Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

દિવસની શરૂઆતમાં વધારે વ્યસ્તતાના કારણે મન થોડું વિચલિત રહી શકે છે. તમારા કર્મચારીઓનો તમને પૂર્ણ સહયોગ મળશે. લગ્નજીવન સુખદ રહેશે. લોકો સાથે મુલાકાતમાં સારો સમય પસાર થશે તથા સંબંધોમાં નવી તાજગી અનુભવ કરશો. કોઇ જૂના રોગથી રાહત મળી શકે છે. ફાયનાન્સને લગતા કાર્યોમાં સારી સફળતા મળશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. રાજનીતિમાં પરોક્ષ રીતે લાભની પ્રાપ્તિ થશે.

વૃષભ રાશિફળ (Taurus):

જો વ્યવસાયમાં સ્ટાફ અને વ્યવસ્થામાં થોડો ફેરફાર ઇચ્છો છો તો સમય યોગ્ય છે. લગ્ન, સગાઈ જેવા કાર્યક્રમોની તૈયારીમાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારા અંગત સપના અને મહત્ત્વકાંક્ષાઓ માટે કોશિશ કરવાનો સમય છે. વધારે કામના કારણે તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપી શકશો નહીં. દિવસ શાંતિથી પસાર થશે. વ્યવસાયમાં તમારા વિરોધીઓ સાથે સાવધાન રહેવાની જરૂરિયાત છે. સ્વાસ્થ્ય સારું રહેશે

મિથુન રાશિફળ (Gemini):

વધારે ભાગદોડના કારણે થાક અને માથાનો દુખાવો પરેશાન કરી શકે છે. મિત્રો તથા સંબંધીઓ પાસેથી સહયોગ મળશે. સંબંધોના મામલે ખૂબ જ વધારે સહજ તથા વિનમ્રતાથી કામ લેવું પડશે. પારિવારિક વાતાવરણ મધુર જળવાયેલું રહેશે. કાર્યસ્થળમાં માનહાનિ જેવી કોઇ સ્થિતિ બની શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમને થોડા એવા લોકો મળશે જે તમારી ઉન્નતિમાં મદદગાર સાબિત થશે. વ્યવસાયમાં અટવાયેલાં કાર્યો ફરી શરૂ થશે.

કર્ક રાશિફળ (Cancer):

કારોબારમાં સુધાર આવશે. કામનો ભાર વધારે રહેવાથી સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી કરશો. બધા કામ સમયે પૂર્ણ થવાથી મનમાં સંતોષ જળવાયેલો રહેશે. વિવાદિત મામલે કોઇની દખલથી ઉકેલ લાવવાની કોશિશ કરો. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે તથા સહયોગ પણ પ્રાપ્ત થશે. નવો વેપાર શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. તમે ગમે તેટલી સાવધાની જાળવશો, પરંતુ કોઇને કોઇ નુકસાન તો થશે જ. પેટમાં દુખાવાની પરેશાની રહી શકે છે.

સિંહ રાશિફળ (Leo):

તમારી કોઇ ગુપ્ત યોજના જાહેર થવાથી કોઇ અન્ય વ્યક્તિ તેનો ફાયદો ઉઠાવી શકે છે. કોઇ વાતને લઇને જીવનસાથી સાથે મનમુટાવ થઇ શકે છે. આજે તમારી કોઇ કલ્પના સાકાર થશે. યુવાઓએ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવી પડશે. કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થવાથી આત્મવિશ્વાસ અને સ્વયોગ્યતાનો અહેસાસ થશે. ઘરની વ્યવસ્થા ઉત્તમ અને અનુશાસિત જળવાયેલી રહેશે. પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતાં લોકો યોજનાઓને પૂર્ણ કરવા માટે ભરપૂર મહેનત કરશે. વધારે તણાવની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

કન્યા રાશિફળ (Virgo):

વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો. આજે તમારી ગમતી જગ્યાએ જઇને સમય પસાર કરવાથી તણાવમુક્ત અને સુખમય અનુભવ કરશો. શારીરિક રૂપથી ફિટ અને તંદુરસ્ત રહેશે.કપડાના વેપારીઓ માટે સમય અને ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સંતાનના કરિયરને લગતા કોઈ વિઘ્ન આવવાથી મન નિરાશ રહી શકે છે. આ સમયે બાળકોનું મનોબળ જાળવી રાખવું જરૂરી છે. ધ્યાન રાખો કે તમે તમારી કોઈ જિદ્દના કારણે તમારું નુકસાન કરી શકો છો.

