ટોક્યો ઓલિમ્પિક: કુસ્તીમાં ભારતના બાહુબલી બજરંગની સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી

ભારતીય કુસ્તીબાજ બજરંગ પૂનિયાએ કિર્ગિસ્તાનના ખેલાડીને હરાવ્યો: અઝરબૈજાનના પહેલવાન સાથે મુકાબલો

ભારતના ખેલાડીઓનું ઓલિમ્પિકમાં પ્રદર્શન સરાહનીય રહ્યું છે. ત્યારે કુસ્તીમાં ભારતના બાહુબલી બજરંગ પુનિયાએ કિર્ગિસ્તાનના ખેલાડીને મ્હાત આપી સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી મારી છે. બજરંગ પુનીયાનો આજે અઝરબૈજાનના પહેલવાન સાથે મુકાબલો થશે.

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે મેડલના દાવેદાર કુસ્તીબાજ બજરંગ પૂનિયાએ ક્વાર્ટર ફાઇનલ મેચ જીતી લીધી છે. તેણે ૬૫ કિલો વજન કેટેગરીમાં એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ઈરાનના મોર્ટેઝા ધિયાસીને પછાડીને જીત મેળવી છે. સેમી-ફાઈનલમાં તેનો મુકાબલો અઝરબૈજાનના હાજી અલીયેવ સામે થશે. આ મેચ આજે જ રમાશે. અલીયેવ ૫૭ કિગ્રામાં રિયો ૨૦૧૬માં બ્રોન્ઝ મેડલ વિજેતા અને ૬૧ કિલોગ્રામમાં ત્રણ વખતનો વર્લ્ડ ચેમ્પિયન છે.

બજરંગે વિજય સાથે ઓલિમ્પિકની શરૂઆત કરી હતી. તેણે આજે કિર્ગિસ્તાનના એર્નાઝર અકમાતાલીવ પર ટેકનિકલ આધાર પર પ્રિ-ક્વાર્ટર ફાઇનલ જીતી હતી. એક સમયે બજરંગને કિર્ગિસ્તાનના કુસ્તીબાજ ઉપર ૩-૧ની લીડ મેળવી લીધી હતી. બીજા તબક્કામા, બજરંગે અકમાતાલીવનો પગ પકડીને પછાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બીજો પણ હાથમાં ન આવવાથી ચૂકી ગયો. છેલ્લી થોડી સેકન્ડમાં અકમાતાલીવે વાપસી કરી અને બે વાર પુનિયાને રિંગની બહાર 2 પોઇન્ટ મેળવ્યા હતા. ત્યાર બાદ પછી સ્કોર ૩-૩ની બરાબરી પર હતો. મેચના અંતે, કોણે એક સાથે સૌથી વધુ પોઇન્ટ મેળવ્યા, ત મુદ્દે મેચનું પરિણામ નક્કી થયું. બજરંગે એક સાથે ૨ પોઇન્ટ મેળવ્યા હતા. તેના આધારે તેને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.

ક્વાર્ટર ફાઇનલમાં બજરંગ ૧-૦થી પાછળ હતો. આ પછી, બજરંગને છેલ્લી ઘડીએ ૨ પોઇન્ટ મેળવ્યા હતા. પછી તે ઈરાની કુસ્તીબાજને પછાડીને મેચમાંથી બહાર કરી દીધો હતો. તેને વિકટ્રી બાય ફોલ રૂલ દ્વારા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.

અન્ય ભારતીય કુસ્તીબાજ સીમા એન્ટિલ શુક્રવારે તેની પ્રથમ ઓલિમ્પિકમાં મહિલાઓની ૫૦ કિગ્રા ફ્રી સ્ટાઇલની પ્રથમ સ્પર્ધામાં ટ્યૂનિશિયાની સારા હમદી સામે હારી ગઈ હતી. મારિયા ત્રણ વખત ઓલિમ્પિક મેડલ વિજેતા અને ૨૦૧૯ વર્લ્ડ ચેમ્પિયન છે.