તા. ૬.૩.૨૦૨૫ , ગુરુવાર ,સંવંત ૨૦૮૧, ફાગણ સુદ સાતમ, રોહિણી નક્ષત્ર , વિષ્કુમ્ભ યોગ, વિષ્ટિ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો,પ્રગતિકારક દિવસ રહે.
વૃષભ (બ,વ,ઉ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તમારા પ્રતિભાવ અને કાર્યની સરાહના થાય.
મિથુન (ક,છ,ઘ) : વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે. અન્ય માટે વિશેષ દોડધામ રહે, મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય,કેટલીક બાબતોને ઊંડાણપૂર્વક સમજી શકશો.
સિંહ (મ,ટ) : વેપારીવર્ગ ને સારું રહે,નવી દિશાઓ ખુલતી જણાય,પ્રગતિ થાય,નોકરિયાતવર્ગ માટે પણ પ્રગતિકારક સમય.
કન્યા (પ ,ઠ ,ણ ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,દાન ધર્મ કરી શકો,આધ્યાતિમ્ક ચિંતન થાય,શુભ દિન.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો,સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી શકો, દિવસ આનંદદાયક રહે.
વૃશ્ચિક (ન ,ય ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, ટીમવર્કથી સારું પરિણામ મેળવી શકો.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ) : તબિયતની કાળજી લેવી,ખાવા પીવામાં ધ્યાન રાખવું,લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા પડે ,મધ્યમ દિવસ.
મકર (ખ ,જ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિથી મુલાકાત થાય,વિશેષ પ્રતિભા કેળવી શકો.
કુંભ (ગ ,સ,શ ) : કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નવી ઓળખાણોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, પ્રગતિકારક દિવસ રહે.
મીન (દ ,ચ ,ઝ ,થ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–સૂર્ય મહારાજ આત્માના કારક છે
આપણે હાલ ગ્રહોના ગુણધર્મ વિષે વાત કરીએ છીએ. આજે ગ્રહોના રાજા સૂર્ય મહારાજ વિષે વાત કરીએ તો સૂર્ય આત્માના કારક છે અને રાજા,સત્તા,સિંહાસન,અધિકાર, પાવર સૂર્યથી જોવામાં આવે છે. સૂર્યએ સરકાર છે, સૂર્ય કડક નિર્ણય છે, સૂર્ય પ્રકાશ છે, સૂર્ય તેજ છે, સૂર્ય પદ,પ્રતિષ્ઠા અપાવે છે. ઉચ્ચ અધિકારીઓ અને ઉચ્ચ પદ પર બિરાજમાન લોકોને સૂર્ય જન્મકુંડળીમાં ખુબ સારી અવસ્થામાં જોવા મળે છે. મારા વર્ષોના અવલોકનમાં મેં જોયું છે કે જયારે સૂર્ય સારી અવસ્થામાં હોય ત્યારે તે વ્યક્તિને ચમકાવે છે લાઇમ લાઈટમાં રાખે છે અને સન્માનજનક પદ આપે છે. યશ કીર્તિ અને સન્માન સૂર્ય અપાવે છે પરંતુ આજ સૂર્ય વધુ સારી અવસ્થામાં અહં આપનાર પણ બને છે અને પોતાનું ધાર્યું કરાવનાર બને છે તથા ક્યારેક સત્તાનો નશો ચડતો પણ જોવા મળે છે. સૂર્ય પિતાના કારક છે, પિતાનો વારસો એનો સ્વભાવ વિગેરે સૂર્યથી જોવાય છે તો સરકારી નીતિ અને ટેક્સ વિગેરે પણ સૂર્યથી જોવામાં આવે છે તો સૂર્ય જીવન જીવવા માટેની મહત્વની કડી પણ છે. સૂર્ય આત્માની બાબતો અને નીતિમત્તા બતાવે છે અને સૂર્ય સારો હોય ત્યારે વ્યક્તિ ખોટા સમાધાન કરતો નથી. પ્રભુ શ્રી રામાવતાર સૂર્યવંશ અવતાર છે. કુશળ મેનેજમેન્ટ માટે બુધ સાથે સૂર્ય જોવામાં આવે છે અને કાયદા નીતિ નિયમ પણ સૂર્ય સાથે રહી બનાવે છે જયારે સૂર્ય ઉનાળો પણ છે અને તાંબા પર તેનો અમલ છે રત્નમાં માણેક રત્ન સૂર્યનું છે. સૂર્ય અગ્નિ સામે કરવામાં આવતી સાધના પણ દર્શાવે છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