Abtak Media Google News

ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી અગાઉ એક મોટો સંયોગ બન્યો છે. સૌથી મોટા વર્ચસ્વ ધરાવનારા પાટીદાર સમાજના આગેવાનો આજે ખોડલધામ-કાગવડ ખાતે એક મંચ પર એકઠા થયા છે. આ બેઠક બાદ ગુજરાતની રાજનીતિમાં ફેરફાર તેમજ ઉથલપાથલની મોટી ચર્ચાઓ પણ થઈ રહી છે.

ઘણા સમય બાદ લેઉવા-કડવા પાટીદાર આગેવાનો એક મંચ પર ગુજરાતમાં રાજકીય પક્ષોની ઉથલ-પાથલ વચ્ચે મહત્વની બેઠક છે.

વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર આવ્યો છે. પાટીદાર આગેવાનોની બેેેઠક બાદ સામાજીક ધાર્મિક સંસ્થાઓના આગેવાનો એક મંચ પર આવતા ગુજરાતની રાજનીતિમાં મોટો સંયોગ પેદા થશે. આજરોજ ચાલી રહેલી આ બેેેઠકમાં લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાનો હાજર રહયા છે. પાટીદાર સમાજની 6 મુખ્ય સંસ્થાના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા છે ત્યારે સમાજના વિવિધ પ્રશ્નો કે જેની સરકાર લેવલે રજુઆત કરવાની હોય તેની ચર્ચાઓ માટે તેમજ કોવિડ મહામારીમાં ભાંગી પડેલા વેપાર ઉદ્યોગો વિશે વિશેષ ચર્ચા થનાર છે.

ખોડલધામ કાગવડ ખાતે સવારે 10 કલાકે શરૂૂ થયેલ આ બેઠકમાં નરેશભાઈ પટેલ રાજકોટ, મથુર સવાણી, સુરત. લવજી બાદશાહ, સુરત , જયરામ પટેલ, સીદસર મંદિર , દિલીપ નેતા , ઊંઝા મંદિર ,વાસુદેવ પટેલ, સોલા ઉમિયા કેમ્પસ, રમેશ દૂધવાળા, સોલા ઉમિયા કેમ્પસ , આર.પી.પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ,ગગજી સુતરીયા,સરદારધામ,દિનેશ કુંભાણી, ખોડલધામ ટ્રસ્ટી. સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.

નરેશભાઈ પટેલે અગાઉ કહ્યું હતું પાટીદારોની નોંધ જ નથી લેવાતી

ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ પાટીદારોના હિતમાં અનેકવાર નિવેદનો આપી ચુક્યા છે ત્યારે વર્ષ 2021માં ઊંઝા ખાતે કડવા અને લેઉવા પાટીદાર સમાજ વચ્ચે બેઠક યોજાઇ હતી ત્યારે નરેશભાઈ પટેલે નિવેદન આપ્યું હતું કે રાજકીય અને સામાજીક રીતે પાટીદારોની નોંધ લેવાતી નથી.

ઉદ્યોગથી લઈ તમામ ક્ષેત્રમાં પાટીદારો છે.જીડીપી વધારી શકે તેવી તાકાત પાટીદારો ધરાવે છે.કયારેય પણ લેઉવા કડવા સમાજ અલગ રહ્યો નથી સાથે મળી ને જ પાટીદારો માટે અનેકવિધ કર્યો કર્યા છે અને હંમેશા સમાજની ચિંતા કરી છે.પાટીદાર સમાજના યુવાઓને જ્યારે પણ જરૂર પડે ખોડલધામ અને ઉંઝા પાટીદાર યુવાનોની સાથે રહ્યું છે અને રહેશે.

ગુજરાતના રાજકીય,સામાજીક આગેવાનોની આ બેઠક પર નજર

કોરોનાની બીજી લહેરમાં થોડી રાહત થતા ખોડલધામ ખાતે આજે ઘણા સમય બાદ પાટીદાર સામાજીક સંસ્થાના અગ્રણીઓ એક મંચ પર આવ્યા છે.ત્યારે કોરોનાની બીજી લહેરમાં ગુજરાતમાં ઘણી જગ્યાએ લોકો સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યોની કામગીરીથી નાખુશ પણ છે.વર્ષ 2022ની ચૂંટણી પહેલાની આ બેઠક અનેક સંકેતો આપી રહી છે ત્યારે ગુજરાતના સૌ કોઈ રાજકીય સામાજીક આગેવાનોની નજર આ બેઠક પર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.