આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ મુશ્કેલ

અબતક, રાજકોટ
હ્રીમ ચિંતના શ્રીજી

મેષ રાશિફળ : આજે તમારે વાણી પર સંયમ રાખવાની જરૂર. કુટુંબમાં કોઈ પણ જાતનો વિવાદ કરવો નહી.આજના દિવસ દરમિયાન તમારે બહારનુ જમવું નહી નહિતર સ્વસ્થ્ય પર અસર થઈ શકે છે.

વૃષભ  રાશિફળ: આજે આ રાશિના જાતકોને કાયદા કાનૂનના કેસમા સફળતા મળશે. આજે તમને વારસાઈ સંપત્તિ મળવાના ઉત્તમ યોગ છે.

મિથુન  રાશિફળ: આજે આ રાશિના જાતકોને દરેકે કાર્યમાં વિલંબ થશે. નાની મોટી મુસાફરી પણ શક્ય છે જેનાથી તમને લાભ થશે. પોતાની સાવધાની રાખીનેં બહાર નીકળવું.

કર્ક રાશિફળ: આજે તમારા પાર્ટનર સાથે કોઈ અનબન ના થાય તેનું ધ્યાન રાખવું. નોકરી ધંધામાં વિવાદ સર્જાઈ શકે છે. કામ વગર કોઈ સાથે ચર્ચા કરવી નહી.

સિંહ રાશિફળ: આજે કોઈ આકસ્મિક હોસ્પિટલનો ખર્ચો આવી શકે છે. આજે આ રાશિના જાતકોએ ઘરની બહાર બિનજરૂરી નીકળવું નહી. બહારનુ ખાવુ પીવું નહી તબિયત બગડી શકે છે.

કન્યા રાશિફળ: ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે. જો છેલ્લા દિવસોથી શરીરમાં કોઈ સમસ્યા હોય તો તેમાં સુધારો થશે. બાળકો તરફથી સારા સમાચાર મળવાના સંકેત છે.

તુલા રાશિફળ : આજે તમને તમારા ધંધામાં નવા ઓડર મળશે અને વૃદ્ધિ થશે. દરેકે કામમાં પોતાના કુળદેવીનો ભગ રાખવો તેનાથી તમારી ખુબજ પ્રગતિ થશે અને ખુબજ આગળ વધશો.

વૃશ્ચિક  રાશિફળ: આજે આ રાશિના જાતકોને નાના ભાઈ બેનથી લાભ થશે. આજે તમને દરેક ક્ષેત્રમાં લાભ મળશે. કરિયરમાં તમને મિત્રોનો સહયોગ પણ મળશે. સાસરિયાઓથી લાભનો યોગ છે.

ધન રાશિફળ: આજે તમારે ગજકેસરી યોગ સર્જાય છે. તમને અચાનક ફસાયેલા નાણાં મળે. સંપત્તિ છૂટી  થશે કોઈ નિવારણ આવે. આકસ્મિક ધનલાભનો પણ યોગ છે.

મકર રાશિફળ: આજે તમે નવો ધંધો વિકસાવી શકો છો. નવા લોકોને મળવાથી લાભ થશે. નોકરીમાં ગુપ્ત દુશ્મનો હેરાન કરશે જે સાંજે મુશ્કેલીનું કારણ બની શકે છે. તમારી ગુરુ પ્રત્યેની ભક્તિ અને નિષ્ઠાને પૂર્ણ રાખો.

કુંભ રાશિફળ : આજે તમારી રાશિમાં ગજ કેસરી યોગ થાય છે, જે આપના ધારેલા બધા જ કામ પર પડાવશે. આજે આપનેં ચાંદી ખરીદવાથી ખુબજ લાભ થશે.

મીન રાશિફળ: આજે તમારે ગુરુ ચંદ્ર સાથે ગજકેસરી યોગ છે આકસ્મિક ધન લાભ થશે. ફસાયેલા નાણાં પાછા મળશે. જૂની ઉઘરાણી પરત મળશે. આજે ખીર ખાવાથી તમને ખૂબ લાભ થશે.