શું તમે જાણો છો!!! ટમેટા, દૂધી સુપના અનેક ફાયદાઓ

ન્યુટ્રીવેલ્યુ યુક્તા ટમેટા, દૂધીનો સૂપ

 

આ સુખદાયક સૂપ ભારતીય મસાલાઓ સાથે મસાલાવાળી શાકભાજીનું યોગ્ય મિશ્રણ છે. તમારા બાળકો માટે એક જ વાનગીમાં દૂધી અને ટામેટાં જેવા શાકભાજીનો સમાવેશ કરવાનો આનાથી સારો કોઈ રસ્તો નથી. ગોળની શાકભાજી, ખાસ કરીને દૂધી/લૌકી, સૌથી આરોગ્યપ્રદ શાકભાજીમાંની એક છે. તેમાં ચરબી ઓછી હોય છે અને ડાયેટરી ફાઈબર વધારે હોય છે.ઘણા લોકો ડાયટમાં પણ સામેલ કરે છે.આ હેલ્થી સૂપ ગણવામાં આવે છે.

 

હેલ્થી ટમેટા અને દૂધી ના સૂપની રેસીપી :-

 સામગ્રી :

ટમેટા (૫૦૦ ગ્રામ), દૂધી (૬૦૦ ગ્રામ), પાણી (૪૦૦ ગ્રામ), આદુ નો એક કટકો નાનો , સિંધવ મીઠું , કોથમીર , ફુદીનો

 

પધ્ધતિ :

(૧) દૂધીની છાલ કાઢી ધોઈ કટકા કરી લેવાના, (૨) ટમેટા ધોઈ મોટા કટકા કરી લેવાના, (૩) એક કૂકરમાં ટમેટા ,દૂધી , આદુ નો એક કટકો અને એક ગ્લાસ જેટલું પાણી નાખીને બે વિસિલ વગાડવી , (૪) ઠંડુ કરી બ્લેન્ડર ફેરવી લેવું, (૫) મોટા કાણા વાળી ગરણી માં ગાળી લેવું, (૬) મધ્યમ તાપ પર એક પેનમાં ઘી ગરમ કરી તેમાં હિંગ, જીરું પાઉડર, ફુદીના, મરી અને કઢી પત્તા ઉમેરો (૭) તેમાં બધું ઉમેરી વધારાનું પાણી નાખીને થોડીવાર ઉભરો આવે ત્યાર સુધી ગરમ થવા દેવાનું, (૮) સારી રીતે મિક્સ કરો અને 6-7 મિનિટ માટે પકાવો. (૯) સૂપને સૂપ બાઉલમાં સ્થાનાંતરિત કરો તેને ઉતારી કોથમીર ઉમેરીને ગરમાગરમ સર્વ કરો.

નોંધ :

લીંબુનો રસ સ્વાદ માટે ઉમેરી શકો છો

લસણની પેસ્ટ ઉમેરી શકો છો

ગોળ સ્વાદ માટે ઉમેરી શકો છો.

 

ફાયદા :

ટમેટામાં વિટામીન સી , મેલીક એસિડ , લોહતત્વ ફોસ્ફરસ અને કેલ્શિયમ ભરપૂર હોય છે. સાથે ક્ષારીય છે. દુધીમા અમુક ઇસ્ટોરાઇડ્સસાથે ક્ષાર તત્વો છે. સુપાચ્ય અને શક્તિવર્ધક ગણાય. જમતા પહેલા લેવાથી અન્નનું પ્રમાણ ઓછું થાય. કબજિયાત સામે લડવામાં મદદ કરે છે, કારણ કે તેમાં ફાઇબર અને ચરબી ઓછી છે, આયુર્વેદ ડાયાબિટીસના દર્દીઓ અને નાના બાળકો માટે આ ખોરાકની ખૂબ ભલામણ કરે છે. આ સૂપ લેવાથી રસસ્ત્રાવ ગ્રંથીઓ સારી રીતે કાર્ય કરે છે.