Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):  જો તમે કોઈ નવું કામ શરૂ કરવા જઇ રહ્યા છો તો અચાનક તમારી ફંડ સંબંધિત સમસ્યા પણ દૂર થઈ જશે. આ સિવાય લાંબા સમયથી અટકેલા કામ પણ આજે કોઈની સહાયથી થઈ શકે છે. તમે થોડા સમયથી જે લક્ષ્ય નક્કી કરી રાખ્યું છે આજે તેના ઉપર કામ કરવાનો યોગ્ય સમય છે. ધાર્મિક અને અધ્યાત્મિક કાર્યો સાથે જોડાયેલાં કાર્યો પ્રત્યે તમારો રસ તમને માનસિક રીતે સ્વસ્થ રાખશે

વૃષભ રાશિફળ (Taurus) :  આજે વેપાર અને ધંધામાં જે ઉતાર ચઢાવ આવે છે તે હેન્ડલ કરવો જરૂરી છે. આજે તમને તમારા સાથીદારોથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી રહી છે, આજે તેઓ તમને નુકસાન પહોંચાડી શકે છે. કાર્યસ્થળમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે દલીલ કરવાનું ટાળો. કોઈ નજીકના મિત્ર કે સંબંધી સાથે મનમુટાવ થઈ શકે છે. તમારા ઈગો અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. કોઈપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળો.      મીડિયાને લગતી ગતિવિધિઓ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો

મિથુન રાશિફળ (Gemini) :  આજે પણ ધંધાની કેટલીક મૂંઝવણ તમને પરેશાન કરી શકે છે. જો તમે તમારો રસ્તો સરળ અને સીધો બનાવવા માગતા હોવ તો એવું કરો કે તાત્કાલિક લાભ મળે. આજે કોઈની સાથે વ્યવહાર કરતી વખતે વિશેષ કાળજી લો. મુસાફરી કરવાનું ટાળો. છેલ્લાં થોડા દિવસોમાં કરવામાં આવતી મહેનતનું ફળ તમને મળી શકે છે. જે વાતોને તમે ઇગ્નોર કરી હતી તે વાતોને પણ સુધારવાનો યોગ્ય સમય છે. એકબીજા સાથે સંબંધોને ઠીક કરવાની કોશિશ કરો નહીંતર પરિવારનો કોઈપણ વ્યક્તિ હાલ તકલીફ વ્યક્ત કરશે નહીં.

કર્ક રાશિફળ (Cancer) :  કોઈપણ જટિલ કાર્ય સરળતાથી પૂર્ણ કરવામાં તમને બહુ સમય લાગતો નથી. તમારી આ પદ્ધતિ તમને તમારા કાર્યક્ષેત્રમાં આજે અપાર સફળતા પ્રાપ્ત કરાવી શકે છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા જઇ રહ્યા છો તો ચોક્કસપણે કોઈ નિષ્ણાતનો અભિપ્રાય લો. સંતાનને કોઈ સફળતા મળવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે. ઘરમાં કોઈ ધાર્મિક આયોજનનો પણ પ્રોગ્રામ બની શકે છે. આ બધા વચ્ચે તમે તમારા લક્ષ્ય ઉપર પણ ધ્યાન આપજો.

સિંહ રાશિફળ (Leo) :  તમારા માટે સારું રહેશે કે તમે જૂની ઘટનાઓથી શીખો. સમજદારીથી રોકાણ કરો. આજે કોઈ નવું કાર્ય ના કરવાનું ધ્યાનમાં રાખો. આ સિવાય કોઈપણ પાર્ટનરના કહેવાથી નવા બિઝનેસમાં રોકાણ કરવાનું ટાળો. આર્થિક રોકાણને લગતા મામલે કોઈપણ નિર્ણય ખૂબ જ ધ્યાનથી લેવો. થોડી પણ બેદરકારી તમારા માટે મોટા નુકસાનનું કારણ બની શકે છે. આળસના કાણે થોડા કામ અધૂરા પણ રહી શકે છે.

