તા. ૨૩.૨.૨૦૨૫ , રવિવાર ,સંવંત ૨૦૮૧, મહા વદ દશમ , મૂળ નક્ષત્ર , વજ્ર યોગ, બવ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય ,શુભ દિન .
મિથુન (ક,છ,ઘ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મતભેદ નિવારી શકો,વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.
કર્ક (ડ,હ) : નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પર થી શીખવું પડે.
સિંહ (મ,ટ) : વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ. સ્ત્રીવર્ગને પણ સારું રહે.
કન્યા (પ,ઠ,ણ) : પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ લાભદાયક રહે.
તુલા (ર,ત) : નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ) : જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.
મકર (ખ,જ) : બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું, ખર્ચ પર અંકુશ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
કુંભ (ગ,સ,શ ) : મિત્રો સાથે આનંદ માણી શકો,ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થહતી જણાય.
મીન (દ,ચ,ઝ,થ) : વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ ,નોકરિયાતવર્ગ ને સારું રહે,ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.
–કન્યા રાશિ આપણું રોજીંદુ જીવન પણ દર્શાવે છે
જન્મકુંડળીમાં કન્યા રાશિ જ્યાં હોય ત્યાં વ્યક્તિ હિસાબ રાખતો હોય છે અને કન્યા રાશિ રોગ,ઋણ એટલે કે દેવું એટલે કે લોન દર્શાવે છે તથા હિતશત્રુ દર્શાવે છે. કન્યા રાશિ આપણું રોજીંદુ જીવન પણ દર્શાવે છે તથા શરીર પોતાની રીતે કેટલું જાતે હિલ થઇ શકશે તે પણ દર્શાવે છે. કન્યા રાશિ મોસાળ એટલે કે માતાના ભાઈઓ દર્શાવે છે. જીવનમાં આવતા અંતરાયો અને પડકારને કન્યા રાશિથી સમજી શકાય છે કન્યા રાશિમાં ક્રૂર ગ્રહ હોય તો વ્યક્તિ શત્રુઓને કડક થઇ જવાબ આપે છે અને લડી લે છે જયારે સૌમ્ય ગ્રહ શત્રુ સામે શાંત રહેવાની નીતિ અપનાવે છે.લડાઈ ઝઘડા જીવનમાં પ્રાણીઓનું મહત્વ આજુબાજુનું વાતાવરણ અને નોકર ચાકરનું સુખ કન્યા રાશિથી જોવાય છે. મહત્વની બાબતમાં નોકરી, જોબ છઠા સ્થાનથી જોવામાં આવે છે છઠ્ઠું સ્થાન મજબૂત બનતું હોય ત્યારે વ્યક્તિને જોબથી લાભ થતો હોય છે છઠ્ઠું સ્થાન વધુ પ્રભાવિત થયું હોય તો વ્યક્તિ લોન લઈને ભરી શકતો નથી અથવા લાંબા સમયે ભરી શકે છે. વ્યવસાયની બાબતોમાં છઠ્ઠું સ્થાન મજબૂત થતું હોય તો જાતકને નોકરીથી લાભ થાય છે પેટ અને આંતરડાનો ભાગ લીવર વિગેરે અહીંથી જોવાય છે. તમારી નીચે કામ કરતા કર્મચારી પણ કન્યારાશિથી જોવાય છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી