Abtak Media Google News

રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ અને રાજકોટ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સહયોગથી શાળા અને કોલેજની વિદ્યાર્થીનીઓને જાતીય સતામણી જેવી બાબતો અંગે કાનૂની માર્ગદર્શન અને સેલ્ફ ડિફેન્સ માટેની વિવિધ ટેકનિકસની તાલીમ આપવા માટે લિગલ અવેરનેસ એન્ડ ડિફેન્સ ટેકનિક્સ શિબિરનું આયોજન  જીનિયસ સ્કૂલ ખાતે કરવામાં આવ્યુ હતું.

મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે લિગલ અવેરનેશ એન્ડ ડિફેન્સ ટેકનિકસ શિબીર સંપન્ન

અધિક સિનિયર સિવિલ જજ એચ.વી. જોટાણીયા, ડે.મેયર દર્શિતાબેન શાહ, યુનિ.ના પ્રોફેસર ડો. રેખાબેન જાડેજા, માર્શલ આર્ટસના નિષ્ણાંત થંગજમ બાસુજીતસિંઘ, જુડોના નેશનલ પ્લેયર વૈશાલીબેન જોશી દ્વારા અપાયું માર્ગદર્શન

85 ટકા મહિલા કર્મચારીઓ સાથે નારી સશકિત કરણનું ઉદાહરણ જીનિયસ સ્કુલ: ચેરમેન  ડી.વી. મહેતા

આ કાર્યક્રમમાં કાયદા નિષ્ણાત તરીકે રાજકોટ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ અને અધિક સીનીયર સીવીલ જજ   એચ. વી. જોટાણીયા, રાજકોટના ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના  આસિસ્ટન્ટ પ્રોફેસર અને  મહિલા સશક્તિકરણ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ડો. રેખાબેન જાડેજા, તેમજ માર્શલ આર્ટસના નિષ્ણાત થંગજમ બાસુજીત સિંઘ અને જુડોના નેશનલ પ્લેયર, ડ્રેગન કુંગ ફુ અને ટેકવાન્ડોના નિષ્ણાત  વૈશાલીબેન જોષી દ્વારા મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પુરુ પાડયું હતું.  નારી સશક્તિકરણ એક દિવસ કે અઠવાડીયાની ઉજવણી પુરતું સીમીત ન હોવું જોઇએ પણ એ સતત ચાલતી પ્રક્રિયા જેવું હોવું જરુરી છે. જીનિયસ સ્કૂલનું  નારી સશક્તિકરણનું ઉદાહરણ આપતા  મહેતા એ જણાવ્યું હતું કે તેમેની સંસ્થામાં 85% સ્ટાફ ફકત સ્ત્રીઓ છે.

ઉપસ્થિત નારીઓને સંબોધન કરતા  રેખાબેન જાડેજાએ જણાવ્યું હતુ કે, આપણે છોકરીઓને નાનપણથી જ મોરલ, સોશ્યલ બાબતોની જેમ લીગલ અવેરનેસ આપવી જોઇએ. જયારે તમને કોઇ સ્પર્શ, શબ્દ કે બાબત ન ગમે તો મુંજવણ, શરમ, સંકોચ કે કશમકશમાં આવ્યા વગર તેનો પ્રતિકાર કરવો જ જોઇએ. આ તકે ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહે પણ તાજેતરમાં દાહોદમાં બનેલી ઘટનાનું ઉદાહરણ દેતા સેલ્ફ ડિફેન્સનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યુંહતું કે સ્ત્રી અબળા નથી અને તેણીને પોતાનું સ્વાભિમાન હોવું જોઇએ.

આ કાર્યક્રમના સહ-આયોજક, કાયદા નિષ્ણાત, રાજકોટ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ અને અધિક સીનીયર સીવીલ જજ  એચ. વી. જોટાણીયએ તેમના ઉદબોધનમાં સરકાર અને ન્યાયતંત્ર દ્વારા આ પ્રકારની શિબિરો અને રાજકોટ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોકોમાં જાગૃતિ માટે કરવામાં આવતા પ્રચાર-પ્રસારના પ્રયાસોની વિગતો વર્ણવી હતી.  તેમણે આ શિબિરનો ઉદેશ સ્પષ્ટ કરતા જાણાવ્યું હતુ કે દરેક સ્ત્રી એવું માનતી હોય

છે કે તેની સાથે આવું ક્યારે પણ નહી બને, પણ આ્જની પરિસ્થિતિમાં દરેક સ્ત્રી માટે પરિસ્થિતિ વેઇક-અપ કોલ સમાન છે. કોઇપણ સ્થિતિ માટે તૈયાર રહેવું ખુબ જ આવશ્યક છે.

ત્યારબાદ સેલ્ફ ડિફેન્સ અને માર્શલ આર્ટસના નિષ્ણાતો  થંગજમ બાસુજીત સિંઘ અને  વૈશાલીબેન જોષી દ્વારા વિવિધ સેલ્ફડિફેન્સની તકનીકોનું નિદર્શન તેમની ટીમ સાથે કરવામાં આવ્યું હતું. આ તકે જીનિયસ ગ્રુપની જીયા ભેડા અને અન્ય વિદ્યાર્થીનીઓએ પણ માર્શલ આર્ટસના વિવિધ દાવ પ્રદર્શીત કરી દર્શકોને અચંબીત કર્યા હતા. આ કાર્યક્રમનું સુચારુ સંચાલન  દિપ્તિ વડકુલ દ્વારા કરાયું હતું. અંતમાં આભાર દર્શન સંસ્થાના રોહિત શિકા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે બન્ને આયોજક સંસ્થાઓ દ્વારા આવા કેમ્પ દર મહિને ઓછામાં ઓછા એકવાર યોજવાનો નિર્ધાર પ્રદર્શીત કરાયો હતો.

આ શિબિર માટે પ્રત્યક્ષ સહભાગી તરીકે સરકારની કોવીડ ગાઇડલાઇન અનુસાર જીનિયસ ગ્રુપની શિક્ષીકાઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપરાંત રાજકોટ શહેરની અન્ય શૈક્ષણિક સંસ્થાઓ જેમકે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, મારવાડી યુનિવર્સીટી, આત્મીય યુનિવર્સીટી, મીનાબેન કુંડલીયા કોલેજ, લાભુભાઇ ત્રિવેદી કોલેજની વિદ્યાર્થીનીઓએ પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત આ શિબિરનું લાઇવ પ્રસારણ જીનિયસ સ્કૂલના ફેસબુક પેજ પરથી પ્રસારીત કરવામાં આવ્યું હતુ. આ શિબિરના આયોજનમાં સંસ્થાના ચેરમેન  ડી. વી. મહેતા, સીઇઓ  ડિમ્પલબેન મહેતા અને રાજકોટ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ એચ. વી. જોટાણીયા સાહેબના માર્ગદર્શનમાં રોહિત શિકા,   કાજલ શુકલા,  વિપુલ ઘનવા, પ્રમોદ જેઠવા, દ્રિષ્ટિ ઓઝા,  મનિન્દરકોર કેશપ, અશ્વિનિ ઠક્કર તેમજ જીનિયસ સ્કૂલની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.