Abtak Media Google News

વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા: સ્પ્રિંટર પ્રાચી યાદવનો ફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ફરી એકવાર ભારતનો ઝળહળતો દેખાવ રહ્યો છે. જેમાં ભારતીય હાઈ જમ્પ ટી-૬૪માં પ્રવિણ કુમારે ઐતિહાસિક જમ્પ લગાવી સિલ્વર મેડલ પોતાને નામ કર્યું છે. જેના બદલે વડાપ્રધાન મોદીએ પણ તેમને શુભેચ્છા પાઠવી હતી. તો ભારતીય સ્પ્રિંટર પ્રાચીએ પણ ધમાકેદાર ફાઇનલમાં પ્રવેશ કરતા ભારતની વધુ એક મેડલની આશા જાગી છે.

ટાક્યો પેરાલિમ્પિક્સમાં ભારતે સારી શરૂઆત કરી છે. પ્રવીણ કુમારે મેન્સ ટી-૬૪ હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો છે. ટોક્યોમાં ભારતનો આ ૧૧ મો મેડલ છે. જ્યારે કેનો સ્પ્રિન્ટમાં પ્રાચી યાદવ અને શૂટરમાં રાજસ્થાનની અવની લેખરા ફાઇનલમાં પહોંચી છે. તીરંદાજીમાં, ભારતના તીરંદાજ હરવિંદર સિંહે પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઓપન એલિમિનેશનમાં આગળના રાઉન્ડમાં પહોંચી ગયો છે. જ્યાં બેડમિન્ટનમાં પુરુષ સિંગલ્સના એસએલ-૪ મુકાબલામાં સુહાસ એલ યથીરજ પણ આગળના રાઉન્ડમાં પહોંચી ગયા છે.

પ્રવીણ કુમારનો એક પગ સામાન્ય વ્યક્તિ કરતા નાનો છે. પરંતુ તેણે આ નબળાઈને પોતાની તાકાત બનાવી અને પેરાલિમ્પિકના સ્ટેજ સુધી જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધો. પ્રવીણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સ્કૂલમાં વોલીબોલ રમતો હતો અને તેનો જમ્પ સારો હતો. એકવાર તેણે હાઈ જમ્પમાં ભાગ લીધો અને પછી એથ્લેટિક્સ કોચ સત્યપાલે જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં જઈને અભ્યાસ કરવાની ભલામણ કરી. ત્યાર બાદ તે જનવાહ લાલ સ્ટેડિયમમાં અભ્યાસ કરવા લાગ્યો હતો.

પ્રવીણે જુલાઈ ૨૦૧૯માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. એ જ વર્ષે નવેમ્બરમાં તેણે સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. તેણે વર્લ્ડ ગ્રાં પ્રિ માં ગોલ્ડ જીત્યો હતો અને હાઇ જંપમાં ૨.૦૫ મીટરનો એશિયા રેકોર્ડ બનાવ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યા બાદ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી શુભેચ્છા પાઠવી હતી.

પ્રાચી યાદવે કેનો સ્પ્રિન્ટની મહિલા સિંગલ્સ ૨૦૦ મીટર વીએલ-૨ ઇવેન્ટમાં ત્રીજા સ્થાને રહીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. પ્રાચી યાદવ ગ્વાલિયરના બહોદાપુર વિસ્તારના આનંદ નગરની રહેવાસી છે. કેનોઇંગની ફાઇનલમાં પહોંચનાર તે પ્રથમ મહિલા ખેલાડી છે. પ્રાચી યાદવના બંને પગ જન્મથી ખરાબ છે. ૭ વર્ષની ઉંમરે માતાનું પણ અવસાન થયું હતું. તો ૯ વર્ષની ઉંમરે, પ્રાચી ૨૦૦૭ માં સ્વિમિંગમાં જોડાઈ હતી. તે જ વર્ષે તેને ચેમ્પિયનશિપમાં રમવાની તક પણ મળી હતી. પ્રાચીએ જુનિયર કેટેગરીમાં ગોલ્ડ જીત્યો હતો. આ જીતથી રમતમાં તેનો આત્મવિશ્વાસ વધ્યો છે. દિવસ -રાત મહેનત કર્યા પછી, તે સતત ૩ વર્ષ સુધી મેડલ જીતતી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.