આજે છેલ્લુ નોરતું : કાલે દશેરાના પર્વની ઉજવણી

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા …

માં સિધ્ધિદાત્રીની પૂજા સાથે આજે નવલી નવરાત્રીનું સમાપન: કાલે વિજયા દશમી પૂજન અને રાવણ દહન કરાશે

નવરાત્રિનો નવમો દિવસ એટલે કે છેલ્લો દિવસ આમે માં સિધ્ધદાત્રીની પૂજા કરાય છે. દેવી પૂરણ મુજબ મા સિધ્ધદાત્રીની કૃપાથી ભગવાન શિવને પણ તમામ સિધ્ધિ મળી હતી આજના દિવસે લોકો નવ ક્ધયાઓનું પૂજન કરી તેમને જમાડે છે. અને આજે જ નવરાત્રી પર્વનું સમાપન થાય છે. શાસ્ત્રો પ્રમાણે એવી માન્યતા છે કે આજના દિવસે દેવી દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો.

એવી પણ માન્યતા છે કે માં ભગવતીએ ૯માં દિવસે દેવતાઓ અને ભકતોના બધા મનવાંછિત મનોરથો ને સિધ્ધ કરી દીધા જેનાથી તે માં સિધ્ધિદાત્રીના રૂપમાં સંપૂર્ણ વિશ્ર્વમાં વ્યાપ્ત થયા માં સિધ્ધિદાત્રીની પૂજાથી ભકતોના બધા કાર્ય સિધ્ધ થાય છે. અને મોક્ષની પ્રાપ્તી થાય છે.

આજે નવરાત્રીનાં નવમાં દિવસે માં માક્ધડેય પુરાણ પ્રમાણે અણીમાં મહિમા, લધિમ, પ્રાપ્તી પ્રકામ્ય, ઈશત્વ અને વશિત્ય આ આઠ પ્રકારની સિધ્ધિ છે. જયારે બ્રહ્મવૈવતપૂરાણમાં અઢાર પ્રકારની સિધ્ધિ બતાવવામાં આવી છે.

માં સિધ્ધિદાત્રી ભકતો અને સાધકોને આ બધા પ્રકારની સિધ્ધિ આપવાનું સામર્થ્ય ધરાવે છે. મા સિધ્ધિદાત્રીની ચાર ભુજા છે. વાહન સિંહ છે. કમળ પૂષ્પ પર પણ આસન ગ્રહણ કરે છે. તેમના હાથમાં ગદા અને ચક્ર વિદ્યમાન છે.

આજે નવરાત્રીનાં નવમાં નોરતેમાંની પૂજા કરી માઈ ભકતો ધન્યતા અનુભવે છે. છેલ્લા દિવસે આજે ખેલૈયાઓ પણ રાસ ગરબાની રમઝટ બોલાવી નવરાત્રિ પર્વનું સમાપન કરશે.

આવતીકાલે દશેરાના શુભ દિવસે રામ-રાવણના યુધ્ધના પ્રતિક રૂપે રાવણ, મેઘનાથ અને કુભકર્ણનું પુતળા દહન કરી બુરાઈ પર અચ્છાઈના વિજયની વિજયા દશમી તરીકે ઉજવણી કરાશે.

વર્ષના ચાર વણજોયા મુહૂર્તમાં શ્રેષ્ઠ દિવસ દશેરા :

આશો શુદ દશમને મંગળવાર તા.૮.૧૦.૧૯ના દિવસે દશેરા છે. વર્ષનાં ચાર શ્રેષ્ઠ દિવસો માં એક દિવસ એટલે દશેરા દશેરાના દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવામાં મૂહૂર્ત ચંદ્રબળ નક્ષત્રબળ જોવાની જરૂર રહેતી નથી. આ દિવસે નવીદુકાન વ્યાપારનું ઉદઘાટન નવું વાહન ખરીદવું કળશ પધરાવો દરેક જાતનાં હોમ વાસ્તુ કથા રાંદલ ખાત મૂહૂર્ત સોના ચાંદીની ખરીદી નવા વસ્ત્રોની ખરીદી બધુ જ ઉતમ અને શ્રેષ્ઠ છે. આ દિવસે રામ ભગવાને અપરાહન કાળમાં એટલે કે બપોરનાં સમયે રામ ભગવાને રાવણને માર્યો હતો.

આ દિવસે પાંડવો વનવાસના તેરમા વર્ષે રાત્રીનાં એટલે કે ખીજડાના વૃક્ષની બખોલમાં પોતાના હથીયાર છુપાવેલા હતા તે મેળવી અને આ દશેરાના દિવસે અર્જુને વિજય ટંકાર કરેલો આથી દશેરાના દિવસે રામી વૃક્ષનું પૂજન કરવાની આવે છે તથા આ દિવસે શાસ્ત્રોનું દેવી સ્વરૂપે પૂજન કરવામાં આવે છે. આ દિવસે દરેક પૂજા પાઠમાં ચોઘડીયા જોવાની પણ જરૂર રહેતી નથી વણજોયું મુહૂર્ત હોવાથી આખો દિવસ શુભ છે.

ગરબો પધરાવાનું મુહુર્ત તથા શુભ દિવસ

આપણા હિન્દુ રીવાજ પ્રમાણે મંગળવાર માતાજીનો વાર ગણતા હોવાથી મંગળવારે ગરબો ન પધરાવાય બુધવારે પણ ગરબો રીવાજ પ્રમાણે ન પધરાવાય આથી ગુરૂવારે સવારે ૬.૪૨ થી ૮.૧૦ તથા ૧૧.૦૬ થી ૧૨.૩૪ સાંજે ૬.૨૫ થી ૭.૫૮ના શુભ સમયે ગરબો દિવો કરી મંદિરે પધરાવો.