Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

આજે ગ્રહોની દશા તમારા માટે અનુકૂળ જણાઈ રહી છે. કર્મ કરનારા લોકોને તત્પરતાથી લાભ થશે. સ્વજનો તરફથી સુખ પ્રાપ્ત થશે અને પરિવારમાં મંગળ કાર્યોનું આયોજન થઈ શકે છે. પરંતુ, સૌથી જરૂરી છે એ વાતનું ધ્યાન રાખવું કે લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે.  આજનો દિવસ તમારે કામ વધારે રહેશે. બાળકોની કોઇ સફળતાથી તમે ગર્વ અનુભવ કરશો. તમે તમારી પ્રતિભાના બળે તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ રહી શકો છો. થોડા ખર્ચ અને પડકાર પણ તમારી સામે આવી શકે છે. તમારી ઇચ્છા પૂર્તિ માટે કોઇપણ પ્રકારનું રિસ્ક લેવાનું ટાળો. ધ્યાન રાખો કે કોઇ પણ વિપરીત પરિસ્થિતિમાં ભાવનાઓના આવેશમાં ન આવો. આવું કર્યા પછી તમને પછતાવું પડી શકે છે.

વૃષભ રાશિફળ (Taurus):

આજે ગ્રહો તમારી સાથે છે અને કોઈ ખાસ ઘટનાક્રમ અંતર્ગત રોકાયેલું ધન અચાનક પ્રાપ્ત થવાથી સમગ્ર પરિવારમાં આનંદ રહેશે. આજે બધાની મહેનત સફળ થશે. આજે તમારો વિશ્વાસ ધર્મ તેમજ આધ્યાત્મમાં વધશે. રોજબરોજના કામમાં બેદરકારી ન રાખતા. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ શુભ છે. ઘરની દેખરેખ કે સુધારને લગતા કાર્યોને હાલ ટાળો તો સારું રહેશે. કામ કરવાની રીતમાં નવીનતા લાવવી પડશે. રાજકારણ તથા જનસંપર્કની સીમા વધી શકે છે. યુવાઓને પોતાના કરિયરને લગતી તકલીફમાં પોઝિટિવ પરિણામ મળી શકે છે. વારસાગત પ્રોપર્ટીને લગતા વાદ-વિવાદને વધારે ખેંચશો નહીં. તેના કારણે સંબંધોમાં ખટાસ આવી શકે છે. ધ્યાન રાખો કે ઘરના વડીલોનું અપમાન અને માનહાનિ થવાની સ્થિતિ ન બને.  વ્યક્તિગત તથા રસના કાર્યોમાં યોગ્ય સમય પસાર થશે. તમમે માનસિક રીતે સુકૂન અનુભવ કરશો. કોઇ અટવાયેલું કાર્ય પણ પૂર્ણ થઇ શકે છે. યોજનાબદ્ધ તથા ડિસિપ્લિનથી તમારા કામની રીત તમને સફળતા અપાવશે.

મિથુન રાશિફળ (Gemini):

આજનો દિવસ મિશ્ર રહેશે. આજે કાર્યક્ષેત્રમાં સીનિયર અધિકારીઓ સાથે અણબનાવ થઈ શકે છે. તો લગ્નજીવનમાં સરળતા જળવાઈ રહેશે. પરાક્રમમાં વધારાથી શત્રુઓનું મનોબળ તૂટશે. દિવસના ઉત્તરાર્ધમાં અચાનક અતિથીઓના આગમનથી વ્યય વધી શકે છે. કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલો વિવાદ દૂર થશે અને એકબીજા સાથેના સંબંધોમા ફરી મધુરતા આવશે. થોડી મહત્ત્વપૂર્ણ જાણકારીઓ પણ મળશે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. થોડો સમય અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો. થોડા લોકો તમારી પીઠ પાછળ તમારી આલોચના કરી શકે છે, પરંતુ આ વાતો ઉપર ધ્યાન ન આપીને તમે તમારા કાર્યો પ્રત્યે એકાગ્ર રહો. ખર્ચ કરતી સમયે તમારા બજેટનું પણ ધ્યાન રાખો.

કર્ક રાશિફળ (Cancer):

આજનો દિવસ શુભ છે અને તમે તમારામાં જ ઘણા વ્યસ્ત રહેવાના છો. આજે કેટલાક રોકાયેલા કામો થઈ જવાથી મનમાં આનંદ રહેશે અને તણાવ તમારાથી ઘણો દૂર રહેશે. જો કોઈ તમારી ટીકા કરી રહ્યું છે તો તેના તરફ ધ્યાન ન આપીને તમારું કામ કરતા રહો. આગળ જતા સફળતા મળશે. આજે કોઇ જૂની સમસ્યાનો ઉકેલ મળવાથી તમને વધારે સુકૂન મળી શકે છે. થોડા લાભદાયક પરિણામ પણ સામે આવી શકે છે. ઘરના વડીલો પ્રત્યે સેવાભાવ રાખવો તથા તેમનું માર્ગદર્શન તમારા જીવનમાં ભાગ્યોદય લાવશે. બહારના તથા અપરિચિત લોકો ઉપર વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે. કોઇને આપેલું વચન ભૂલશો નહીં. તેનાથી તમારા માન-સન્માન ઉપર આંચ આવી શકે છે.

