Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

આજનો દિવસ લાભકારક છે. આજે તમારા વર્તનથી સંબંધિત તમામ વિવાદોનું સમાધાન થઈ શકે છે. નવા પ્રોજેક્ટ પર પણ કેટલાક કામ શરૂ થઈ શકે છે. જમીન અને સંપત્તિના મામલે પરિવાર અને આસપાસના લોકો થોડી મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરશે. આ સમય તમને કોઈ અટવાયેલું વ્યક્તિગત કાર્ય કોઈ રાજનૈતિક વ્યક્તિની મદદથી ઉકેલાઈ શકે છે.

વૃષભ રાશિફળ (Taurus):

આજે પરસ્પર ક્રિયા-પ્રતિક્રિયામાં સંયમ અને સાવધાની રાખવી. ધ્યાનમાં રાખો કે તમારી આસપાસના લોકો સાથે સંઘર્ષની કોઈ શક્યતા નથી. કોઈ શુભ કાર્યની ચર્ચા થઈ શકે છે. ભાગ્યમાં વિશ્વાસ રાખો અને આત્મવિશ્વાસથી કાર્ય કરો. રાત્રે પરિસ્થિતિમાં વધુ સુધારો થશે. આજે નવી યોજના અને કોઈ ધાર્મિક સ્થળની મુલાકાતથી મન પ્રસન્ન થશે. કાયદાકીય વિવાદમાં વિજય અને સ્થાળાંતરની યોજનાઓ સફળ થઈ શકે છે.

મિથુન રાશિફળ (Gemini):

દિવસે મુશ્કેલીઓ હોવા છતાં, શકિતમાં વધારો થશે. પરિવારમાં સુખી પરિવર્તન આવશે. તમારા બનતા કાર્યોમાં મોટાભાગે વિઘ્ન આવવાનું કારણ તમારી બેદરકારી અને આળસ જ રહેશે. તમારા આ અવગુણોને અટકાવશો તો તમારા વ્યક્તિત્વમા વધારે નિખાર આવી શકે છે. ખોટા વાદ-વિવાદથી દૂર રહો તો સારું. આજે સાવધાની અને જાગૃતિનો દિવસ છે. ધંધાના કિસ્સામાં જો તમે થોડું જોખમ લેશો તો મોટો ફાયદો થવાની આશા છે. રોજિંદા કાર્યોથી આગળ કેટલાક નવા કાર્યોમાં પ્રયાસ કરો.

કર્ક રાશિફળ (Cancer):

આજનો દિવસ ખૂબ વ્યસ્ત રહેવાનો છે. પરંતુ ધર્મ અને અધ્યાત્મનો અભ્યાસ કરવા થોડો સમય આપવો સારો રહેશે. ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓ તમારા કામમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરશે. શુભ કાર્યોમાં રાત્રિનો સમય વિતાવશો. આજે ખૂબ ક્રિએટિવ દિવસ છે. એટલે કે આજે તમે કોઈપણ રચનાત્મક કાર્ય પૂર્ણ કરવામાં આખો દિવસ પસાર કરી શકો છો. મુસાફરોને જે કામ સૌથી પ્રિય છે તે આજે કરવામાં આવશે.

સિંહ રાશિફળ (Leo):

સાથીદારોની સહાયથી તમે આજે આરામ કરી શકશો. પરિવારમાંથી મદદ મળશે. ઘરમાં કોઈ નજીકના સંબંધીના આવવાથી મનોરંજન અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. કોઈ ધાર્મિક આયોજન પણ પૂર્ણ થઈ શકે છે. યુવાઓ પોતાની પ્રતિભાને ઓળખે. સંપૂર્ણ ઊર્જા સાથે પોતાના ભવિષ્યને લગતા કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત રાખે. આજનો દિવસ તમારા સ્વાસ્થ્ય માટે સાવચેત રહેવાનો છે.

કન્યા રાશિફળ (Virgo):

આજનો દિવસ લાભકારી રહેશે. બિઝનેસમાં જોખમ લેવાનું આજે ફાયદાકારક રહેશે. મુશ્કેલીઓને ધીરજ અને તમારા નરમ વર્તન દ્વારા સુધારી શકાય છે. તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને તમે જે કંઈપણ આજે ઈચ્છી રહ્યાં છો તે મેળવી શકો છો. તમારો આજનો દિવસ ખૂબ જ મજબુત છે. દિવસ દરમિયાન લાભની તકો મળશે. તેથી કાર્યાત્મક બનો.

