Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

%E0%Aa%Ae%E0%Ab%87%E0%Aa%B7

આજે ઉદાસ વલણ અને શંકાના વાદળ તમારા મનને ઘેરી લેશે. જે તમને માનસિક રીતે નુકસાન પહોંચાડી શકે છે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. માતા-પિતા સાથે સારો સમય પસાર કરો. જો કે તમારી દૈનિક પ્રવૃત્તિઓમાં થોડી અડચણ આવી શકે છે. તમારે આજે વધુ મહેનત કરવી પડશે. તમે ક્યારેય કાર્યક્ષેત્રમાં થતાં ફેરફારોથી ડરતા નથી. પરંતુ, આજે સરકાર કે તંત્ર તરફથી કેટલાંક બદલાવ આવી રહ્યા છે જે તમને ખૂબ પરેશાન કરી શકે છે.

વૃષભ રાશિફળ (Taurus):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B7%E0%Aa%Ad

આજે ભાવનાત્મક અને લાગણી સંબંધિત કેટલીક બાબતો સામે આવશે. પરંતુ જો તમારે કોઈ નિર્ણય લેવો હોય તો તે કાળજીપૂર્વક લો નહીં તો તમારી કરુણા અને ઉદારતા તમને મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ભાગીદારીમાં લાભ થઈ શકે છે. કામ વધારે રહેવાના કારણે થાક અને ચીડિયાપણુ હાવી રહી શકે છે. તમારા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. થોડો સમય પારિવારિક ગતિવિધિઓ તથા બાળકો સાથે પસાર કરવાથી સુકૂન મળી શકે છે.

મિથુન રાશિફળ (Gemini):

%E0%Aa%Ae%E0%Aa%Bf%E0%Aa%A5%E0%Ab%81%E0%Aa%A8

તમારું મન સંત સાથેની મુલાકાતથી ખુશ રહેશે. તમે ગુસ્સે થશો ત્યારે પણ ગુસ્સો નહીં આવે. આની મદદથી તમે ખરાબ વાતાવરણને વધુ સારું બનાવી શકશો. જોકે આજે વિદ્યાર્થીઓના અભ્યાસમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. અચાનક પૈસા ખર્ચવાનો હેતુ પણ સામે આવી શકે છે. પરંતુ શેરબજારથી દૂર રહો. આજે તમે અનેક પ્રકારની મૂંઝવણોમાં રહેશો. એકતરફ તમારા પ્રેમી અથવા પ્રિય વ્યક્તિ માટે કોઈપણ વસ્તુ અથવા ભેટ ખરીદવાની ઉતાવળ થશે. બીજી તરફ તમારા કાર્યસ્થળમાં પણ કામનું દબાણ વધારે રહેશે.

કર્ક રાશિફળ (Cancer):

%E0%Aa%95%E0%Aa%B0%E0%Ab%8D%E0%Aa%95

આજે કાર્યસ્થળમાં બીજા પર ભરોસો રાખવાને બદલે તમારી મહેનત પર ધ્યાન કેન્દ્રિત કરો. જે તમને ફાયદો કરાવશે, નહીં તો તમારે આ ક્ષેત્રમાં ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. ઓફિસમાં આજે સહકાર્યકરો સાથે અજાણતા વિવાદ થઈ શકે છે. તેના કારણે મન ઉદાસ રહેશે. તમે હંમેશાં બીજાના ભરોસે બેઠા છો. જો બીજા લોકો કાર્ય કરશે તો જ તમે કામ કરશો. તમારે આજે આ ટેવ બદલવી પડશે. નહીં તો તમે ઘણું ગુમાવશો.

સિંહ રાશિફળ (Leo):

%E0%Aa%B8%E0%Aa%Bf%E0%Aa%82%E0%Aa%B9

સખત મહેનત કરવી. જે થોડો સમય લેશે પણ તમને ચોક્કસ સફળતા મળશે. સ્થાન પરિવર્તન કરવાને લગતો કોઈ વિચાર છે, તો આજે તેના ઉપર કોઈ મહત્ત્વપૂર્ણ કામ થઈ શકે છે. રાજકીય મામલાઓમાં પણ તમને સફળતા મળી શકે છે. શુભ-અશુબ બંને પરિસ્થિતિઓમાં તમે સંતુલન જાળવી રાખો. આજે કેટલાંક લોકો તમારા કામમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

કન્યા રાશિફળ (Virgo):

%E0%Aa%95%E0%Aa%A8%E0%Ab%8D%E0%Aa%Af%E0%Aa%Be

આજે તમે તમારા મિત્રો અને પ્રિયજનો માટે ખૂબ ચિંતા કરી શકો છો. તમારું કાર્ય છોડીને તમે અન્ય લોકો સાથે તેમના કોઈ કાર્યમાં ભાગ લઈને તમારો કિંમતી સમય બગાડો છો. આ ટેવ છોડો. આજે તમારે તમારા વિશે વધુ વિચાર કરવો પડશે. કાર્યકારી સ્થિતિ અનુકૂળ બની રહી છે. સમાજસેવા એક એવું ક્ષેત્ર છે જ્યાં તમારી બમણી પ્રગતિ થશે. જો તમે કોઈ સંસ્થા સાથે સંકળાયેલા છો તો સારી વાત છે.

તુલા રાશિફળ (Libra):

%E0%Aa%A4%E0%Ab%81%E0%Aa%B2%E0%Aa%Be

આજે તમને ઘણી તક મળશે, જેની સાથે તમને જીવનમાં સફળતા મળી શકે છે. રોકાણ પણ ફાયદાકારક થઈ શકે છે. અધિકારીઓ સાથે દલીલો પણ થઈ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી સુકૂન મળી શકે છે. આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. એટલે સમયનો ભરપૂર ફાયદો ઉઠાવો. તમારી યોગ્યતા અને ક્ષમતા લોકો સામે જાહેર થવાની છે. તમારા પ્રયત્નો રંગ લાવી રહ્યા છે. આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B6%E0%Ab%8D%E0%Aa%9A%E0%Aa%Bf%E0%Aa%95

તમારા સાથીદારો પ્રત્યેનું તમારું વર્તન ઉદાર રહેશે અને તમે તેમની બધી ભૂલોને માફ કરવા માટે તૈયાર છો. પરંતુ ભૂતકાળના અનુભવોથી શીખો. જેથી કોઈ તમને ફરીથી પરેશાન ના કરી શકે. આળસ અને વધારે મોજ-મસ્તીમાં સમય ખરાબ ન કરો. વાહન ખરીદવાને લગતી યોજના બની રહી છે તો આજે ટાળો. વિરોધી પક્ષ તમારા માટે કોઈ પરેશાની ઊભી કરી શકે છે. તમારું નુકસાન પણ થશે નહીં.

ધન રાશિફળ (Sagittarius):

%E0%Aa%A7%E0%Aa%A8

તમે નારાજ થઈ શકો છો અને તમારા કાર્યો પૂરા કરતા પહેલા જ તે છોડી શકો છો. પરંતુ, ધ્યાનમાં રાખો કે જો તમે આવી સમસ્યાઓ ઉકેલશો નહીં તો તમે ક્યારેય પ્રગતિ કરી શકશો નહીં. હાલમાં કેટલીક વાતોમાં દેખાઈ રહેલો ફેરફાર મનમાં ઉત્પન્ન થતી ગુંચવણને ઓછી કરી શકે છે. તેમ છતાં તમારી સમસ્યા પૂરી રીતે નથી ઉકેલાઈ એટલા માટે આળસ ખંખેરીને કામ કરવાની જરૂર છે. મનમાં ઉત્પન્ન થઈ રહેલી બેચેની અને ચંચળતાનું સમાધાન સમય વિતતા મળી જશે. ઊતાવળમાં નિર્ણય ન લો.

મકર રાશિફળ (Capricorn):

%E0%Aa%Ae%E0%Aa%95%E0%Aa%B0

યોગ્ય સમયે જ તમારું વાહન વગેરે પણ તમને સાથ નહીં આપે. અનેક પ્રકારની વાતોમાં ગુંચવણ પેદાં થઈ શકે છે. કોઈપણ વાતનો સ્પષ્ટ વિચાર ન હોવાને લીધે પોતાના પર જ નારાજ રહેશો. બીજા લોકો દ્વારા બોલવામાં આવેલ વાતોને લીધે મનમાં ઉત્પન્ન થઈ રહેલાં ગુસ્સાને હાલ કંટ્રોલમાં રાખો. કેટલાક લોકો દ્વારા મળી રહેલી સલાહને લીધે મન ઉદાસ રહેશે. જ્યાં સુધી વાત સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આગળ કામ ન વધારશો.

કુંભ રાશિફળ (Aquarius):

%E0%Aa%95%E0%Ab%81%E0%Aa%82%E0%Aa%Ad

જો કોઈપણ પ્રકારની ન્યાય નીતિ અથવા કાયદા સંબંધિત કોઈ મુદ્દો છે તો ઉતાવળ ટાળવી વધુ સારી છે. લાંબા સમય પછી આજે તમને કોઈ સારા સમાચાર મળશે. મહત્વપૂર્ણ કાર્ય પૂરા થતાં લાભદાયી તકો પ્રાપ્ત થશે. આ ઉપરાંત સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રે આજનો દિવસ તમારા માટે લાભકારક રહેશે. ઉપરાંત આજે કોઈ સાથે રોમાંચક મીટિંગ થશે.

મીન રાશિફળ (Pisces):

%E0%Aa%Ae%E0%Ab%80%E0%Aa%A8

હિંમત ના છોડવી વધારે સારું રહેશે. જે પણ સમસ્યા આવે તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરો. આ સમય લાભદાયક ગ્રહ સ્થિતિ બની રહી છે. કર્મ અને પુરૂષાર્થના માધ્યમથી તમે સરળતા અને દરેક સફળતા પ્રાપ્ત કરી લેશે. આ સમયે તમારા આર્થિક મામલાઓને ઉકેલવામાં પણ વધારેમાં વધારે ધ્યાન આપો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.