સિંહ રાશિફળ (Leo):

આજે ગ્રહોની દશા જણાવી રહી છે કે આજે સમગ્ર દિવસ બીજાના કામ માટે દોડાદોડ રહેશે. તો, સંતાન સાથે જોડાયેલી સમસ્યાઓને હલ કરવામાં તમને આજે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કોઈ સ્પર્ધામાં તમારી જીત થઈ શકે છે. કોઈ ખાસ ઉપલબ્ધિથી પણ તમારું મન પ્રસન્ન રહેશે. ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવા માટે તમારી કોશિશ સફળ રહેશે. વ્યક્તિગત સંબંધો પણ ગાઢ બની શકે છે. વડીલોના આશીર્વાદ અને સ્નેહથી ઘરમાં પોઝિટિવ ઊર્જા જળવાયેલી રહેશે. કોઇ પાડોસી કે કોઇ મિત્ર સાથે વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. આ સમય શાંતિથી પસાર કરવાનો છે. ખોટા વિવાદમાં પડશો નહીં. ઘરના વડીલોની સલાહ પણ જરૂર પાળો.

કન્યા રાશિફળ (Virgo):

આજે તમારા મનમાં કોઈ વાતને લઈને પહેલેથી ચાલી રહેલી મૂઝવણમાં વધારો થઈ શકે છે. આખો દિવસ કોઈ પ્રકારની મૂઝવણમાં રહેશો. સમસ્યાઓનું સમાધાન ન મળાથી માનસિક અશાંતિ રહેશે. ક્યાંક મુસાફરીનો પ્લાન બનાવીને કેન્સલ થઈ શકે છે. ઈશ્વર બધું સારા માટે જ કરે છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલા તણાવ અને થાકથી રાહત મેળવવા માટે અધ્યાત્મિક તથા તમારા રસના કાર્યોમાં પણ સમય પસાર કરો. માનસિક સુકૂન અને શાંતિ મળી શકે છે. યુવાઓ અને વિદ્યાર્થીઓ સ્પર્ધા અંગેનું પરિણામ પક્ષમા આવી શકે છે.

તુલા રાશિફળ (Libra):

આજનો દિવસ તમમને વિશેષ લાભ આપનારો દેખાઈ રહ્યો છે. દિવસના પૂર્વાર્ધમાં છૂટક લાભ થઈ શકે છે. નોકરી-વ્યવસાય સાથે જોડાયેલા કેટલાક મુદ્દા હલ થઈ જશે અને પરિવારમાં પણ સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે. એ વાતનું ધ્યાન રાખજો કે કોઈ પણ વ્યવસાય નાનો કે મોટો નથી હતો.  વ્યક્તિગત તથા રસના કાર્યોમાં યોગ્ય સમય પસાર થશે. તમમે માનસિક રીતે સુકૂન અનુભવ કરશો. કોઇ અટવાયેલું કાર્ય પણ પૂર્ણ થઇ શકે છે. યોજનાબદ્ધ તથા ડિસિપ્લિનથી તમારા કામની રીત તમને સફળતા અપાવશે.  રૂપિયા-પૈસાના મામલે કોઇના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. ક્યારેક અકારણ જ ગુસ્સો આવી જવાથી બનતા કાર્યોમાં વિઘ્નો આવી શકે છે. આ સમયે શાંતિપૂર્ણ રીતે પસાર કરવાનો રહેશે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

આજનો દિવસ મિશ્રિત ફળકારક છે. મોટા અધિકારીઓ સાથે કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે અને તેનાથી તમને નુકસાન થઈ શકે છે. ક્રોધ પર નિયંત્રણ જાળવી રાખજો. પ્રભાવશાળી લોકોની સાથે નવા સંબંધ બનાવવાથી ભાગ્ય ચમકશે. સામજિક રીતે સન્માન મળશે. દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભાવના વધશે. તમારી પર્સનલ વાતોને જાહેર ન કરો, તેનાથી તમારું જ નુકસાન થઇ શકે છે. બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ રહેશે. સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણું આવવા દેશો નહીં.

