Abtak Media Google News

 

વિશ્વકર્મા દાદા એ સોનાની લંકા તથા દ્વારકા નગરીનું નિર્માણ પણ વિશ્વકર્મા દાદા કરેલું ભગવાન વિશ્વકર્માએ દેવતાઓ તથા લોકો માટે , ભવનો અને મંદિરો બનાવ્યા હતા . આ દિવસે વિશ્વકમાની પૂજા તમામ કલાકારો , કારીગરો અને કુંટુબો દ્વારા કરવી શુભ અને ઉત્તમ છે . અને વિશ્વકર્મા જયંતી ના દીવસે વિશ્વકર્મા દાદાની પૂજા કરવાથી ઘરમાં તથા વ્યાપારમાં સુખ – સમૃદ્ધિ આવે છે . વિશ્વકર્માની વિધિપૂર્વક પૂજા કરવાથી ઘર અને દુકાનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે .

આ દિવસે , તમારા કાર્યમાં વપરાયેલા મશીનો પૂજા કરવાથી બરકત આવે છે ત્યારબાદ ભગવાન વિષ્ણુની સાથે વિશ્વકર્માજીની પ્રતિમાનું અથવા છબીને ચાંદલો ચોખા કરી અબીલ ગુલાલ કંકુ અર્પણ કરી પૂજા – અર્ચના કરવી . દીવો અને ધૂપ વગેરે પ્રગટાવીને વિષ્ણુ ભગવાન અને વિશ્વકર્મા જી ની આરતી કરવી તથા જે લોકો કારીગરી કામ સાથે જોડાયેલા હોય જે લોકો મશીનરીના કામ સાથે જોડાયેલા હોય તેઓએ વિશ્વકર્મા દાદાની પૂજા ખાસ કરવી ખાસ કરીને જમીન મકાનના બાંધકામ ના કામ સાથે જોડાયેલા લોકોએ વિશ્વકર્મા દાદાની પૂજા ખાસ કરવી આપને કલાકારીગીરીમાં પણ વધારો થશે. વિશ્વકર્મા દાદા એ સોનાની દ્વારકા નગરી પણ બનાવેલી વિશ્વકર્મા દાદા એ તે ઉપરાંત સોનાની લંકા ઇન્દ્રનું તથા શિવજીનું ત્રિશુલ અને પાંડવોની ઇન્દ્રપ્રસ્થ નગરી નું પણ નિર્માણ વિશ્વકર્મા દાદા એ કરેલું છે…

શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.