આજનું રાશિફળ: આજે આ રાશિના જાતકોને નોકરી-ધંધામાં મળશે ખૂબ જ સફળતા

અબતકરાજકોટ
હ્રીમ ચિંતના શ્રીજી

1.મેષ રાશિ: આજે આપનેં નોકરી ધંધામાં ખુબજ આગળ વધવાના યોગ છે. આજે નવા કામ હાથમાં લઈ  શકો છો.આજે આપે ગાયનેં લીલું ઘાસ ખવડાવવું જોઈએ.

2.વૃષભ રાશિ: આજે મિત્રોથીં લાભ થશે. નાના ભાઈથી પણ લાભ થશે. પાડોસી પણ તમને તમારા કર્યોમાં ઉપયોગી બનશે. આજે તમારે કબૂતરનેં મગ ખવડાવવા જોઈએ.

3.મિથુન રાશિ: આજે આપનેં કુવાનુ પાણી પીવું જોઈએ. તે પાણી ખુબજ ભાગ્ય ચમકાવનારુ બનશે.આજે આપે લીલી મગની દાળ કોઈ ગરીબનેં દાનમાં આપવી જોઈએ.

4.કર્ક રાશિ: આજે આપે પાણીથી દૂર રહેવું હિતાવહ છે. આજે આપ કોઈના વાહન પર બેસવું નહીં. આજે આપે લીલા કપડાંનુ દાન આપવું જોઈએ.

5.સિંહ રાશિ: આજે આપનેં મોસાળ પક્ષથી સારો લાભ મળશે. આજે આપ અબોલ જીવોનેં ગોળ ખવડાવો તો ખુબજ લાભ થશે.

6.કન્યા રાશિ: આજે આપનેં નાની બહેન નાના ભાઈથીં ખુબ જ લાભ થશે. આજે ક્યાંક રોકેલા નાણાં આપનેં ખુબ જ લાભકારી બનશે. આજે આપે મગનુ ખીચું ગરીબોમાં વહેચવું જોઈએ.

7.તુલા રાશિ: આજે આપનેં નોકરીમાં સાથે કામ કરતા લોકોથી લાભ થશે. આજે નોકરી ધંધામાં નવી ઑફર આવે તે સ્વીકારી લેવી. આજે આપે લીલા ચણા ઘોડાનેં ખવડાવવા જોઈએ.

8.વૃશ્ચિક રાશિ: આજે આપનેં પૂર્વ દિશાના વ્યક્તિ વ્યવસાયથી ખુબ જ લાભ થશે. આજે આપે ડેહી ગોળ ગાયનેં ખવડાવવો જોઈએ.

9.ધન રાશિ: આજે આપનેં કરિયાણાના ધંધામાં ખુબ જ લાભ થશે. આપને ખુબજ સારૂ ફળ મળશે.આજે આપે લીલા નાળિયેર કોઈ ગરીબનેં દાનમાં આપવા જોઈએ.

10.મકર રાશિ: આપનેં આજે માટીના કોઈ પણ વ્યવસાયથી અને માટીમાથી નીકળતી કોઈ પણ વસ્તુથી ખુબ જ લાભ થશે. આજે આપે સૂકા ચણા ગરીબોનેં આપવા જોઈએ.

11.કુંભ રાશિ: આજે આપનેં પોતાની પત્ની અને બેનથી ખુબ જ લાભ થશે. આજે આ ઘરના સદસ્યોને કૈક વસ્તુ લાવીને ગિફ્ટમાં આપવી. આજે આપે મગ કબૂતરનેં ખવડાવવા.

12. મીના રાશિ: આજે આપે નોકરીની નવી તક આવશે તકને ઝડપી લેવી. ધંધામાં સફળતા સારી મળશે. આજે આપે લીલું ઘાસ ગાયનેં ખવડાવવું જોઈએ તે ખુબ જ લાભકારી નીવડશે.