કાલે વિશ્વ હેડ એન્ડ નેક કેન્સર દિવસ: મૃત્યુ નિવારવા સમય સુચકતા આવશ્યક

કેન્સરનુ સમયસર નિદાન અને સારવાર ખુબ જ જરૂરી : ડો.ખ્યાતી વસાવડા

દર 27 જુલાઈ વિશ્વ હેડ એન્ડ નેક કેન્સર દિવસ તરીકે ઉજવાય છે. હેડ એન્ડ નેક કેન્સર શું છે ? અને શા માટે તેની જાગૃત્તા માટે આટલા કાર્ય કરવામાં આવે છે.મોઢા તથા ગળાના કેન્સર એ એક અગત્યની સ્વાસ્થ્યને લગતી તકલીફ છે.જેનુ ઈલાજના કરાવતા જીવનુ જોખમ ઘણુ વધી જાય છે. આ પ્રકારના કેન્સર મુખ્યત્વે તમાકું , બીડી , દારૂ જેવા વ્યસનોના કારણે થતા હોય છે . જેને શરૂઆત ના તબકકે જ પકડીને સારવાર કરવાથી વધુ સારા અને સચોટ પરીણામો મળે છે અને તેની સાથે દર્દી ને એક નવુ જીવન મળે છે . તેમ નિષ્ણાંત ડો. ખ્યાતી વસાવડા અને ડો.રાધાકૃષ્ણનને જણાવ્યું હતુ.

હેડ એન્ડ નેક કેન્સર નિમિતે વોકહાર્ટ હોસ્પિટલ મોઢા તથા ગળાના કેન્સરના દર્દીઓ માટે આધુનિક ઈલાજ તેમજ નકારાત્મકતા અને સામાજીક અસગ્રસ્તતા ઘટાડવા માટેનો પ્રયત્ન કરે છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ના ડેટા પ્રમાણે ભારતમાં દર વર્ષે મોઢા અને ગળાના કેન્સર ઉભરાતા જણાય છે.જેમાં અંદાજીત દર કલાકે 1 વ્યકિતના મૃત્યુનું કારણ કેન્સર હોય છે. ડો. ખ્યાતી વસાવડાએ વધુમાં ઉમેર્યું હતુ કે,  હેડ એન્ડ નેક કેન્સરને પ્રથમ તબકકામાં પકડવા માટે શું કરવું જોઈએ ? , કેન્સર સારવારની મુખ્ય પધ્ધતિઓ કઈ કઈ છે ? , આપડા એરીયામાં સૌથી વધુૂ કયૂ કેન્સર છે ?, કેન્સરની સારવાર પછી નોર્મલ જીવન જીવી શકાય ? , હેડ એન્ડ નેક કેન્સર ડે છે તો તે નિમીતે કેન્સર રોગ સામેની લડત કેવી રીતે લડી શકાય અને તેમાં વિજય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય., કેન્સરના લક્ષણો અને સ્ટેજ વિશેની માહિતી,  કેન્સરના ઓપરેશનમાં પ્લાસ્ટીક સર્જરીનો રોલ શું ?  તેવા સવાલો લોકોના મનમાં ધુમ્યા કરે છે.તેનો સચોટ  ખ્યાલ તબીબની સલાહ લેવાથી મળી શકે છે. તેમ નષ્ણાંત ડો. ખ્યાતી વસાવડા અને ડો.રાધાકૃષ્ણનને જણાવ્યું હતુ.

કેન્સરમાં દર એક કલાકે એક વ્યક્તિનું મૃત્યુ !!

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ના ડેટા પ્રમાણે ભારતમાં દર વર્ષે મોઢા અને ગળાના કેન્સર ઉભરાતા જણાય છે.જેમાં અંદાજીત દર કલાકે 1 વ્યકિતના મૃત્યુના કારણ કેન્સર હોય છે . શરૂઆતના તબકકામાં નિદાન થતા મોઢા તથા ગળાનુ કેન્સર દર્દીનુ જીવન બચાવી શકે છે અને રોગ મુકત જીવનની તકો વધી જાય છે.આ માટે કેન્સરના નિષ્ણાંત ડોકટરની સલાહ લેવી જોઈએ.