Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

%E0%Aa%Ae%E0%Ab%87%E0%Aa%B7

કરિયરની દૃષ્ટિએ આજનો દિવસ ખાસ રહેશે, ધનલાભની શક્યતાઓ પણ છે. આજે તમારી ખાસ ડીલ ફાઇનલ થશે. સારી સ્થિતિમાં રેહશો. પ્રિયજનો સાથે વાત કરતી વખતે વાણી પર સંયમ રાખવો.  આજે તમે પોતાને શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ અનુભવ કરશો. કઠોર મહેનત દ્વારા કોઇપણ પરેશાનીમાં ઉકેલ શોધવામાં સક્ષમ રહેશો. ઘરમાં મહેમાનોની અવર-જવરથી વાતાવરણ સુખમય રહેશે.

 

વૃષભ રાશિફળ (Taurus):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B7%E0%Aa%Ad

આજે તમારા મનમાં કેટલીક નવી યોજનાઓ આવશે જેનાથી ધન લાભ થશે. કાર્યમાં તમારાથી સિનિયર વ્યક્તિનો સહયોગ મેળવવાનો પ્રયાસ કરો. વડીલોનું સન્માન કરો, પારિવારિક મુદ્દાઓ પર પણ વાત કરવી પડશે. આ સમયે તમારી કોઇ વિશેષ સફળતાના કારણે ઘર અને સંબંધોમાં માન-સન્માન વધશે. તમે કોઇપણ પારિવારિક સમસ્યાને એકબીજાની સલાહ અને સમજણ દ્વારા ઉકેલવામાં સક્ષમ રહેશો.

મિથુન રાશિફળ (Gemini):

%E0%Aa%Ae%E0%Aa%Bf%E0%Aa%A5%E0%Ab%81%E0%Aa%A8

કાર્યમાં સફળતા મળવાથી તમારું મનોબળ વધશે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના રહેશે. ડિલ્સ વધી શકે છે. જૂના મિત્રોને મળવાનું શક્ય બનશે. વિવાહિત જીવનમાં ઉર્જા રહેશે. દૈનિક કાર્યોને સરળતાથી અને સુગમતાથી પૂર્ણ કરવાની કોશિશ કરો. ઘરના રિનોવેશન અને સારી દેખરેખની ગતિવિધિઓમાં વધારે સમય પસાર થશે. તમે તમારી પ્રતિભાના બળે તમારા વ્યક્તિગત કાર્યોને યોગ્ય રીતે અંજામ આપશો.

કર્ક રાશિફળ (Cancer):

%E0%Aa%95%E0%Aa%B0%E0%Ab%8D%E0%Aa%95

ધંધાકીય સોદામાં નફો થઈ શકે છે. રોકાયેલા પૈસા મળવાથી તમે ખુશ થશો. નકામી બાબતોમાં સમય બગાડો નહીં. એક સાથે બે કામ ન કરો. પરિવારમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. કોઇ નજીકના મિત્રની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ સમય તમારા માટે ઉન્નતિદાયક છે, તેનો યોગ્ય સહયોગ કરો. સામાજિક ગતિવિધિઓમાં તમારો રસ જળવાયેલો રહેશે.

સિંહ રાશિફળ (Leo):

%E0%Aa%B8%E0%Aa%Bf%E0%Aa%82%E0%Aa%B9

શારીરિક સમસ્યાના કારણે કાર્ય પ્રભાવિત થઈ શકે છે. વડીલોના શબ્દો દુઃખી કરી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. અચાનક નાણાંકીય લાભ પણ થઈ શકે છે.  ઘરમાં માંગલિક કાર્યોને લગતી યોજના બનશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલો તણાવ દૂર થશે તથા માનસિક શાંતિનો અનુભવ કરશો. આવક અને વ્યયમાં પણ યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે. પરિવાર સાથે શોપિંગમાં પણ યોગ્ય સમય પસાર થશે.

કન્યા રાશિફળ (Virgo):

%E0%Aa%95%E0%Aa%A8%E0%Ab%8D%E0%Aa%Af%E0%Aa%Be

કાર્યસ્થળ પર પુષ્કળ મહેનત રહેશે, જેનાં પરિણામો ભવિષ્યમાં સુખદ આવશે. સ્વાસ્થ્યમાં સુધારો થવાની સંભાવના છે, તમે કોઈપણ જૂના રોગથી છુટકારો મેળવી શકો છો. તમારી સાથે કોઈ વાતને લઈને સમસ્યા વધી શકે છે. લાભકારી સમય છે. ક્યાંકથી શુભ સમાચાર મળશે. વાહન કે જમીનની ખરીદદારી પણ શક્ય છે. સામાજિક મેલજોલ વધશે. બાળકોને પોતાના માતા-પિતાનો સહયોગ મળી શકશે. કોઇ ધાર્મિક સ્થાને પણ જવાની તક મળી શકે છે.

