Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):  ઘરમાં માંગલિક કાર્યોના આયોજનથી મન પ્રસન્ન અને વ્યસ્ત રહેશે. મિત્રોની મદદથી વેપારમાં નવા રસ્તા મળશે. આવક વધવાથી અને આકસ્મિક ધનપ્રાપ્તિથી મનોબળ મજબૂત બનશે. આજે ખાવા-પીવામાં ધ્યાન આપજો. જીવનસાથી સાથે ઉત્તમ સમય પસાર થશે. આજે કાર્યક્ષેત્રે જવાબદારીમાં વધારો થશે, જેનાથી પદ-પ્રતિષ્ઠા વધશે. સાસરી પક્ષથી સંબંધોમાં મીઠાશ આવશે અને પારિવારિક બિઝનેસમાં ભાઇઓનો સહયોગ મળશે.

વૃષભ રાશિફળ (Taurus):  કામમાં વધુ મહેનત કરવી પડશે અને આવકમાં વધારો થશે. બૌદ્ધિક કાર્યો અને લેખનથી આવક વધશે. માતા પક્ષથી ખાસ સહયોગ મળશે અને પરિવારમાં પ્રેમ અને ઉત્સાહ વધશે. સંતાન પક્ષે ઉચ્ચ શિક્ષણ અને સાર્થક પરિણામ મળશે. ભાઇ-બહેનોનું ખાસ ધ્યાન રાખજો અને એમની જરુરિયાતો પૂરી કરશો. માતાના આરોગ્ય વિશે ખાસ કાળજી લેજો. કાર્યક્ષેત્રે આજે પ્રગતિ મળશે. ધર્મ-કર્મના કામમાં આસ્થા વધશે.

મિથુન રાશિફળ (Gemini) :  નોકરીયાત વર્ગ સહકર્મચારીઓ સાથે વ્યવહારમાં ખાસ ધ્યાન રાખે. સંતાન સુખમાં વધારો અને ક્યાંકથી ભેટ મળશે. પ્રેમલગ્ન કરવા માટે અનૂકુળ સમય છે, જેમાં પરિવારનો સાથ મળશે. સારા મિત્રો મનની વ્યથા દૂર કરવામાં મદદ કરશે. વેપારી વર્ગ નવી પ્રોડક્ટ્સને સામેલ કરી શકે છે. મિથુન રાશિના જાતકો માટે નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. માર્કેટિંગ માધ્યમથી વેપાર-ધંધાના વિસ્તારની યોજના બનશે.

કર્ક રાશિફળ (Cancer) :  રાજકારણ સાથે જોડાયેલા લોકોને નવીત્તમ તક અને લાભ મળશે. માતાના આશીર્વાદ ફળશે. બહુ સમયથી અટવાયેલું ધન કોઇ મહાપુરુષના સહયોગથી મળી શકે છે. સંતાન પક્ષે અને બૌદ્ધિક ક્ષેત્રે શુભ પરિણામ મળવાથી પ્રતિષ્ઠામાં વધારો થશે. જીવનસાથીની સલાહ મદદરુપ નીવડશે અને સંબંધ મજબૂત બનશે. આજે ભાગ્યોદય થવાથી અટકાયેલા કામ પૂરા થશે. આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.

સિંહ રાશિફળ (Leo) :  આજે મરજી વિરુદ્ધ કામ કરવું પડશે, જેનાથી બેચેની અનુભવશો. પરિવારમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે. આકસ્મિક ખર્ચ વધી શકે છે જેની પર અંકુશ જાળવી રાખજો. પિતૃક સંપત્તિ મળવાની સંભાવનાઓ છે. જો તમે નોકરી કરો છો તો અધિકારીઓ તરફથી સહયોગ મળી રહેશે. આજે સંપત્તિ સુખમાં વધારો થશે. પરિવારમાં સુખશાંતિ જળવાઇ રહેશે અને પારિવારિક જીવનમાં સરળતા રહેશે.

કન્યા રાશિફળ (Virgo) : કામના સ્થળે વધુ મહેનતની જરુર છે. વાતચીત દરમિયાન વાણી સંયમ જરુરી છે. કોઇ સંપત્તિને લઇને પારિવારિક વિવાદ વધવાની સ્થિતિ બની શકે છે. વિદેશમાં ભણેલા જાતકોને શુભ સમાચાર મળી શકે છે. ભાઇઓમાં વિચારોને લઇને મતભેદ થઇ શકે છે. નોકરીમાં પ્રગતિના યોગ છે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે. જીવન ધોરણ ઉંચુ થશે.