ધન રાશિફળ (Sagittarius):

આજે દિવસ થોડો મુશ્કેલીભર્યો પસાર થશે. જો તમે વેપારી છો, તો આજે બિનજરૂરી વધુ પરિશ્રમ કરવો પડી શકે છે. આજે તમારે સંતાનના મામલે પણ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે. ઘરમાં લગ્નની વાત ચાલી શકે છે. નવી યોજનાઓ તરફ ધ્યાન આપજો. અચાનક લાભ થઈ શકે છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી આકરી મહેનતનું થોડું પોઝિટિવ પરિણામ મળી શકે છે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ વધશે. બાળકોની કોઇ સફળતાને લગતા શુભ સમાચાર મળવાથી તમને સુકૂન મળી શકે છે. યુવા વર્ગ જલ્દી સફળતા મેળવવાના ચક્કરમાં થોડી નકારાત્મક ગતિવિધિઓ તરફ આકર્ષિત થઈ શકે છે. તેમણે આ સમયે કોઇ અનુભવી પાસેથી સલાહ લેવાની જરૂરિયાત છે. રૂપિયાની લેવડ-દેવડ ધ્યાનથી કરો.

મકર રાશિફળ (Capricorn):

આજે શત્રુઓથી બચવાનો પ્રયાસ કરજો. ઓફિસમાં કોઈ બોસ સમક્ષ તમારી ફરિયાદ કરી શકે છે. હાલના સમયે વર્ક ફ્રોમ હોમ કરી રહેલા લોકોને ઓફિસના લોકોના રાજકારણનો શિકાર બનવું પડી શકે છે. તમારે દરેક મામલામાં સાવચેત રહેવાની જરૂર છે. કોઈ અજાણી વ્યક્તિ સાથે આજે લેવડ-દેવડ ન કરતા. સામાજિક તથા સમાજસેવી કાર્યો પ્રત્યે તમારું વિશેષ યોગદાન રહેશે. સમય પડકારરૂપ રહેશે. સ્ત્રી વર્ગ દરેક ક્ષેત્રમાં વ્યવસ્થા જાળવી રાખવામાં સક્ષમ રહેશે. પોતાના વિકાસ માટે વ્યવહારમાં થોડું સ્વાર્થીપણુ લાવવું પડશે. થોડા સમયથી ચાલી રહેલી કોઇ પરેશાનીમાં હાલ રાહતની આશા નથી. આ સમયે કોઇપણ અપરિચિત વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરો. તમે મોટી મુશ્કેલીમાં પડી શકો છો.

કુંભ રાશિફળ (Aquarius):

આજે ગ્રહોના શુભ પ્રભાવથી સફળતા મળશે. દિવસના ઉત્તરાર્ધમાં ધન વૃદ્ધિ થવાથી મનમાં આનંદ રહેશે. વાહન, જમીન ખરીદી અને સ્થાન પરિવર્તનના સુખદ સંયોગ પણ બની રહ્યા છે. સાંસારિક સુખ ભોગ તેમજ ઘર પરિવારના ઉપયોગની પ્રિય વસ્તુની ખરીદી થઈ શકે છે. ગ્રહ સ્થિતિ થોડી પરિવર્તનશીલ છે. કોઇપણ યોજના ઉપર અમલ કરતા પહેલાં તેના બધા સ્તર અંગે ચર્ચા-વિચારણાં કરો. તેનાથી તમે કોઇ મોટી ભૂલ થવાથી બચી શકો છો. બાળકોના કરિયરને લગતી કોઇ શુભ સૂચના મળી શકે છે સમય પ્રમાણે તમારા વ્યવહારમાં પણ ફેરફાર લાવવો જરૂરી છે. અન્યના વ્યક્તિગત મામલે વધારે દખલ ન કરો. વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા ઉપર સમય ખરાબ કરે નહીં.

મીન રાશિફળ (Pisces):

આજે તમારો દિવસ કોઈ ખાસ યોજનાનું પ્લાનિંગ કરવામાં પસાર થશે. એ વાત ઘર પરિવાર કે પછી ઓફિસ સાથે જોડાયેલી હોઈ શકે છે. અધિકારીવર્ગ સાથે સારું ટ્યૂનિંગ રહેશે. લોકો તમારી વાતને મહત્વ આપશે અને તમારી કાર્યયોજનાની પ્રશંસા કરશે. રૂપિયા-પૈસાના મમલે કોઇના ઉપર વિશ્વાસ ન કરો, તેના કારણે કોઇ નજીકના સંબંધી સાથે પણ વિવાદ થઇ શકે છે. તમારી બોલચાલની રીત અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. આજે તમારી દિનચર્યા તથા વિચારોમાં પોઝિટિવ પરિવર્તન લાવવાની કોશિશ કરો. કોઇ વિશેષ કાર્ય પ્રત્યે તમારી ઇચ્છા અને મહેનત સાર્થક રહેશે. જેનાથી સમાજમાં તમારા યોગદાન અને કામના વખાણ થશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.