તુલા રાશિફળ (Libra):

%E0%Aa%A4%E0%Ab%81%E0%Aa%B2%E0%Aa%Be

જે લોકો લાંબા સમયથી પોતાનું સ્થાન બદલવાની યોજના બનાવી રહ્યા છે તેઓ સફળ થશે. શક્તિમાં વધારો થશે. આર્થિક લાભ મળવાની પ્રબળ સંભાવના છે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પારિવારિક સમસ્યાઓને ધૈર્ય અને સંયમથી ઉકેલવામાં સક્ષમ રહેશો. તમે તમારી વ્યવહાર કુશળતા દ્વારા ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જાળવી રાખશો.

 

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B6%E0%Ab%8D%E0%Aa%9A%E0%Aa%Bf%E0%Aa%95

પ્રિયજનોના શબ્દો મનમાં વાગી શકે છે. શારીરિક સમસ્યાઓ વધી શકે છે. અટકેલા કામો અંગે ચિંતા થવી સ્વાભાવિક છે, ધીરજ રાખો. આર્થિક નુકસાન થઈ શકે છે, સાવચેત રહો. આ સમય સુખદાયક તથા શાંતિદાયક છે. તમને તમારી વ્યસ્તતાના યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે. જીવનમાં ખૂબ જ સહજ અને સરળ પ્રતીત થશે. અન્ય કરતા વધારે આગળ જવાની ઇચ્છા તમારા આત્મબળ તથા કાર્યક્ષમતાને વધારશે.

ધન રાશિફળ (Sagittarius):

%E0%Aa%A7%E0%Aa%A8

નસીબથી તકો મળી શકે છે, નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. નકામી બાબતોમાં સમય બગાડો નહીં. તમારી સાથે કોઈ વાતને કારણે વિવાદ વધી શકે છે. પૈસા ખર્ચતા પહેલા વિચારી લો નહિ તો ભવિષ્યમાં પસ્તાવું પડી શકે છે.  તમારા વિચારો કાર્યને શરૂ કરશે. તમારા અનુભવોથી પ્રેરણા લઇને તમે એક સંદર ભવિષ્યની તરફ આગળ વધવાની કોશિશ કરશો. રચનાત્મક કાર્યમા રસ વધશે. સમાજ સેવી સંસ્થા સાથે જોડાવવાની તક મળી શકશે.

મકર રાશિફળ (Capricorn):

%E0%Aa%Ae%E0%Aa%95%E0%Aa%B0

બધાને સાથે રાખીને આગળ વધવાનો પ્રયાસ કરો. પરિવર્તન અંગે ચિંતા થઈ શકે છે. ભાઈઓ વચ્ચે કોઈ વાતને લઈને તણાવ વધી શકે છે. લાંબા સમયથી અટવાયેલા પૈસા સરળતાથી મળી શકે છે..  તમારા બાળકોને દરેક ઉત્તમ વસ્તુ આપવા માટે કોશિશ કરતા રહો. બાળકોને શિષ્યતા અને સંસ્કાર આપવામાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. ભવિષ્ય માટે નવી-નવી યોજનાઓ બનશે. તમારો ઈશ્વર પ્રત્યે વિશ્વાસ પણ વધશે.

કુંભ રાશિફળ (Aquarius):

%E0%Aa%95%E0%Ab%81%E0%Aa%82%E0%Aa%Ad

પતિપત્ની વચ્ચે વિવાદ વધી શકે છે, જેના કારણે ઘરનું વાતાવરણ તણાવપૂર્ણ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેતો છે. અટકેલા કામો અંગે ચિંતા રહેશે, પરંતુ સમય જતાં કામ પૂરા થવા લાગશે. સામાજિક સીમા વધશે. નવી જવાબદારીઓ નિભાવવામાં સક્ષમ રહેશો. તમારી પ્રતિભા ઉભરીને સામે આવશે. વિદ્યાર્થીઓ યોગ્ય દિશામાં કોશિશ કરશે તો સારી સફળતા મળી શકે છે. કોઇ પ્રિય વ્યક્તિ પાસેથી ભેટ મેળવીને હાર્દિક સુખ મળશે.

મીન રાશિફળ (Pisces):

%E0%Aa%Ae%E0%Ab%80%E0%Aa%A8

એક પછી એક સમસ્યા વધી શકે છે. નાણાકીય સ્થિતિ બગડી શકે છે. સમજદારીપૂર્વક ખર્ચ કરો, અણધાર્યા નુકસાનની શક્યતાઓ બની રહી છે. પરંતુ સારી વાત છે કે પરિવારનો સહયોગ મળશે.. – આ સમય થોડો મિશ્રિત પ્રભાવ આપશે. તમારા મનગમતા કાર્યોને મહત્ત્વ આપો, તેનાથી તમને માનસિક સુકૂન મળશે. ઘરમાં સાફ-સફાઈ તથા સુધારને લગતા કાર્યોમાં પણ તમારી મદદ મળશે. કોઇ પ્રિય સાથે બેસીને તમે તમારું દુઃખ વ્યક્ત કરશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.