Abtak Media Google News

સિંહરાજે સિલ્વર મેડલ પોતાને નામ કર્યો: બેડમિન્ટનમાં પણ સુહાસ યતિરાજની ધમાકેદાર ફાઇનલમાં એન્ટ્રી

 

અબતક, ટોક્યો

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનું સતત ઉજળું પ્રદર્શન ઝારી રહ્યું છે. જેમાં ભારતના શૂટર મનીષ નરવાલે ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યો છે. તો બીજી તરફ સિંહરાજે સિલ્વર પદક પોતાનાં નામે કર્યો છે. જ્યારે બેડમિન્ટનમાં ભારતના આઈએએસ અધિકારી સુહાસ યતિરાજે ધમાકેદાર ફાઇનલમાં એન્ટ્રી કરતા વધુ એક ગોલ્ડની આશા રહી છે.

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ૧૧ મા દિવસે ભારતે સારી શરૂઆત કરી હતી. શૂટિંગમાં એસએચ-૧ કેટેગરીની ૫૦ મીટર એર પિસ્તોલમાં મનીષ નરવાલ અને સિંહરાજ અધાનાએ ગોલ્ડ મેડલ જીત્યો છે.

બેડમિન્ટન એસએલ-૪માં નોઇડાના ડીએમ સુહાસ યતિરાજ પણ ફાઇનલમાં પહોંચ્યા છે અને આજે ભારતનો બીજો મેડલ સુનિશ્ચિત કર્યો છે. પ્રમોદ પહેલા ભગતે એસએલ-૩ માં ભારત માટે ઓછામાં ઓછું સિલ્વર મેડલ સુનિશ્ચિત કર્યું છે. પેરાલિમ્પિક્સમાં અત્યાર સુધીમાં ભારતને ૩ ગોલ્ડ, ૭ સિલ્વર અને ૫ બ્રોન્ઝ મળીને ૧૫ મેડલ મળ્યા છે.

મનીષે ફાઇનલમાં ૨૦૯ નો સ્કોર કર્યો હતો, જ્યારે સિંહરાજે ૨૦૭ના સ્કોર સો સિલ્વર મેડલ જીત્યો. અગાઉ અધાના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ૫૩૬ પોઇન્ટ સો ચોા સને હતા, જ્યારે નરવાલ ૫૩૩ પોઈન્ટ સો સાતમા સને હતો. અધાનાએ ૧૦ મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

તો બીજી તરફ ભારતના પ્રમ આઈએએસ ખિલાડી સુહાસ યતિરાજનો પણ બેડમિન્ટનમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જેી સુહાસે ભારત માટે વધુ એક મેડલ સુનિશ્ચિત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનીષ અને સિંહરાજને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે “ટોક્યો પેરાલિમ્પિક્સમાંી ગૌરવપૂર્ણ પ્રદર્શન ચાલુ છે. યુવા અને ખૂબ જ પ્રતિભાશાળી મનીષ નરવાલની મહાન સિદ્ધિ. તેમનો ગોલ્ડ મેડલ જીતવો ભારતીય રમત માટે વિશેષ ક્ષણ છે. તેમને અભિનંદન. ભવિષ્ય માટે શુભેચ્છાઓ.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.