Abtak Media Google News

આ વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ 21 જૂન એટલે કે રવિવારે થવાનું છે. આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ હશે. ભારતીય સમયાનુસાર આ ગ્રહણ સવારે 9 કલાકેને 15 મિનિટે શરૂ થશે અને 10 : 17 વાગ્યા સુધી રહેશે. સૂર્ય ગ્રહણની શરૂઆતમાં આંશિક સૂર્યગ્રહણ થશે અને 10:17 વાગ્યા સુધીમાં પૂર્ણ સૂર્યગ્રહણની જેમ દેખાઇ શકે છે. પૂર્ણ સૂર્ય ગ્રહણ રવિવારે બપોરે 2 કલાકેને 2 મિનિટ પર સમાપ્ત થશે.

જ્યારે આંશિક સૂર્ય ગ્રહણ 3 કલાકેને 4 મિનિટે સમાપ્ત થશે. વર્ષ 2020નું પ્રથમ સૂર્યગ્રહણ લગભગ 6 કલાક સુધી અસરકારક રહેશે. આ સૂર્ય ગ્રહણ ભારત સહિત ચીન, આફ્રીકા, કાંગો, ઇથોપિયા, નેપાળ, પાકિસ્તાન વગેરે દેશોમાં જોવા મળશે.

શું હોય છે સૂર્ય ગ્રહણ? 

સૂર્ય ગ્રહણ એક ખગોળીય ઘટના છે. ચંદ્રનું સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવવાથી ખગોળીય પરિસ્થિતિથી જ્યારે સૂરજનો પ્રકાશ પૃથ્વી પર પહોંચી શકતો નથી. જેને સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે,

સૂર્ય ગ્રહણનો સમય 

ભારતીય સમયાનુસાર આંશિક સૂર્યગ્રહણ સવારે 9 કલાકેને 15 મિનિટ પર શરૂ થશે, જ્યારે પૂર્ણ સૂર્ય ગ્રહણથી અવસ્થા સવારે 10 કલાકેને 17 મિનિટે શરૂ થશે. બપોરે 12 કલાકે 10 મિનિટે સૂર્ય ગ્રહણનો સૌથી વધુ પ્રભાવ જોવા મળશે, જ્યારે ગ્રહણની આંશિક અવસ્થા બપોરે 2 કલાકેને 2 મિનિટ પર સમાપ્ત થઇ જશે.

શું કરશો અને શું નહીં?

ગ્રહણ દરમિયાન ખાવા-પીવા, ઘોંઘાટ, શુભ કાર્ય, પૂજા-પાઠ વગેરે કરવું યોગ્ય માનવામાં નથી આવતું. ગ્રહણ કાળ દરમિયાન ગુરુ મંત્રનો જાપ. કોઇ મંત્રની સિદ્ધી, રામાયણ, સુંદર કાંડનો પાઠ, તંત્ર સિદ્ધિ વગેરે કરી શકો છો.ગ્રહણ બાદ પવિત્ર નદીમાં સ્નાન, શુદ્ધિકરણ કરીને દાન કરવું જોઇએ. આ સમયે ગર્ભવતી મહિલાઓએ ઘરમાંથી બહાર ન નિકળવું જોઇએ. ગ્રહણકાળમાં સૂર્યમાંથી પારજાંબલી કિરણો નિકળે છે.સૂર્ય ગ્રહણ દરમિયાન મોટાભાગે લોકો નરી આંખે સૂર્ય સામે જોવે છે. ભૂલથી પણ સૂરજ સામે નરી આંખે ન જોશો તેનાથી તમારી આંખોને નુકશાન પહોંચી શકે છે.સૂર્યગ્રહણ દરમિયાન સૂરજને પિનહોલ, ટેલિસ્કોપ અથવા તો દૂરબીનથી પણ ન જોશો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.