Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):  આજનો દિવસ તમારા માટે લાભદાયી છે. કાર્ય-વર્તન સંબંધિત તમામ વિવાદો આજે ઉકેલી શકાય છે. નવા પ્રોજેક્ટમાં તમને સફળતા મળશે અને અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે. મિલકતની બાબતમાં પરિવાર અને આસપાસના લોકો થોડી મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરશે. આજનો દિવસ લાભદાયી રહેશે. વેપારમાં જોખમ લેવાનું પરિણામ આજે લાભદાયી રહેશે.

વૃષભ રાશિફળ (Taurus) : આજનો દિવસ તમારા માટે થોડો સંયમ અને પોતાના પર નિયંત્રણ રાખવાનો દિવસ હોઈ શકે છે. તમારા વ્યવહારમાં સંયમ અને સાવધાની રાખો. તમારી આસપાસના લોકો સાથે સંઘર્ષ ના થાય તેનું ધ્યાન રાખો. આજે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યની ચર્ચા થઈ શકે છે. આજના ગ્રહોની સ્થિતિ તમારા માટે અનુકૂળ છે અને તમને સંપૂર્ણ લાભ થવાની અપેક્ષા છે. લાંબા સમયથી અટકેલી ડીલને સાંજ સુધીમાં અંતિમ સ્વરૂપ આપી શકાય છે.

મિથુન રાશિફળ (Gemini) : તમને ક્યાંકથી વિશેષ સન્માન મળી શકે છે. સાંજે તમે શુભ કામોમાં ભાગ લઈ શકો છો અને તમારું મન પ્રસન્ન રહેશે. કોઇ અશુભ સમાચાર મળવાથી મનમાં પરેશાની થઇ શકે છે. આ સમયે કોઇપણ વ્યક્તિની આલોચના કે નિંદા કરવામાં તમારો સમય ખરાબ કરશો નહીં, કેમ કે તેની નકારાત્મક અસર તમારા પર પડી શકે છે. આજનો દિવસ તમારા માટે સામાન્ય દિવસ છે અને તમે સરળતાથી રૂટિન પૂર્ણ કરવાનું ચાલુ રાખશો.

કર્ક રાશિફળ (Cancer) : આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે, પરંતુ તમે આધ્યાત્મિક બાબતો અને અભ્યાસ માટે થોડો સમય આપી શકશો. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓ તમારા કામમાં અવરોધ લાવવાનો પ્રયત્ન કરશે, પરંતુ તેમના પ્રયત્નો નિષ્ફળ જશે. રાતનો સમય શુભ કાર્યોમાં પસાર થશે. આજનો દિવસ તમારા માટે કંઈક નવું લાવવાનો છે. તમારું ધ્યાન નવી યોજનાઓ પર રહેશે.

સિંહ રાશિફળ (Leo) : આજનો દિવસ તમારા માટે દરેક બાબતમાં સાવચેત રહેવાનો છે. સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ કાળજી રાખો નહીં તો હવામાન તમને પરેશાન કરી શકે છે. ખાવામાં બેદરકાર ના બનો. વેપારની દ્રષ્ટિએ દિવસ સુખદ રહેશે. ઉતાવળમાં કેટલીક ભૂલ થઈ શકે છે, તેથી બધું કાળજીપૂર્વક કરો. આજનો દિવસ સાવચેત અને સાવધાન રહેવાનો છે. વેપારની બાબતમાં તમે થોડું જોખમ લઈ શકો છો, સફળતાની અપેક્ષા છે.

કન્યા રાશિફળ (Virgo) : તમારી રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સકારાત્મક રહી શકે છે. તમે જે પણ કામ સમર્પણ સાથે કરશો, આજે તમને તેમાં પૂર્ણ સફળતા મળશે અને અધૂરા કામનું સમાધાન થશે. મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે અને તમને તેમાંથી લાભ થશે. ઓફિસમાં તમારા વિચારો અનુસાર વાતાવરણ સર્જાશે. તમારી રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ રચનાત્મક છે અને આજે તમને કંઇક નવું કરવાની તક પણ મળશે.

