તા. ૮.૩.૨૦૨૫ , શનિવાર ,સંવંત ૨૦૮૧, ફાગણ સુદ નોમ, આર્દ્રા નક્ષત્ર , આયુષ્માન યોગ, તૈતિલ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.
કર્ક (ડ,હ) : આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.
સિંહ (મ,ટ) : આજના દિવસે આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : વેપારીવર્ગને લાભદાયક દિવસ છે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે,વિદ્યાર્થીવર્ગ માટે પણ સારું રહે.
તુલા (ર,ત) : આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્ધિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,કાર્યને પૂર્ણ કરી શકો , પ્રગતિકારક દિવસ.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ) : સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે,લોક્ચાહનામાં વૃદ્ધિ થાય , આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : આજના દિવસે તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.
કુંભ (ગ ,સ,શ ) : પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ) : દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.
–સૂર્ય મહારાજ ૧૪ માર્ચના મીનમાં પ્રવેશ કરશે
ધીમે ધીમે ગ્રહો મીન રાશિ તરફ જમા થતા જાય છે અને રાહુ સાથે બુધ અને શુક્ર મીનમાં આવી ગયા છે તો સૂર્ય મહારાજ પણ ૧૪ માર્ચના મીનમાં પ્રવેશ કરશે અને ૨૯ માર્ચના શનિ મહારાજ પણ મીનમાં આવતા છ ગ્રહોની યુતિ અને ગ્રહણ પણ થશે જેની અસર હાલથી વિશ્વમાં દેખાઈ રહી છે અને એક અલગ પ્રકારની જ ધરી વિશ્વમાં બનતી જોવા મળી રહી છે તો ટ્રમ્પના નિર્ણયો અને વિદેશ સાથે આપણો વ્યવહાર પણ આહત થયો છે અને શેરબજાર પણ ઝોલા ખાઈ રહ્યું છે!! આ સમયમાં ઘણા દેશોની વિદેશનીતિમાં ધરખમ ફેરફાર આવતા જોવા મળશે અને બે દેશ વચ્ચે સંઘર્ષની સ્થિતિ જોવા મળશે તો કુદરતી આપદાઓ અને અકસ્માતથી સાવધ રહેવા જેવો સમય ગણી શકાય. જ્વાળામુખી સક્રિય થવાથી લઈને ધરતી ધ્રૂજવાની ઘટના બનતી જોવા મળે તો કેટલાક બનાવ ખાણમાં, પેટ્રોલિયમ મથક પર કે ટોલનાકા પર ઘટના ઘટિત થતી જોવા મળે. મીન રાશિ જળતત્વની રાશિ છે માટે સમુદ્રમાં મોટી ઘટનાઓ બનતી અને યુદ્ધ અભ્યાસ તથા સબમરીનને લગતી બાબતો સામે આવે સાથે સાથે પાણીજન્ય રોગથી સાવધ રહેવું પડે અને કોઈ જળકરાર કે મોટી નદી બાબતે વિવાદ થતા જોવા મળે. પેટ્રોલિયમ પેદાશો અને તેના ભાવ બાબત તથા તેલના કુવા સુરખીઓમાં રહે અને તે અંગે વિવાદ જોવા મળે તો દિગ્ગજ લોકો કોઈને કોઈ પ્રકરણમાં ફસાતા જોવા મળે વળી મીન રાશિ હોસ્પટલ અને કારાવાસ સૂચવે છે માટે દિગ્ગજ લોકો માટે આ સમયમાં આ યોગ બનતા જોવા મળે છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨
૭૯૯૦૫૦૦૨૮૨