• વિવિધ વિસ્તારોમાં પંડાલો તૈયાર: આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો: ગણેશજીને આવકારવા ભાવિકોમાં થનગનાટ’

Rajkot:વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્ન કુરૂમેદેવ સર્વર્કોષુ સર્વદા… કોઈપણ શુભકાર્યની શરૂઆત શ્રી ગણેશજીની પૂજા અર્ચના આરાધના પછી જ થાય છે. જેથી શુભકાર્ય કે મંગલકાર્ય કોઈપણ પ્રકારના વિઘ્ન વીના પાર ડે અને એથી જ શ્રી ગણેશને વિઘ્નહર્તા તરીકે જાણીએ છીએ. શ્રી ગણેશાય નમ:ભાદરવા માસના શુકલપક્ષની ચતુર્થી એટલે ગણપતિ ચોથ જેને આપણે ગણેશ ચતુર્થી તરીકે જાણીએ છીએ ઠેર ઠેર ગણેશ મહોત્સવની જાજરમાન ઉજવણી કરવામં આવે છે. ગણેશ મહોત્સવ અંતર્ગત ભાવિકો 10 દિવસ માટે ગણપતિની સ્થાપના કરે છે. જયારે કેટલાક લોકો એક, ત્રણ, પાંચ દિવસ એમ અલગઅલગ રીતે અમુક દિવસો સુધી ગણપતિજીનું પૂજન કરે છે. ત્યારે આવતીકાલથી ગણેશોત્સવના શ્રી ગણેશ થશે. ત્યારે રંગીલા રાજકોટમાં અંદાજીત 3 હજારથી વધુ વિસ્તારોમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં પણ આ વખતે બાપ્પાની દિવ્ય અલૌકિક મૂર્તિઓ બજારમા આવી છે. ત્યારે વિવિધતાસભર ડેકોરેશન શણગાર તથા પ્રવેશ વ્યવસ્થા આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ત્યારે શહેરનાં વિવિધ વિસ્તારો, ઘરોમાં સોસાયટીઓમાં બાપ્પાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

રાજકોટવાસીઓ વિઘ્નહર્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભકતોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં ત્રિકોણબાગ કા રાજા જે.કે.ચોક રાજા, સર્વેશ્ર્વર ચોક કા રાજા અને કોઠારીયા કોલોની કા રાજા સહિતના વિસ્તારોમાં બાપ્પાના દર્શન અર્થાતે જનમેદની ઉમટશે દરેક વિસ્તારોમાં શાસ્ત્રોકત વિધિ વિધાનની ગણેશજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારે જે.કે.ચોકમાં રૂદ્રાક્ષ-વેદ-પુરાણોની થીમ પર ડેકોરેશન તથશ 1 કીલો સોનાના હારનો શરગાર કરાશે.

શહેરના વિવિધ ગણેશોત્સવના આયોજકોમાં ખુબજ ઉત્સાહ, ઉમંગ અને ભકિત જોવાય છે. આયોજકો દ્વારા પંડાલોમાં વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે શેરીઓ ગલીઓમાં વિઘ્નહર્તાના દર્શન માટે લોકો ઉમટી પડશે. આ ઉપરાંત વિવિધ વિસ્તારોના ગણેશ ઉત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે આ ઉપરાંત વિવિધ પ્રસાદનો ભોગ ધરવામાં આવશે. જેમાં મુખ્યત્વે લાડુ અને મોદકના પ્રસાદ ધરાશે.સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો દર્શન કરી ધન્યતા અનુભવશે. આ ઉપરાંત ગણેશજીના ભકતોની સુરક્ષા માટે વીમા લેવાયા તથા આબેહુબ મંદિર તૈયાર કરવામાં આવ્યા છે. પંડાલોમાં તબકકાવાર દર્શનાર્થીઓને પ્રવેશ આપી ભકતો દર્શનનો લ્હાવો લઈ શકશે. દરેક વિસ્તારોમાં બાપાના સ્વાગતની તૈયારીઓ પૂર્ણતા આરે છે.

શહેર ભાજપ દ્રારા ગણપતિ મહોત્સવનો સિઘ્ધી વિનાયક ધામમાં કાલેથી થશે મંગલ પ્રારંભ
મેયર બંગલેથી સવારે દશ વાગે દાદાની વાજતે ગાજતે નીકળશે વર્ણાવી સિઘ્ધિ વિનાયક ધામના કરાશે બાપ્પાની સ્થાપના
ગણપતિ આયો બાપ્પા રિઘ્ધિ સિઘ્ધી લાયો…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.