Abtak Media Google News

સૌરાષ્ટ્રભરમાં કાલે ઠેર-ઠેર શાલિગ્રામ અને તુલસીજીના છોડના શુભ લગ્નના આયોજનો: ફરી એક વખત ભવ્ય આતશબાજીની આકાશમાં અવનવી રંગોળી સર્જાશે: દેવોના વિવાહને વધાવવા ભાવિકોમાં અનેરો ઉત્સાહ: ઘેર-ઘેર તુલસીના છોડ પાસે દિવો અને શેરડીનો સાંઠો મુકી કરાશે દેવદિવાળીની ઉજવણી: ઠાકોરજી અને તુલસી વિવાહ અવસરે જાનૈયા અને માંડવીયા બનવા ભાવિકોમાં અનેરો ઉમંગ: દેવદિવાળીની સાથે જ લગ્ન સરાની મૌસમ પણ પૂરબહારમાં ખીલશે: ગામે-ગામ મંદિરોમાં તુલસી વિવાહ અને મહાપ્રસાદના આયોજનો: શેરડીના પાકનો પ્રથમ ફાલ બજારમાં મુકવા કાલનો દિવસનો ઉતમ

આવતીકાલે તુલસીવિવાહ. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં તા.૩૧ને મંગળવારે ભકિતભાવપૂર્વક તુલસીવિવાહની ઉજવણી કરવામાં આવશે. કારતક સુદ અગિયારસના શુભદિને દેવદિવાળી મનાવવામાં આવે છે ત્યારે આવતીકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠેર-ઠેર શાલિગ્રામ સ્વ‚પ ઠાકોરજી અને છોડ સ્વ‚પ તુલસીજીના શુભલગ્ન ધામધૂમથી કરવામાં આવશે. ફરી એક વખત આકાશ ફટાકડાની રંગોળીથી સુશોભિત થશે. આવતીકાલે દેવદિવાળીની સાથે જ લગ્નસરાની મૌસમ પણ પુરબહારમાં ખીલી ઉઠશે.

દિપોત્સવની પૂર્ણાહૂતિ કાર્તિક સુદ લાભ પાંચમના દિને થાય છે. લાભ પાંચમથી દેવોની ‘દેવદિવાળી’ના દસ દિવસીય મહાપર્વનો આરંભ થાય છે. અની સમાપ્તિ કાર્તિક સુદ પૂર્ણિમાએ થાય છે. શિવજીના ‘ત્રિપુર વિજય’ અને વિષ્ણુના ‘જાગૃતિ સમય’ને વધાવવા દેવદિવાળીની ઉજવણી કરવામાં આવે છે. દેવદિવાળીના મંગળપર્વે ધરતીલોક અને સ્વર્ગલોકનો ‚ડો સંગમ થાય છે. ‘સનત્કુમારસંહિતા’ મુજબ શિવજીને પ્રસન્ન કરવા મનુષ્યોએ સંધ્યાકાળે દેવદિવાળી ઉજવવી જોઈએ ત્યારે આવતીકાલે દેવોની સાથે માનવો પણ દીવડા પ્રજવલીત કરીને ફટાકડાઓ ફોડીને દેવોના આનંદ-ઉલ્લાસમાં ભાગીદાર બનશે.એકાદશીના દિવસે શ્રદ્ધાળુઓ તુલસી અને શાલિગ્રામના વિવાહ કરીને જન્મો જન્માંતરના બંધનમાંથી મુકિત મેળવી શકે છે. દેવલોકમાં પણ દેવદિવાળીને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. કહેવાય છે કે દેવલોકના તમામ દેવી દેવતાઓ તુલસી વિવાહમાં ઉત્સાહભેર જોડાય છે.

આ વિવાહ પ્રસંગ દેવલોકમાં અગિયારથી કાર્તિક પૂર્ણિમા સુધી ઉજવાય છે. વિવાહ પછી જ આપણા સમાજમાં માંગલિક પ્રસંગોની શ‚આત કરવામાં આવે છે. ત્યારે આવતીકાલે દેવદિવાળીએ ઠાકોરજી અને તુલસીજીના વિવાહ અવસરે જાનૈયા અને માંડવિયા બનવા શ્રદ્ધાળુઓમાં અનેરો થનગનાટ જોવા મળશે. લોકો શેરડી લાવી તુલસીપૂજા કરશે.શાસ્ત્રો મુજબ દેવપોઢી અગિયારસથી ભગવાન સૂતેલા હોવાથી તેમને દેવઉડી અગિયારસના રોજ જગાડવામાં આવે છે. આ દિવસને પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવદિવાળીએ ભગવાનના લગ્ન લેવાયા બાદ આપણે ત્યાં લગ્નની સિઝન શ‚ થાય છે. શેરડીના પાકનો પ્રથમ ફાલ બજારમાં મુકવા માટે ખાસ આ દિવસને પસંદ કરવામાં આવે છે. આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છના ગામે-ગામ તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવશે. તુલસી વિવાહની સાથો સાથ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવશે. વિવિધ ધાર્મિક સંસ્થાઓ તેમજ મંદિરોમાં કાલે વિધિવિધાન મુજબ દેવદિવાળી ઉજવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.