તા. ૩.૪.૨૦૨૫, ગુરુવાર ,સંવંત ૨૦૮૧, ચૈત્ર સુદ છઠ, રોહિણી નક્ષત્ર , સૌભાગ્ય યોગ , કૌલવ કરણ , આજે સાંજે ૬.૨૧ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) ત્યારબાદ મિથુન (ક,છ,ઘ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.
વૃષભ (બ,વ,ઉ) : સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.
મિથુન (ક,છ,ઘ) : ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે ,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.
કર્ક (ડ,હ) : થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.
સિંહ (મ,ટ) : જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે. દિવસ લાભદાયક રહે.
કન્યા (પ ,ઠ ,ણ ) : આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે ,પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે ,વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,દિવસ ખુશનુમા વીતે .
વૃશ્ચિક (ન ,ય ) : નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે ,ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ) : અંગત વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે વળી હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
મકર (ખ ,જ ) : વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.
મકર (ખ ,જ ) : વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.
કુંભ (ગ ,સ,શ ) : આજના દિવસે તમારા રસના વિષયો માં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ) : આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે ,ભાઈ ભાંડુ સુખ સારું રહે,અંગત મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
–વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ મહારાજ છે
આજે વાત કરીએ નભોમંડળની આઠમી રાશિ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ મહારાજ છે અને મંગળના અધિપત્યમાં જીવન શરુ કરતી પ્રથમ રાશિ મેષ અને આઠમી વૃશ્ચિક રાશિ બેઉ આવે છે. વૃશ્ચિક રાશિ ઊંડી રાશિ છે અને તેના મનમાં શું છે તે તરત જાણી શકાતું નથી વળી તે શત્રુઓને ભૂલી શકતા નથી. વૃશ્ચિક રાશિના જાતકો સ્વયં નક્કી કરી રહસ્યમય રીતે પોતાની યોજનાઓ અમલમાં મૂકી શકે છે. ચંદ્ર માટે આ રાશિ નીચસ્થ હોવાથી તેમની લાગણી અલગ રીતે વ્યક્ત થતી જોવા મળે છે. શનિના પરિવર્તનથી તેમની નાની પનોતી પૂર્ણ થાય છે અને ધીમે ધીમે જીવનમાં વેગ પકડાતો જોવા મળશે. વૃશ્ચિક રાશિના જાતકો હવે જીવનના અંતરાયો દૂર કરી શકશે અને આગળ વધી શકશે. કારકિર્દીમાં આવેલા પડકારોને પહોંચી વળશે પરંતુ પ્રણયમાર્ગે હજી થોડી અડચણો આવતી જોવા મળશે અને લાગણી અભિવ્યક્તિ કરવામાં પરેશાની થતી જોવા મળશે. ચોથેથી પસાર થતા રાહુ મહારાજ હજુ માનસિક ચિંતાઓ રખાવે છે જે જૂન માસથી સારું થતું જોવા મળશે વળી આ જાતકો રહસ્ય જાણવાના શોખીન હોય છે અને ઘણીવાર રહસ્યશાસ્ત્રોમાં ઊંડા ઉતરતા જોવા મળે છે તેમની પાસે તેમના વિચારોને યુનિવર્સ સુધી પહોંચાડવાની તાકાત હોય છે શરત એ છે કે તેમાં હકારાત્મક અભિગમ હોવો જોઈએ. તેઓ દુશ્મની બહુ જલ્દી ભૂલી શકતા નથી સારી વાત એ છે કે હવે આગળ ઉપર તેમના માટે સમય સારો આવી રહ્યો છે.

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯ ૦૫૦૦ ૨૮૨
૭૯૯ ૦૫૦૦ ૨૮૨