કન્યા રાશિફળ (Virgo) :  આજ સવારથી કંઈક વિચિત્ર વાતાવરણ રહેશે. દૈનિક ઘરના કામો પણ અમૂક અટકળો પછી જ પૂર્ણ થશે. ધંધો કરતા લોકોના જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યા આજે સમાપ્ત થઈ શકે છે. જો કે દિવસની શરૂઆતમાં કેટલીક નવી સમસ્યાઓ પણ આવી શકે છે.

તુલા રાશિફળ (Libra) :  આજે વધારે ખર્ચ થશે. કોઈ કારણસર અથવા બીજા કારણે બિનજરૂરી ખર્ચનો યોગ છે. આજે તમારે વ્યર્થ મુસાફરી પણ કરવી પડી શકે છે. કોઈપણ સ્પર્ધાના બાકી પરિણામો આજે આવે તેવી પણ સંભાવના છે. કળાની સ્પર્ધા સફળતા આજે તમારું મનોબળ વધારશે. તમે શેર-બજારના મામલામાં ફસાઈને ઘણા પૈસા બગાડ્યા છો.

વૃશ્ચિક રાશિફળ (Scorpio) :  કોઈપણ ખોટા કાર્યને જોયા પછી અવાજ ઉઠાવવાની તમારી આદત આજે તમને ભારે પડી શકે છે. પરંતુ તમારે નિરાશ થવાની જરૂર નથી. તમે ફક્ત એક જ વસ્તુ ધ્યાનમાં રાખો કે જો તમે સાચા છો અને અધિકાર માટે અવાજ ઉઠાવો છો, તો પછી કોઈને કંઇ પણ કહેવામાં ડરશો નહીં અને પાછળ ના હટશો. આજે તમારા ઉપર કોઈ વિશેષ કાર્યનું દબાણ આવી શકે છે. આ માટે તમારે તમારા કામમાંથી થોડો સમય પણ આપવો પડી શકે છે.

ધન રાશિફળ (Sagittarius) :  આજે પૈસા કમાવવાના ઘણા રસ્તા ખુલશે. રોકાણમાં પણ લાભની સંભાવના છે. જમીન-મકાનની ખરીદી કરતા પહેલા એકવાર વરિષ્ઠ લોકોનો અભિપ્રાય લો, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ધ્યાનમાં રાખો કે આજે તમને સંઘર્ષ પછી નિશ્ચિત સફળતા મળશે. તમારી કાર્ય કરવાની રીત નવી છે.

મકર રાશિફળ (Capricorn) :  લાંબા સમય સુધી સંઘર્ષ કર્યા પછી આજે તમને એકાંતમાં સમય પસાર કરવો ગમશે. તે તમારા માટે પણ યોગ્ય રહેશે. ધ્યાનમાં રાખો કે આ સમય તમારા સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાનો છે. કારણ કે જો માનસિક સ્વાસ્થ્ય સારું નહીં હોય તો સખત મહેનત કરવી મુશ્કેલ બનશે.

કુંભ રાશિફળ (Aquarius) :  નિરાશ ના થાઓ, ધૈર્ય રાખો અને તમારી જાત પર વિશ્વાસ કરો પછી તમે જોશો કે કેટલી સરળતાથી જવાબદારી નિભાવો છો. અત્યાર સુધી પ્રાપ્ત થયેલ યશ અને અપયશ બંને અંગે વિચાર કરવામાં આવશે અને વાતોને પાછળ રાખીને આગળ વધીને સારી રીતે જીવનને સુધારવાની કોશિશ શરૂ કરશો. કામને લગતા મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ થવાના કારણે રિલોકેશન માટે તમારા દ્વારા કોશિશ કરવામાં આવી શકે છે.

મીન રાશિફળ (Pisces) :  આજે તમને કોઈ ખૂબ મહત્વનું ઓફિસનું કામ આપવામાં આવશે. તમે આ કાર્ય પૂર્ણ કરી શકશો કે નહીં તે વિચારવાના બદલે કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. તમારા બધા કાર્ય દિલથી કરો, પછી જુઓ કે તમે આ મહત્વપૂર્ણ કાર્યને સરળતાથી કેવી રીતે પૂર્ણ કરી શકો. આજનો દિવસ તમારા માટે સારો છે. તમે જે પણ કાર્ય કરશો, તમને સફળતા મળશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.