Abtak Media Google News

૭૩માં સ્વાતંત્ર્ય પર્વની કરાશે ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવશે જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી છોટા ઉદેપુરમાં: શહેરમાં વિવિધ કાર્યક્રમો અને પરેડનું રિહર્સલ કરાયું

૧૫ ઓગષ્ટ ભારત આ વર્ષે ૭૩મો સ્વાતંત્રતા દિવસ ઉજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે. કેટલાક લોકો પતંગ ઉડાવીને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરશે. સ્કૂલો અને ઓફિસોમાં પણ તિરંગો લહેરાવાશે. આ સાથે જ એકબીજાને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવવામાં આવશે અને સ્વતંત્રતા સો જોડાયેલા શહિદ વિરોને યાદ કરાશે. અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામીથી આઝાદ યે ભારતને ૭૨ વર્ષ પુરા થયા. આ અવસરે સમગ્ર દેશમાં કાર્યક્રમો શે.

૭૩ સ્વતંત્ર્ય પર્વ નિમિત્તે ભારત સહિત ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ૭૩માં સ્વાતંત્ર્ય પર્વ ૧૫ ઓગષ્ટ ૨૦૧૯ના સવારે ૯ કલાકે છોટા ઉદેપુરમાં રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં ધ્વજવંદન કરાવીને રાષ્ટ્ર ધ્વજને સલામી આપશે. આ સો જ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જૂનાગઢના વિસાવદરમાં ધ્વજવંદન કરશે. જ્યારે રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી જસદણમાં મંત્રી રમણલાલ પાટકરના હસ્તે ધ્વજવંદન કરી કરાશે. આ સો જ ૧૦ જિલ્લાઓના કલેકટરના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે.

મહત્વનું છે કે, ૭૩માં સ્વાતંત્ર્ય પર્વે અખંડ ભારતનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે અને જમ્મુ-કાશ્મીરમાં પણ હવે રાષ્ટ્રધ્વજ લહેરાશે ત્યારે સ્વાતંત્ર્ય પર્વની ખુશી બેવડાઈ ગઈ છે. રાષ્ટ્ર કક્ષાએ અને રાજ્ય કક્ષાએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સ્કૂલો અને કોલેજોમાં ૧૫ ઓગષ્ટને લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને બાળકો પણ આ પર્વની ઉજવણીમાં હોંશભેર જોડાય છે.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. આવતી કાલના ધ્વજવંદનના કાર્યક્રમને લઈ રાજકોટમાં રિહર્સલ ચાલી રહયું છે. ચૌધરી હાઈસ્કૂલના પટાંગણમાં પરેડ, પિરામીડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું રિહર્સલ ચાલી રહ્યું છે. જેમાં રાજકોટની છ સ્કૂલના વિર્દ્યાીઓ વિવિધ કરતબોનું રિહર્સલ કરી રહ્યાં છે જેને આવતીકાલે ધ્વજવંદન સમયે પ્રદર્શિત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.