Abtak Media Google News

ભારતે આપેલો 307 રનનો લક્ષ્યાંક ન્યુઝિલેન્ડની ટીમે માત્ર 3 વિકેટ ગુમાવી હાસલ કરી લીધો: કેપ્ટન વિલીયમસને અણનમ 94 રન ફટકાર્યા: ચોથી વિકેટ માટે અણનમ 221 રનની ભાગીદારી

ન્યૂઝીલેન્ડમાં વનડે ક્રિકેટમાં ભારતીય ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. શિખર ધવનની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા વનડેનો પહેલો મેચ હારી ગઈ છે. ભારતે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 307 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેની 3 મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આજે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ આપેલા 307 રનના ટાર્ગેટને ન્યૂઝીલેન્ડે 7 વિકેટે ચેઝ કરી લીધો હતો કિવી ટીમ તરફથી કેપ્ટન કેન વિલિયમસન અને વિકેટકીપર બેટર ટોમ લાથમની વચ્ચે શાનદાર અને રેકોર્ડબ્રેક પાર્ટનરશિપ બની હતી. ટોમ લાથમે 104 બોલમાં 145 રન ફટકાર્યા હતા. તો કેપ્ટન કેન વિલિયમસને 98 બોલમાં 94 રન ફટકાર્યા હતા. ટીમ ઈન્ડિયાના બોલર્સ આ જોડી સામે લાચાર થઈ ગયા હતા. ઉમરાન મલિકે બે વિકેટ, જ્યારે શાર્દૂલ ઠાકુરને એક વિકેટ મળી હતી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે સાત વિકેટે 306 રન બનાવ્યા હતા.ન્યૂઝીલેન્ડ એ આ ટાર્ગેટ 47 ઓવરમાં જ મેળવી લીધો હતો. ભારતીય ટીમને પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડના સામે સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે 307 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ કિવી ટીમે તેને સરળતાથી હાંસલ કરી લીધો હતો. કેન વિલિયમસન અને ટોમ લાથમક્ષશ વિસ્ફોટક ઇનિંગને કારણે તેઓ ન્યુઝીલેન્ડ ટીમની જીતના હીરો રહ્યા હતા.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે સાત વિકેટે 306 રન બનાવ્યા હતા. કેપ્ટન શિખર ધવન, શ્રેયસ ઐયર અને ઓપનર શુભમન ગિલ પણ ભારતીય ઇનિંગ્સના હીરો રહ્યા હતા.ધવને 72 અને ગિલે 50 રન બનાવ્યા હતા અને બંને વચ્ચે પહેલી વિકેટ માટે 124 રનની ભાગીદારી થઈ હતી.

ઉપરાંત શ્રેયસ અય્યરની વાત કરીએ તો તેણે 76 બોલમાં 80 રન બનાવ્યા હતા. આ સાથે જ ટીમ ઈન્ડિયા તરફથી વોશિંગ્ટન સુંદર રમતો જોવા મળ્યો હતો અને તેને 16 બોલમાં ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી અણનમ 37 રન બનાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.