Abtak Media Google News

આવતીકાલે ત્રણ વાગ્યા સુધી ચોઇસ રાખી શકાશે

પેરા મેડિકલમાં તાજેતરમાં થયેલા રાઉન્ડમાં ખાલી પડેલી અને નવી મંજૂર થયેલી બેઠકો મળીને અંદાજે કુલ ૩૫૦૦ જેટલી બેઠકો માટે તા.૩૧ અને ૧લીના રોજ છેલ્લો રાઉન્ડ કરવાનું નક્કી કરાયું છે. વિદ્યાર્થીઓ તા.૩૧મીથી લઇને તા.૧લીએ બપોરે ૩ વાગ્યા સુધી ચોઇસ આપી શકશે. આ છેલ્લો રાઉન્ડ હોવાથી હવે પછી ખાલી પડનારી બેઠકો માટે કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓને આપેલી ચોઇસના આધારે તા.૪ અને ૬ દરમિયાન વિદ્યાર્થીઓએ ફી ભરીને રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.

પેરા મેડિકલમાં પ્રવેશ માટે તા.૩૧મી ઓક્ટોબર છેલ્લો દિવસ હતો. પરંતુ કાઉન્સિલ દ્વારા તા.૮મી નવેમ્બર સુધીની સમયમર્યાદા વધારી દેવામાં આવતાં હવે ખાલી પડેલી બેઠકો માટે છેલ્લો રાઉન્ડ કરવાનું નક્કી કરાયુ છે. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે તાજેતરમાં પુરા થયેલા રાઉન્ડમાં ૮૨૬૭ વિદ્યાર્થીઓએ ચોઇસ આપી હતી. જે પૈકી ૫૪૧૭ વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરવામાં આવી હતી. ફી ભરવાની સમયમર્યાદામાં માત્ર ૩૩૧૨ બેઠકો ખાલી પડી હતી. એટલે કે ચોઇસ આપ્યા પછી પણ અંદાજે ૨ હજારથી વધારે વિદ્યાર્થીઓ કોઇને કોઇ કારણોસર પ્રવેશ ક્ધફર્મ કરાવ્યો નથી. હવે છેલ્લા રાઉન્ડમાં ૩૩૧૨ અને હોમિયોપથીની નવી મંજૂર થયેલી બે કોલેજોની ૨૩૦ જેટલી બેઠકો મળીને અંદાજે ૩૫૪૨ બેઠકો માટે આવતીકાલથી છેલ્લો રાઉન્ડ શરૂ કરાશે. જેમાં તા.૩૧મીથી લઇને તા.૧લીએ બપોરે ૩ વાગ્યા સુધી વિદ્યાર્થીઓ પોતાની ચોઇસ આપી શકશે. પ્રવેશ સમિતિ દ્વારા તા.૪થીએ ૧૧ વાગે પરિણામ જાહેર કરાશે.

આ પરિણામ જાહેર કર્યા બાદ તા.૪ અને ૬ સુધીમાં વિદ્યાર્થીઓે ફી ભરવાની રહેશે. છેલ્લો રાઉન્ડ હોવાથી વિદ્યાર્થીઓને હવે પછી પ્રવેશ માટે કોઇ તક મળશે નહી. કાઉન્સિલ દ્વારા તા.૮મી નવેમ્બર સુધીની મુદત વધારવામા આવી છે. ખાલી પડનારી બેઠકો હવે કોલેજોને ભરવા આપી દેવામાં આવશે. સૂત્રો કહે છે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કાઉન્સિલની સમયમર્યાદા પુરી થઇ જતી હોવાથી જે બેઠકો ખાલી પડશે તેને હવે ખાલી રહેવા દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.