Abtak Media Google News

આ ગુરૂપુષ્યામૃત યોગમાં  ખરીદવા ઘરની જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવી તથા પૂજાની સામગ્રી ખરીદવી સોના – ચાંદીની ખરીદી કરવી અત્યંત ઉત્તમ અને શુભ ફળદાયી રહેશે . પુષ્ય નક્ષત્રમાં એવા ગુણધર્મ છે કે જેસારી બાબતમાં હંમેશા વધારો કરે છે .

આથી જ પુષ્યનક્ષ્ત્ર શ્રેષ્ઠ ગણાય છે અને ખાસ કરીને ગુરુપુષ્યામૃત યોગ અને રવિ પુષ્ય યોગ દિવસ ઉત્તમ ગણાય છે . આ ગુરૂપુષ્યામૃત યોગના દિવસે જપ કરવા શ્રી યંત્રની પૂજા કરવી યંત્ર સિધ્ધ ક2વું મંત્ર સિદ્ધ ક2વો પણ ઉત્તમ ગણાશે તથા સારા આરોગ્ય માટે ઔષધિ ગ્રહણ કરવી ઉત્તમ છે નવા મકાન વાહન ની ખરીદી કરવી દસ્તાવેજ બનાવા માટે શુભ છે

ગુરૂવારના શુભ ચોઘડીયા :સવારે  શુભ 7.07 થી 8.29 , ચલ11.12 થી 12.34 બપોરના ચોઘડીયા : લાભ , અમૃત 12.34 થી 3.17 સુધી સાંજના ચોઘડીયા : સાંજે શુભ 4.37 થી 6.01 સુધી રાત્રીના ચોઘડીયા:અમૃત ,  6.01 થી  6.50સુધી છે લગ્ન જેવા શુભ પ્રસગો  ની ખરીદી  સોનુ ચાંદી , શ્રીયંત્ર , કુબેર યંત્ર ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ છે . તેમ શાસ્ત્રી રાજદીપ જોશીએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.