બારમે મંગળ ક્યાંક ક્યાંક ઉગ્રતા અને વિરોધ દર્શાવે છે પરંતુ સમગ્ર ચાર્ટ સારો બનતો હોય આ સંસદભવન ભારતવર્ષની લોકશાહીને વધુ મજબૂતી આપતું જોવા મળશે.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

        ૭૯૯૦૫૦૦૨૮૨

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.