Abtak Media Google News

જૈનોના પર્વોનો રાજા પવોધિરાજ પર્યુષણ મહા પવે શરૂ થવાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે.ધમે પ્રેમીઓ આતુરતા પૂવેક આ પવેની રાહ જોઈ રહ્યાં છે.ઉપકારી પૂ.સાધુ – સાધ્વીજીઓ ધમે સ્થાનકોમાં જિનવાણી રૂપી ભેરી વગાડી તપસ્વીઓને જગાડી રહ્યાં છે.ભાદરવા સુદ પાંચમનાં રોજ માસ ક્ષમણ તપસ્વી આત્માઓના 30 ઉપવાસ પુણે થશે .

ધર એટલે ધારવું.જે તપસ્વી આત્માઓને 30 ઉપવાસ એટલે કે માસ ક્ષમણ કરવાની શુભ ભાવના હોય તેઓ સ્થાનકવાસી તિથિ પંચાંગ પ્રમાણે આવતી કાલથી 13/8/2021 થી તપનો  શુભાંરભ કરે છે.

મહા પુરુષો કહે છે અનાદિ કાળથી જીવાત્માએ વાદ અને સ્વાદમાં જ બધુ ગુમાવ્યુ છે.પંચેન્દ્રિયમાં રસેન્દ્રિયને જીતવી ઘણી જ કઠીન છે.જીવાત્મા જયાં ઉત્પન્ન થયો ત્યાં સૌ પ્રથમ જમવાનો પ્રોગ્રામ જ રાખ્યો છે. દરેક ઈન્દ્રિય એક કામ કરે છે જયારે જીભ બે કામ કરે છે…ખાવું અને બોલવું.મહા પુરુષો કહે છે કે મોટા ભાગના લોકો ખાઈને પણ બગાડે છે અને બોલીને પણ બગાડે છે.આ જીવે ટનના ટન અને મણના મણ ખાધુ છતાં ભૂખ્યોને ભૂખ્યો રહે છે.ચાર પ્રકારના ખાડા કહેવાય છે. (1) પેટનો ખાડો,(2) સમુદ્રનો ખાડો,(3)સ્મશાનનો ખાડો (4) તૃષ્ણા – ઈચ્છાનો ખાડો.અનુભવીઓ કહે છે આ ચાર ખાડા કદી પૂર્ણ થતાં જ નથી.

જૈન ધમેમાં તપનું અનેરૂ અને આગવું સ્થાન છે.આરોગ્યની દ્રષ્ટિએ પણ તપને શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે.જીવનમાં નાની – મોટી તપ સાધના કરનારને કદી ડોકટર પાસે જવું પડતું નથી.જેનાથી માસ ક્ષમણ ન થઈ શકે તો પરમાત્માએ આગમ – શાસ્ત્રોમાં બાર પ્રકારના તપ પણ બતાવેલ છે.નાના – નાના નિયમો પણ ધારણ કરી શકાય છે.લીલોત્તરી ત્યાગ,નિત્ય પૂ.સાધુ સાધ્વીઓના

દશેન,જિનવાણીનું શ્રવણ સામાયિક પ્રાથેના ,પ્રતિક્રમણ,રાત્રિ ભોજન ત્યાગ, ચૌવિહાર વગેરે વ્રત – નિયમ ધારી શકાય છે.પ્રભુ મહાવીર શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહે છે તપ કરવાથી અનંતા કર્મોનો ક્ષય થાય છે તેમજ શારીરિક અને માનસિક દુ:ખોનો અંત આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.