તુલા રાશિફળ (Libra) : ભૌતિક સુખ સુવિધા પ્રત્યે આકર્ષણ વધશે. નોકરી-ધંધામાં સહયોગી અને સાથીઓનો સહયોગ મળશે. જીવનસાથી સાથે વિચારાત્મક મતભેદો ઉભા થઇ શકે છે. મન પ્રસન્ન રહેવાના કારણે નવું કામ કરતા રહેવાનો ઉત્સાહ રહેશે. તમારી ક્ષમતા પ્રમાણે તમે કોશિશ કરી રહ્યા છો છતાંય લોકોના માર્ગદર્શન અને મદદથી કાર્યોમાં ગતિ મળી શકે છે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio): વડીલ તરફથી ધન પ્રાપ્તિ થઇ શકે છે. માતા સાથે સંબંધોમાં સુધારો આવશે. નોકરીના પ્રગતિ સાથે સ્થળાંતરના યોગ છે. બિનજરુરી ખર્ચ પર અંકુશ રાખજો. વ્યક્તિગત પરેશાનીઓના કારણે તમારા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. ઘરના કોઈ વડીલના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. ડોક્ટર પાસે પણ જવું પડી શકે છે.

ધન રાશિફળ (Sagittarius) : સામાજિક કામમાં ભાગ લેવાથી અને આયોજન કરવાથી સન્માન અને કિર્તીમાં વધારો થશે. કામમાં વ્યસ્ત રહેવાના કારણે આરોગ્ય બગડી શકે છે. જીવનસાથી સાથે મતભેદો ઉભા ના થાય એની ખાસ કાળજી લેજો. સમય થોડો મિશ્રિત પરિણામ આપનાર રહેશે. કોઈ પારિવારિક સમસ્યાના સમાધાનમાં તમારું ખાસ યોગદાન રહેશે. સમાજ અને સંબંધીઓમાં તમારું પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સરળ સ્વભાવના કારણે માન-પ્રતિષ્ઠા રહેશે.

મકર રાશિફળ (Capricorn) : સ્વભાવમાં ઉચાટ રહે, જેના લીધે પરિવારના કોઇ સભ્ય સાથે સંઘર્ષ થાય. સંપત્તિમાંથી આવકના નવા સ્ત્રોત મળી શકે છે. સંધ્યાકાળે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. દરેક પ્રકારની ચિંતાને પાછળ રાખીને આજના દિવસ ઉપર સંપૂર્ણ ધ્યાન રાખો. જેટલું વધારે તમે મોજ-મસ્તી ઉપર ધ્યાન આપશો, તેટલી જ મનની પ્રસન્નતા પ્રાપ્ત થશે અને નવી ઊર્જા સાથે તમે કામની શરૂઆત કરી શકશો.

કુંભ રાશિફળ (Aquarius) : સંપત્તિમાં સુધારા અને સારસંભાળમાં ખર્ચ વધશે. આજે દિવસ દરમિયાન નજીકના મિત્રો કે સંબંધીઓનું આગમન થઇ શકે છે. વિદ્યાર્થીઓને ગુરુજનોનો સહયોગ અને આશીર્વાદ મળશે. કોઈ નજીકના સંબંધી સાથે મનમુટાવ થવાની સ્થિતિ બની શકે છે. ઘરના વડીલોની સલાહથી સંબંધોને ખરાબ થવાથી બચાવો. ધર્મના નામે કોઈ તમને બેવકુફ બનાવી શકે છે.

મીન રાશિફળ (Pisces) : યોજનાપૂર્વક કરેલા કામમાં સફળતા મળશે. સંપત્તિમાં વધારો અને સંપત્તિથી આવકમાં વધારો થશે. તમારી મહેનત અને કોશિશનું સાર્થક પરિણામ સામે આવશે. કઇંક નવું શરૂ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે. અટવાયેલું પેમેન્ટ મળી જવાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. વેપારને લગતી ગતિવિધિમાં ધનને લગતી લેવડદેવડ કરતી સમયે વધારે સાવધાની રાખો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.