તુલા રાશિફળ (Libra):

કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. ભવિષ્ય સંબંધિત દરેક કામની યોજના પર નિયંત્રણને કારણે તમને નિરાશા થશે. દરેક વાત પર નિયંત્રણ રાખવું જરૂરી છે, પરંતુ સમય અનુસાર તેમાં બદલાવ પણ જરૂરી છે. આ વાત સમજવાની કોશિશ કરો. તમારી જીદ અને અહંકારને કારણે માનસિક રીતે તમને તકલીફ વધશે. આ સમયે ભાવુકતા અને ઉદારતા તમારી નબળાઇ રહેશે. સોશિયલ મીડિયા અને પ્રેમ પ્રસંગોથી અંતર જાળવી રાખવું પડશે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio):

પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિએ સમય ઉત્તમ છે. કારોબારમાં કોઇ નવી સફળતા તમારી રાહ જોઇ રહી છે. રાજનૈતિક તથા મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક બનાવવા લાભદાયક સાબિત થશે. દરેક કામને પ્રેક્ટિકલ થઈને પૂર્ણ કરવાની કોશિશ કરો. વધારે ભાવુકતા અને ઉદારતા જેવો સ્વભાવ તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે. ઘણાં સમય પછી નજીકના સંબંધીઓ સાથે ગેટ-ટુ-ગેધર થઈ શકે છે.

ધન રાશિફળ (Sagittarius):

મહેમાનોની આગતા-સ્વાગતામાં તમે કોઇ ખામી રાખશો નહીં. જેથી તમારા સંબંધોમાં મધુરતા વધશે. લગ્નજીવન સુખદ રહેશે. પરિવારના લોકો સાથે મળીને બનાવવામાં આવેલી યોજનામાં સફળતા મળશે. ઘરની જવાબદારી નિભાવતા સમયે દરેક વ્યક્તિનો સહયોગ મળશે. કોઈ પણ વાત કે જવાબદારી એકલા નિભાવવાની કોશિશ ના કરો. તમે માનસિક અને શારીરિક રીતે થાકેલા હોય લોકો દ્વારા મળી રહેલી મદદનો સ્વિકાર કરો.

મકર રાશિફળ (Capricorn):

કોઇ પાસેથી ધનની લેવડ-દેવડ કરતી સમયે સાવધાની જાળવવાની જરૂરિયાત છે. સમય અતિ ઉત્તમ ફળદાયી છે. આ સમયે તમે જે પણ કામ કરવાનું ઇચ્છો છો, તેમાં સફળતા પ્રાપ્ત થશે. ઘણાં સમયથી કોઈ અટવાયેલાં કાર્યો આજે પૂર્ણ થવાની શક્યતા છે. એટલે કોશિશ કરતા રહો. બપોર પછી ગ્રહ સ્થિતિ ખૂબ જ અનુકૂળ થઈ શકે છે. પરિવારના કોઇ વડીલ સભ્ય દ્વારા તમને કોઈ પ્રકારનો લાભ થઈ શકે છે.

કુંભ રાશિફળ (Aquarius):

યુવા વર્ગ લક્ષ્ય પ્રાપ્ત કરવાથી સુકૂન અનુભવ કરશે. સંબંધો વધારે ખરાબ ન થાય તેનું ધ્યાન આજે રાખવું પડશે. તમારો સાદગીભર્યો વ્યવહાર લોકોને તમારા તરફ આકર્ષિત કરશે. જે સમસ્યા સામે તમે અત્યાર સુધી ઝઝૂમી રહ્યા હોય તેનો ઉકેલ મળી જવાના કારણે આગળનો રસ્તો સ્પષ્ટ થઇ જશે. મનમાં જે ઉદાસીનતા રહે છે તે સંપૂર્ણ દૂર નહીં થાય પરંતુ ઘણી હદ સુધી તમે સારું મહેસુસ કરી શકશો. આજે એવી બાબતો પર ધ્યાન આપવું પડશે જેના કારણે જીવનમાં સરળતા રહે.

મીન રાશિફળ (Pisces):

તમારા કોઇ સારા કામના કારણે લોકો તમારું વિશેષ સન્માન કરશે. કોઇ અશુભ સમાચાર મળવાની શક્યતા છે. પારિવારિક મામલે વધારે દખલ ન કરો. આર્થિક સ્થિતિ સારી રહેશે. તમે તમારી યોગ્યતા અને પ્રતિભા દ્વારા કોઈ ખાસ સફળતા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. પિતા કે પિતા સમાન કોઈ વ્યક્તિની સલાહ અને માર્ગદર્શનનું અનુસરણ કરવું તમારા માટે હિતકારી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.