Abtak Media Google News


તા
. ૩૧..૨૦૨૩ મંગળવાર

સંવંત ૨૦૭૯ મહા સુદ દશમ

નક્ષત્ર: રોહિણી  

યોગ: બ્રહ્મ  

કરણ: વણિજ  

આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ  વૃષભ (,,) રહેશે.

મેષ (,,): આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.

વૃષભ (,,): સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.

મિથુન (,,): ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે ,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.


કર્ક (,): થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.


સિંહ (,) : જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે. દિવસ લાભદાયક રહે.


કન્યા ( , , ): આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે ,પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.


તુલા (,): પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે ,વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,દિવસ ખુશનુમા વીતે.


વૃશ્ચિક ( , ) : નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે ,ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા  મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.


ધન ( , , , ): અંગત વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે વળી હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.


મકર ( , ): વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.


કુંભ ( ,, ): આજના દિવસે તમારા રસના વિષયો માં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.


મીન ( , , ,): આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે ,ભાઈ ભાંડુ સુખ સારું રહે,અંગત મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.


જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

મંગળવારે જન્મેલા મિત્રોમાં ટીમવર્ક કરવાની સારી ભાવના હોય છે

છેલ્લા ઘણા સમયથી અત્રે હું અસ્તના શનિ વિષે અને રોજગાર વિષે લખી રહ્યો છું શનિ કર્મના કારક ગ્રહ છે તે અસ્તના થાય છે ત્યારે રોજગાર બાબતે ઘણી બાધા  ઉભી કરે  છે અને અનેક કર્મચારીઓ છુટ્ટા થયા છે તો બીજી તરફ સરકારી નોકરી મેળવવા માટેની પરીક્ષાઓમાં પણ પેપર લીક થવાના કારણે અંતરાયો આવી રહ્યા છે જેની સીધી અસર નવી ભરતી પર પડવાની છે વળી બિહારમાં નોકરી માંગી રહેલા ઉમેદવારો પર લાઠીચાર્જ થવા પામ્યો છે  આ ઉપરાંત અગાઉ લખ્યા મુજબ પાકિસ્તાન અંદરથી અનેક યુદ્ધ લડી રહ્યું છે અને પેશાવરમાં મોટો બ્લાસ્ટ થવા પામ્યો છે.

આજ રોજ ૩૧.૧.૨૦૨૩અને  મંગળવાર છે. મંગળવારે જન્મેલા લોકો જોમ જુસ્સા થી ભરેલા હોય છે જે તેમને ગમતું કાર્ય યોગ્ય રીતે સોંપવામાં આવે તો દિન રાત જોયા વિના કાર્ય પૂર્ણ કરે છે. મંગળ સેનાપતિ છે માટે મંગળવારે જન્મેલા મિત્રોમાં ટીમવર્ક કરવાની સારી ભાવના હોય છે અને તેઓ નેતૃત્વ કરી સારું પરિણામ મેળવતા હોય છે તેમનામાં એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે અને યૌવનનો તરવરાટ વ્યાપેલો જોવા મળે છે પરંતુ મંગળવારે જન્મેલા મિત્રો જલ્દીથી ગુસ્સે થઇ જતા જોવા મળે છે.

વળી ધાર્યું ના થાય તો જીવનમાં મોટા વિક્ષેપ અનુભવે છે તેમનામાં લાગણીના આવેગો પણ હોય છે અને એને અનુરૂપ વાતાવરણ ના મળે તો વિદ્રોહ પણ કરે છે અને કોઈ વિરોધમાં કે અવાજ ઉઠાવવામાં તેઓ મોખરે હોય છે અને આવા મિત્રોની કુંડળીમાં મંગળ સાથે શનિની ભૂમિકા આવતી હોય તો તેઓ કોઈ પણ ભોગે પોતાનું ધાર્યું કરાવતા હોય છે. મંગળવારે જન્મેલા મિત્રોએ વિવાહ આદિ બાબતોમાં વિશેષ કાળજી લેવી પડે છે.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨ 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.