તુલા રાશિફળ (Libra) : તમને કોઈ પણ સર્જનાત્મક અને કલા સંબંધિત કાર્ય પૂર્ણ કરવાનું મન થશે. આજે તમને તે કામ કરવા મળશે જે તમને સૌથી વધુ ગમે છે. રાજકીય કાર્યોમાં સફળતા મળશે. નવી યોજના તથા નવા ઉપક્રમ માટે સમય અનુકૂળ છે. બાળકોની કોઇ સમસ્યાનો ઉકેલ લાવવામાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. ઘર-પરિવાર તથા સંબંધીઓમાં તમારું વર્ચસ્વ રહેશે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે. દિવસભર લાભની તકો રહેશે. તેથી સક્રિય બનો અને સારી તકોનો લાભ લો.

વૃશ્ચિક રાશિફળ (Scorpio) : પરિવારમાં શાંતિ અને સ્થિરતાનો આનંદ માણો. જો તમે નોકરી અથવા વ્યવસાયમાં કોઈ નવીનતા લાવી શકો તો ભવિષ્યમાં લાભ થશે. ધન પ્રાપ્તિનાં કાર્યોમાં થોડી મુશ્કેલી આવશે. તમારા દ્વારા કોઇ એવું કામ થઇ શકે છે, જેનાથી તમારી નિંદા થશે. સાવધાન રહેવું. કોઇ ઘનિષ્ઠ મિત્ર કે પરિજન સાથે કોઇ નકારાત્મક ઘટના બની શકે છે.

ધન રાશિફળ (Sagittarius) :  રોજિંદા કામ ઉપરાંત, તમે કેટલાક નવા કામમાં હાથ અજમાવી શકો છો. મહેનતનું ફળ મધુર રહેશે. કેટલાક પોતાના માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. ભૂતકાળને લગતી વાતોને યાદ કરીને તેમના દ્વારા મળેલો બોધપાઠ આજે અપનાવી શકો છો. તમે આજે વધારે સમય તમારી જાતને પરખવામાં લગાવશો. જેના કારણે તમને તમારા વર્તનમાં ફેરફાર અનુભવ કરી થઇ શકે છે.

મકર રાશિફળ (Capricorn) : તમે કોઈ દેવ સ્થાનની મુલાકાતે જવાનું મન બનાવી શકો છો. કાયદાકીય વિવાદમાં તમને સફળતા મળશે. નોકરીમાં પરિવર્તનની વાત થઈ શકે છે જે તમારા માટે ફાયદાકારક રહેશે. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારીમાં સમય પસાર થશે. તમે તમારાં કાર્યોને પૂર્ણ જોશ અને ઉત્સાહથી પૂર્ણ કરશો. થોડો સમય કોઇ ધાર્મિક સ્થળમાં પસાર કરવાથી માનસિક શુકન અને શાંતિ પ્રાપ્ત થશે.

કુંભ રાશિફળ (Aquarius) :  સામાન્ય રીતે કરવામાં આવેલા કોઈપણ કાર્યમાં તમને સફળતા મળશે. આજે રોજિંદા ઘરનાં કામો પતાવવાની સુવર્ણ તક છે. કદાચ આજે તમારે પુત્ર અને પુત્રીને લઈને મોટો નિર્ણય લેવો પડશે. મનમાં તાજગી અને ઉત્સાહના કારણે તમે નવા કામની શરૂઆત આજે કરી શકો છો જે કામ અત્યાર સુધી અટવાયેલું હતું તેને પૂર્ણ કરવાની કોશિશ પણ તમારા દ્વારા કરવામાં આવી શકે છે.

મીન રાશિફળ (Pisces) : ધીરજ અને તમારા નરમ વર્તનથી સમસ્યાઓ સુધારી શકાય છે. તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને, તમે તે બધું મેળવી શકો છો જે તમે અત્યાર સુધી મળ્યું નથી. ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.