Abtak Media Google News

દેશ-વિદેશમાં વસતાં જૈનો ક્ષમાનું આદાન-પ્રદાન કરશે અને ઠેર-ઠેર મિચ્છામિ દુક્કડમ ના નાદ ગૂંજશે: પાપોનું સ્મરણ કરી આલોચના કરશે: સાંજ પડતાં જ જૈનો ૮૪ લાખ જીવોને વારંવાર ખમાવશે

 

અબતક, રાજકોટ
જગતના સવે ધમે અને ધમે ગુરુઓએ ક્ષમાને આગવું મહત્વ આપ્યું છે.જૈન દશેન કહે છે કે જીવ માત્રને એટલે કે
૮૪ લાખ જીવાયોનિના જીવને ખરા અંત:કરણપૂવેક ખમાવવાના.આપણે એવું માનતા હોઈએ કે મારી કયાં ભૂલ છે…એણે આમ કર્યુ’તુ ને તેમ કર્યું’તુ.મહા પુરુષો કહે છે કે ભૂલ ભલે આપડી ન હોય છતાં સામે જઈને ક્ષમાપના કરવાની…આત્મા હળવો ફૂલ ઈ જશે.એક આત્માને પણ જો ખમાવવાનો બાકી રહી જશે તો અભિચિ કુમારની જેમ ભવ ભમ્રણ વધી જશે.પોતાના પિતા સિવાય આખા જગતને અભિચિકુમાર ખમાવે છે…પ્રભુ કહે તેનું ભવ ભ્રણમ અટકશે નહીં….તેને બધું ખટકશે.
જૈન દશેન કહે છે કે વેરાણુબંધાણી મહા ભયાણી
વેરનો અનુબંધ મહા ભયંકર છે.કોઈ પણ ભવમાં એ જીવ સો ભેટો ઈ જાય..અને વેરની પરંપરા ચાલુ ઈ જાય,માટે જ દરેક જીવાત્માઓને અંત: કરણપૂવેક ખમાવી લેવાના.
જગતના દરેક જીવો સો મિત્રતા રાખવાની.
કોઈ પણ જીવ સો વેરભાવ નહીં રાખવાનો.
મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે ૧૦/૯/૨૦૨૧ શુક્રવારે મૂર્તિપૂજક સમાજ અને શનિવારે સ.જૈન સમાજનું સવંત્સરી મહા પવે.
સવંત્સરીના દિવસે પૂ.સાધુ – સાધ્વીજીઓને ચૌવિહારો ઉપવાસ હોય છે.નવ વષેની ઉંમર હોય કે નેવું વષેના વયોવૃધ્ધ સાધુ – સાધ્વીજી હોય સવંત્સરીનો ચૌવિહારો ઉપવાસ તેઓ માટે ફરજીયાત હોય છે.ઉપવાસ હોવા છતાં તેઓ શ્રાવક – શ્રાવિકાઓને આલોચના કરાવે,પ્રવચન આપે,આક શ્રમ લઈને શાસન પ્રભાવના માટે સતત જાગૃત રહે છે. આપણે પણ ચતુર્વિધ સંઘના એક સદ્દસ્ય છીએ તો સંવત્સરી મહા પવેના દિવસે ઉપવાસ,એકાસણા કે જે ઈ શકે તે તપ આરાધના કરવી જોઈએ.
આત્મા અનંત શકિતનો ધારક છે.જે ધારે તે કરી શકે છે.
આલોચના કરજો,પ્રતિક્રમણ ફરજીયાત કરવાનું હોય છે.ચિંતન કરવાનું કે ગત સવંત્સરીએ આપણી સો હતા તેમાંી અનેક આત્માઓ પરલોકે સિધાવી ગયા હશે.આયુષ્યનો કાંઈજ ભરોસો ની.દૂલેભ માનવ ભવની પ્રત્યેક પળને ચાલો સોક કરી લઈએ….
જૈન ધમે દેહ શુધ્ધિ નહીં પરંતુ આત્મ શુધ્ધિમા માને છે.પ્રતિક્રમણ કરતાં સમયે જગતના સવે જીવોને હ્રદયપૂવેક ખમાવવાના…
ક્ષમા માંગવાની અને ક્ષમા આપવાની.
આત્માની મિથ્યા માન્યતા, વૃતિ – પ્રવૃતિમા સુધારો ન ાય ત્યાં સુધી પરીભ્રમણ અટકતુ ની.
પ્રતિક્રમણમાં જીવાત્મા પોતાના પાપનો એકરાર કરી,વેર – ઝેર ભૂલી ક્ષમા માંગતો અને આપતો હોય છે.તેનું હ્રદય રડતુ હોય છે કે હે પ્રભુ ! મને માફ કરો.
જૈન દશેન કહે છે પ્રમાદની પારીમાં પોઢેલા પેલા શૈલક રાજર્ષી પણ પ્રતિક્રમણના નિમિત્તી જાગૃત ઈ અપ્રમત્ત દશાને પ્રાપ્ત કરે છે.
પ્રતિક્રમણ પણ પરમાત્મામય બની કરવામાં આવે તો જીવનું પરીભ્રમણ અટક્યા વગર રહે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.