તુલા રાશિફળ (Libra):

પરિવારમાં સુખ અને શાંતિનો આનંદ માણો. જો નોકરી કે ધંધામાં કોઈ નવીનતા લાવી શકો તો ભવિષ્યમાં ફાયદો થશે. કાર્યમાં નવું જીવન મળશે. ભાવનાઓનો પ્રભાવ આજે તમારા પર વધુ વધતો જોવા મળશે. તમે દરેક પરિસ્થિતિને લાગણીથી જોશો, જેના કારણે તમે નિર્ણય લેતી વખતે દુવિધા અને માનસિક અસ્વસ્થતા બંને અનુભવી શકો છો. આજનો દિવસ સામાન્ય છે. વહેંચાયેલા વેપારથી ભાગીદારીમાં મોટો ફાયદો થશે. રોજિંદા ઘરના કામકાજને સંભાળવાની આજની સુવર્ણ તક છે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

આજનો દિવસ ખૂબ સર્જનાત્મક છે, તમે જે પણ કાર્ય સમર્પણ સાથે કરો છો તેમાં સફળતા મળશે. અધૂરા કામ પતાવશો, મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે. ઓફિસમાં તમારા વિચારો મુજબ વાતાવરણ બનશે અને તમારા સાથીઓ પણ તમારો સાથ આપશે. થોડા નકારાત્મક વિચાર ધરાવતા વ્યક્તિઓ તમારી નિંદા કરી શકે છે. ચિંતા ન કરો, તમારું કોઇ જ નુકસાન થશે નહીં. બેંકિંગના કાર્યોને કરતી સમયે વધારે સાવધાની જાળવી રાખવાની જરૂરિયાત છે.

ધન રાશિફળ (Sagittarius):

કદાચ આજે તમારે તમારા પુત્ર અને પુત્રીના સંબંધમાં કોઈ મોટો નિર્ણય લેવો પડશે. પ્રામાણિકતા અને નિયમોની કાળજી લો. આજે મોટાભાગનો સમય પારિવારિક જવાબદારીઓને પૂર્ણ કરવામાં પસાર થશે. જો કોઈ રાજકીય કાર્ય અટવાયેલું છે તો તેને આજે પૂર્ણ કરવાની કોશિશ કરો. સમય અનુકૂળ છે. થોડો સમય બાળકો સાથે પસાર કરવાથી તેમનું મનોબળ વધશે.

મકર રાશિફળ (Capricorn):

હવામાનના બદલાવથી વિકાર પેદા થઈ શકે છે. ખાવા-પીવામાં બિલકુલ બેદરકારી રાખશો નહીં. ધંધાની દ્રષ્ટિએ દિવસ આનંદદાયક રહેશે. ઉતાવળમાં કોઈ ભૂલ થઈ શકે છે, તેથી બધું કાળજીપૂર્વક કરો. અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ ન કરો. આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારો સરળ સ્વભાવનો થોડા લોકો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. વધારે ચર્ચા-વિચારણાં કરવામાં સારી તક તમને ગુમાવી શકો છો.

કુંભ રાશિફળ (Aquarius):

તમે હજી પણ કેટલીક લાગણીઓને સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકશો નહીં પરંતુ તેમના કારણે થતી અગવડતાને દૂર કરવી તમારા માટે સરળ રહેશે.કોઈ અંગત માટે કેટલાક પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. નવી તક તમારી આજુબાજુ છે, તેને ઓળખી લેવી તે તમારા પર નિર્ભર છે.કઇ વસ્તુઓ તમને ખુશી આપે છે અને કઇ બાબતોથી તમે નારાજગી અનુભવો છો, તમે તેના પર પૂરતું ધ્યાન આપશો અને તે મુજબ તમારામાં અને તમારી આસપાસની પરિસ્થિતિમાં પરિવર્તન લાવવાનો તમારો પ્રયાસ રહેશે.

મીન રાશિફળ (Pisces):

તમારી ફિટનેસ માટે કરવામાં આવેલી કોશિશનું અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે. સોસાયટીને લગતા કોઈ મામલે તમારો પ્રસ્તાવ નિર્ણાયક રહેશે. આજે શુભ પ્રસંગોમાં જોડાવાની તક મળશે. સમાજમાં ગૌરવ હોવાના કારણે તમારી ખ્યાતિ વધશે. આ સિવાય આજે જે લોકો ધંધામાં છે તેઓને સાંજના પાંચ વાગ્યા સુધીમાં એક ખાસ ડીલ ફાઇનલ થશે. રાજ્ય તરફથી વિશેષ સન્માન મેળવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.